સ્વાસ્થ્ય : જો તમને પણ ઈંડા ખાવાનો શોખ છે તો જાણો આ જરૂરી વાતો, નહિતર થઈ શકે છે મોટું નુકસાન

1338
Published on: 7:28 pm, Thu, 26 November 20

ઈંડા સ્વાસ્થ્ય

ઈંડા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે. દરરોજ ઈંડા ખાવાથી શરીરને જરૂરી પોષક તત્વો મળે છે. ઘણા લોકો ઈંડાને પકાવીને ખાય છે, જ્યારે અમુક લોકો તેને કાચા ખાય છે. ન્યુટ્રીશન સ્પેશિયાલિસ્ટ અનુસાર ઈંડાને હંમેશા યોગ્ય રીતે ખાવા જોઈએ. કારણ કે ખોટી રીતે ખાવાથી ઈંડા શરીરને નુકસાન પહોંચાડી શકે છે. જો તમે ઇંડાનું સેવન કરો છો તો તેનું સેવન કરતા સમયે નીચે બતાવવામાં આવેલી ભૂલો ન કરવી જોઈએ અને હંમેશા યોગ્ય રીતે ઇંડાનું સેવન કરવું જોઈએ.

Item View - Lekkar India

એક દિવસમાં કેટલા ઇંડાનું સેવન કરવું જોઈએ?

ન્યુટ્રીશીયન સ્પેશિયાલિસ્ટ અનુસાર પુરૂષો ૩ ઈંડા યોક વગર અને ૧ ઈંડું યોક સાથે ખાવું જોઈએ. જ્યારે મહિલાઓએ ૧ ઈંડું યોકની સાથે અને ૧ ઈંડું યોક વગર ખાવું જોઈએ. એટલે કે પુરુષોએ દિવસમાં કુલ ૪ ઈંડા ખાવા જોઈએ, જ્યારે મહિલાઓએ ૨ ઇંડા પોતાની ડાયટમાં સામેલ કરવાં જોઈએ. યાદ રાખો કે ઈંડાની તાસીર ગરમ હોય છે એટલા માટે વધારે તેનું સેવન કરવું નહીં.

ઘણા લોકોને લાગે છે કે કાચા ઈંડા સ્વાસ્થ્ય માટે ઉત્તમ હોય છે, પરંતુ ન્યુટ્રીશન સ્પેશિયાલિસ્ટ અનુસાર પકાવેલા ઈંડા સ્વાસ્થ્ય માટે વધારે કારગર સાબિત થાય છે, એટલા માટે હંમેશા પકાવેલા ઇંડાનું સેવન કરવું. હકીકતમાં જ્યારે ઈંડાને પકવવામાં આવે છે તો તેમાં પ્રોટીનની માત્રા વધી જાય છે. કાચા ઈંડા ખાવાથી ઈંડામાં રહેલ પ્રોટીન ફક્ત ૫૧% અવશોષિત શરીરને મળી શકે છે, જ્યારે ચાવીને ખાવાથી શરીરને ૯૧% સુધી પ્રોટીન મળે છે. હકીકતમાં તાપમાન વધવાથી ઈંડામાં રહેલો પ્રોટીનનું સ્ટ્રક્ચર બદલી જાય છે. એટલું જ નહીં પકાવેલા ઈંડા સરળતાથી પચી પણ જાય છે, જ્યારે કાચા ઈંડા પચવામાં ઘણો સમય લાગે છે.

વળી ઈંડા બનાવતા સમયે યોગ્ય તેલમાં જ તેને ફ્રાય કરવા. ઈંડા ફ્રાય કરવા માટે એકસ્ટ્રા વર્જિન ઓલિવ ઓઈલ, બટર અને કોકોનટ ઓઇલ યોગ્ય માનવામાં આવે છે. કાચા ઈંડા ખાવાથી શરીરને નુકસાન પહોંચે છે. કારણ કે કાચા ઈંડામાં ઘણા પ્રકારના બેક્ટેરિયા હોય છે, જે સ્વાસ્થ્ય માટે યોગ્ય માનવામાં આવતા નથી. એટલા માટે તમારે કાચા ઈંડાને બદલે પકાવેલા ઇંડાનું સેવન કરવું જોઈએ.

ઘણા લોકો ઈંડાંને લાંબા સમય સુધી પકાવે છે, જે બિલકુલ અયોગ્ય છે. એમને વધારે પકડવાથી તેમાં રહેલ તત્વ ખતમ થઇ જાય છે. વધારે તાપમાન પર તેને પકડવાથી તેમાં રહેલ પ્રોટીન તો તમને મળે છે, પરંતુ અન્ય પોષક તત્વ ખતમ થઇ જાય છે. એક રિસર્ચ અનુસાર જો ઈંડાને વધારે તાપમાનમાં પકવવામાં આવે છે, તો તેમાં રહેલ વિટામિન-એ ૧૭થી ૨૦ ટકા સુધી ઓછું થઈ જાય છે અને તેમાં રહેલ એન્ટીઓક્સીડેન્ટ પણ ઘટી જાય છે, એટલા માટે ઈંડાને લાંબા સમય સુધી કરવાથી બચવું જોઈએ.

ઈંડાની અંદર પ્રોટીન મળી આવે છે અને પ્રોટીનયુક્ત ભોજન લેવાથી જલદી ભૂખ લાગતી નથી. એટલા માટે વજન ઓછું કરવા માટે તમે પોતાની ડાયટમાં બાફેલા ઈંડાને જરૂરથી શામેલ કરો. ઈંડાને હંમેશા બ્રાઉન બ્રેડ, દૂધ અથવા રોટલી સાથે સેવન કરવું. કારણ કે આ ચીજોમાં કાર્બોહાઇડ્રેટ હોય છે અને કાર્બોહાઈડ્રેટ પ્રોટીનને એબજોર્બ કરવાનું કામ કરે છે. બાફેલા ઈંડામાં કેલરીની માત્રા ઓછી હોય છે અને પૌષ્ટિક તત્વ વધારે હોય છે. વળી ઈંડાને વધુ હેલ્ધી બનાવવા માટે તમે તેને બનાવતા સમયે તેમાં શાકભાજી પણ ઉમેરી શકો છો.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatapp

વોટ્સએપ   3 :    Whatapp

વોટ્સએપ  4 : Whatapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