પાટીદાર પાવરમાં બ્લાસ્ટ : સુરતમાં 10થી વધુ ઉમેદવારો નહીં ભરે ફોર્મ : પાટીદાર નેતા

2318
Published on: 4:07 pm, Sat, 6 February 21
સુરત ગુજરાત
  • સુરતમાં કોંગ્રેસના અનેક ઉમેદવારોએ ફોર્મ જ ન ભર્યાં
  • અલ્પેશ કથીરિયાએ ખુલ્લો પડકાર આપ્યો છે કે, કોંગ્રેસના નેતા સુરત આવીને બતાવે
  •  હાર્દિકને ક્યારેય અકલો નહીં છોડીએ. સમય વીતિ ગયા પછી હવે વાતચીતનો કોઈ અર્થ નથી

સુરતથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મોટા સમાચાર સામે આવ્યા છે. ફોર્મ ભરવાની છેલ્લી ઘડીએ સુરત કોંગ્રેસમાં ભડકો થયો છે. ધાર્મિક માલવિયા કોંગ્રેસમાંથી ચૂંટણી નહિ લડે તેવી તેમણે જાહેરાત કરી દીધી છે. ત્યારે અનેક ઉમેદવારોએ ફોર્મ ન ભરતા ચૂંટણી પહેલા જ સુરતના કેટલાક વોર્ડમાં કોંગ્રેસની હાર દેખાઈ રહી છે. સુરતમાં કોંગ્રેસના અનેક ઉમેદવારોએ ફોર્મ જ ન ભર્યાં. તો પાસ કન્વીનર અલ્પેશ કથીરિયાએ આ દાવો કરતા ખળભળાટ મચ્યો છે. સાથે જ અલ્પેશ કથીરિયાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, કોંગ્રેસે પાટીદારો સાથે અન્યાય કર્યો છે.

ઉમિયા માતાનાં દર્શન કર્યા બાદ ઉમેદવારી નોંધાવા નીકળ્યો હતો.

પાસ નેતા ધાર્મિક માલ્યાએ વોર્ડ નંબર ત્રણમાંથી પોતાની ઉમેદવારી પત્ર ભરવા માટે વેસુ સુડા ભવન ખાતે ઉમેદવારી નોંધાવા પહોંચ્યા . કોંગ્રેસના મોવડી મંડળ સાથે થયેલી ચર્ચા મુજબ ધાર્મિક માલવિયાએ વોર્ડ નંબર 17માંથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે વિલાસબેન સંજયભાઈ ધોરાજીયાને ટિકિટ આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી. વિલાસ ધોરાજીયાને ટિકિટ ન આપતા ઉમેદવારી ન ભરવાનો નિર્ણય કર્યો . ધાર્મિક માલવિયાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસે અન્યાય કર્યો હવે કોંગ્રેસની તાકાત હોય તો અમારા વિસ્તારમાં સભા કરી બતાવે.

Image result for hardik patel and alpesh patidar

હાર્દિક પટેલને અમે એકલો નહિ છોડીએ
તો કોંગ્રેસના નેતાઓને અલ્પેશ કથીરિયાએ ખુલ્લો પડકાર આપ્યો છે કે, કોંગ્રેસના નેતા સુરત આવીને બતાવે. સુરતના નેતાઓનો કોંગ્રેસમાં વિરોધ કરાશે. કોંગ્રેસના બે ફાડિયા પડશે. હાર્દિક પેટલને અમે પાસમાં ગણીએ છીએ. હાર્દિકને અમે એકલો નથી છોડ્યો. હાર્દિકને ક્યારેય અકલો નહીં છોડીએ. સમય વીતિ ગયા પછી હવે વાતચીતનો કોઈ અર્થ નથી.

અત્રે ઉલ્લેખનિય છે કે, ઉમેદવારી પત્ર ભરવા સુધી કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ તેમજ અન્ય નેતાઓ સાથે સતત ધાર્મિક માલવિયાએ સંપર્ક કર્યો  અને તેમના દ્વારા વિલાસબેન ધોરાજીયાને ટિકિટ આપવા માટે મેન્ડેટ આપી દેવામાં આવશે એ પ્રકારની વાત કરી હતી. તેને ધ્યાનમાં લઈને ધાર્મિક માલવિયાએ પણ પોતાની ઉમેદવારી પત્ર ભરવા માટેની પૂર્વ તૈયારીઓ કરીને ચૂંટણી અધિકારીની કચેરીએ પહોંચ્યા . ઉમેદવારી પત્ર ભરવા પહેલાં તેમણે ફરી એક વખત વિલાસબેન ધોરાજીયાને ટિકિટનો મેન્ડેટ આપવામાં આવ્યો છે કે કેમ તેની તપાસ કરી હતી. જ્યારે ધાર્મિકને જાણવા મળ્યું કે હજી સુધી તેમને મેન્ડેટ આપવામાં આવ્યું નથી. જેથી કરી તેમણે પણ ઉમેદવારી પત્ર ભરવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો .

