સુરત માં ચૂંટણી અધિકારીની ઓફિસમાંથી મળ્યા EVM અને બેલેટ પેપર, કોંગ્રેસના આરોપથી ખળભળાટ.

1581
Published on: 9:23 pm, Mon, 22 February 21
સુરત ચૂંટણી
  • સુરતમાં કોંગ્રેસ દ્વારા ગંભીર આક્ષેપ 
  • બેલેટ પેપર બોક્સ ચૂંટણી અધિકારીની ઓફિસમાં હોવાના આક્ષેપ
  • બોક્સ સ્ટ્રોંગ રૂમની બદલે અધિકારીની ઓફિસમાં રખાયા 

 સુરતની બહુમાળી બિલ્ડિંગના  A બ્લોકના ચોથા માળે EVM અને બેલેટ પેપર બોક્ષ ચૂંટણી અધિકારીની ઓફિસમાં મળી આવતા કોંગ્રેસ દ્વારા હંગામો કરવામાં આવ્યો હતો. આ સાથે કોંગ્રેસ દ્વારા ગંભીર આરોપો પણ લગાવવામાં આવ્યા હતા કે, EVM મશીન અને બેલેટ પેપર બોક્સ સ્ટ્રોંગ રૂમને બદલે ચૂંટણી અધિકારીની ઓફિસમાં કેમ?

Surat માં ચૂંટણી અધિકારીની ઓફિસમાંથી મળ્યા EVM અને બેલેટ પેપર, કોંગ્રેસે  કર્યા ગંભીર આક્ષેપ | નેશન ગુજરાત

સુરતમાં કોંગ્રેસના કાર્યકરો બહુમાળી ભવનમાં પહોંચ્યા હતા. જયાં 4 માળે ઓફિસના દરવાજા ખોલાવીને બેલેટ પેપર ખુલ્લામાં પડ્યા હોવાનો આક્ષેપ કર્યો છે. કોંગ્રેસના કાર્યકરોએ કહ્યું કે, જે બેલેટ પેપર સ્ટ્રોંગરૂમમાં હોવા જોઈએ. તે ઓફિસમાં રાખવામાં આવ્યા છે. તેનો દુરુપયોગ થવાની આશંકા પણ દર્શાવી છે. સાથે કેટલાક EVM મશિન પણ જોવા મળ્યા હતા. હાજર અધિકારીઓએ બોલવાની મનાઈ કરી દીધી હતી.

કોંગ્રેસના કાર્યકરોના હોબાળા બાદ કલેક્ટર પણ પહોંચ્યા હતા. જ્યાં કલેક્ટર દ્વારા આ અંગે કહેવાયું કે, પોસ્ટલ બેલેટ રોજ પોસ્ટ વિભાગ દ્વારા પ્રાપ્ત થાય છે. અને તે ROની કસ્ટડીમાં રહે છે. આવતીકાલે પણ જે પોસ્ટ દ્વારા બેલેટ પેપર આવશે તે સ્વીકારવામાં આવશે. બેલેટ પેપરના શીલિંગ મામલે કલેક્ટરે કહ્યું કે, એવી કોઈ સૂચના નથી. તે પેટીમાં હોય છે અને ROની કસ્ટડિમાં હોય તે યોગ્ય જ છે.

EVM મશિન મામલે કલેક્ટરનું નિવેદન

બેલેટ પેપરની સાથે કેટલાક EVM પણ મળી આવ્યા હતા. જે મામલે પણ કોંગ્રેસે હોબાળો કર્યો હતો. હાજર અધિકારીઓએ EVM મામલે કહ્યું કે, આ મશિન લોકોને નિદર્શન કરાવવા માટે હતા. તેનો ઉપયોગ ચૂંટણીમાં કરવામાં આવ્યો નથી. કલેક્ટરે પણ આ મામલે કહ્યું કે, તે મશિન સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવતા નથી. કારણ કે, સ્ટ્રોંગ રૂમમાં જો વધારાના મશિન મળે તો, અન્ય વિવાદ થઈ શકે છે.

જો કે, સુરતની બહુમાળી બિલ્ડીંગના  A બ્લોકના ચોથા માળે EVM અને બેલટ પેપર બોક્ષ ચૂંટણી અધિકારીની ઓફિસમાં મળી આવતા કોંગ્રેસ અને આપના (AAP) ઉમેદવારો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો. તેમના દ્વારા એક જ માંગ કરવામાં આવી રહી હતી કે, જે ચૂંટણી કરવામાં આવી છે તેને રદ કરવામાં આવે. અહીં ક્યાંકને ક્યાંક બેલેટ પેપર સાથે છેડછાડ થઈ હોવાનો પણ આક્ષેપ કર્યો હતો.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317