સુરત પાસના અગ્રણી અલ્પેશ કથીરિયાએ જણાવ્યું કે, કોંગ્રેસને હરાવવા માટે અમે તમામ પ્રયાસો કરીશું કારણકે કોંગ્રેસ દ્વારા જે ટિકિટો આપવા માટેનું વચન આપવામાં આવ્યું તે પાણ્યું નથી અને તેના કારણે પાટીદાર અનામત આંદોલન સાથે જોડાયેલા પાટીદાર સમાજમાં ભારે રોષ છે. આ રોષનું પરિણામ કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસનો ભૂંડો પરાજય કરાવીને આપીશું.

Image result for hardik patel and alpesh patidar

વિજય પાનસુરીયાને ટિકિટ ન આપતા ધાર્મિક માલવિયા નારાજ 
ગુજરાતની 6 મહાનગર પાલિકાઓની ચૂંટણીમાં ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ અને છેલ્લી મિનિટ બાકી છે. ગણતરીની મિનિટોમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ જશે. 6 મનપાની ચૂંટણીમાં ફોર્મ ભરવાનો સમય પૂર્ણ થશે. હજુ કોંગ્રેસના કેટલાક ઉમેદવારોએ ફોર્મ ભર્યુ નથી. છેલ્લી ઘડીએ ઉમેદવારી ફોર્મ ભરવા માટે દોડધામ ચાલી રહી છે. અમદાવાદ-રાજકોટમાં કોંગ્રેસમાં કેટલાક ઉમેદવારો જાહેર ના થતાં કોંગ્રેસના શ્વાસ અધ્ધર થઈ ગયા છે. તો સુરતમાં ચિત્ર સાવ અલગ છે. ફોર્મ ભરવાની છેલ્લી ઘડીએ સુરત કોંગ્રેસમાં ભડકો થયો છે.

ધાર્મિક માલવિયા હવે કોંગ્રેસમાંથી ચૂંટણી નહિ લડે. કોંગ્રેસે ધાર્મિક માલલિયાને વોર્ડ 3માંથી મેન્ડેટ આપ્યો છે. ત્યારે તેમણે વિજય પાનસુરિયાને ટિકિટ ન આપતા કોંગ્રેસ સામે વિરોધ નોંધાવ્યો છે. વિજય પાનસુરીયાએ પણ કોંગ્રેસમાંથી દાવેદારી નોંધાવી હતી. તેથી કોંગ્રેસથી નારાજ થયેલા ધાર્મિક માલવિયાએ ફોર્મ ન ભર્યું.

સુરતમાં કોંગ્રેસના અનેક ઉમેદવારોઓ ફોર્મ ન ભર્યાં 
આવામાં ચૂંટણી પહેલા જ સુરતના કેટલાક વોર્ડમાં કોંગ્રેસની હાર નક્કી છે તેવુ દેખાઈ રહ્યું છે. સુરતમાં કોંગ્રેસના અનેક ઉમેદવારોએ ફોર્મ જ ન ભર્યાં. પાસ કન્વીનર અલ્પેશ કથીરિયાએ દાવો કર્યો કે, સુરતમાં 10થી વધુ ઉમેદવારોએ ફોર્મ નથી ભર્યા. વોર્ડ નંબર 2, 3 અને 5 નાં ઉમેદવારોએ ફોર્મ ન ભર્યું. વોર્ડ નં. 15, 16 અને 17નાં ઉમેદવારોએ ફોર્મ નથી ભર્યાં. કોંગ્રેસના નેતાઓ ઓફિસમાં બેસી કામ કરે છે. ફોર્મ ભરવાનો સમય પૂરો, કોંગ્રેસ હવે શું કરશે? કોંગ્રેસના નેતાઓ હાર્દિક પટેલને એકલો સમજે છે.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317