આસામ : ભાજપ ઉમેદવારની ખાનગી કારમાં EVM મશીન મળી આવતા ખળભળાટ, 4 ચૂંટણી અધિકારી સસ્પેન્ડ

2446
Published on: 3:07 pm, Fri, 2 April 21
♠ ECએ કાર્યવાહી કરતા 4 અધિકારીઓને કર્યા સસ્પેન્ડ
♠ એક ખાનગી કારમાં EVM મશીન મળી આવતા ખળભળાટ
મતદાન બાદ EVM મશીન ભાજપ ઉમેદવારની કારમાંથી મળી આવ્યું

આસામ વિધાનસભાની ચૂંટણીમાં ઈવીએમ વિવાદ સામે આવ્યો છે. બીજા તબક્કાના મતદાન બાદ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આમાં ચૂંટણી અધિકારીઓ કારમાં ઇવીએમ લઈ જતા જોવા મળે છે અને આ કાર ભાજપના નેતા ની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ ચૂંટણી પંચે 4 અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે.

કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ આ વીડિયોને સોશિયલ મીડિયા પર શેર કરતાં કહ્યું કે આવા ઘણા કિસ્સા સામે આવી રહ્યા છે અને ચૂંટણી પંચે તેમના પર નિર્ણાયક પગલું ભરવું જોઈએ. આસામમાં 1 એપ્રિલે બીજા તબક્કા માટે મતદાન થયું હતું. આ સમયગાળા દરમિયાન, 39 બેઠકો માટે 74.64% મતદાન થયું હતું. પ્રથમ તબક્કામાં 72.14% મતો પડ્યા હતા.

પ્રિયંકા ગાંધીએ ઉઠાવ્યા સવાલ 

પ્રિયંકા ગાંધીએ વધુમાં કહ્યું કે, સત્ય તો એ છે કે આ પ્રકારની ઘણી ઘટનાઓનની જાણકારી આપવામાં આવે છે પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. ચૂંટણી પંચે આ ફરિયાદો અંગે નિર્ણાયક પગલાં લેવાની અને તમામ રાષ્ટ્રીય પક્ષો દ્વારા ઇવીએમનું પૂન:મુલ્યાનક શરુ કરવાની જરૂર છે. ”

પ્રિયંકા ગાંધીએ ઉપરોક્ત વાહનનાં વીડિયોને ટ્વિટ કરીને કહ્યું છે કે, ચૂંટણી પંચ સિવાય અન્ય કારમાં જતા ઈવીએમનાં સમાચાર અને વીડિયો છેલ્લા ઘણા સમયથી આવી રહ્યા છે. જેમાં કેટલીક બાબતો હંમેશાં સામાન્ય હોય છે, ઉદાહરણ તરીકે, ઈવીએમ વાહનો સામાન્ય રીતે ભાજપનાં ઉમેદવારો અથવા તેમના સાથીઓનાં હોય છે, જો તેનો વીડિયો બહાર આવે તો તે અકસ્માત અથવા ઘટના તરીકે ફગાવી દેવામાં આવે છે, જ્યારે ભાજપ તેના મીડિયા તંત્રનો ઉપયોગ તે લોકો પર આરોપ લગાવવા માટે કરે છે, જે ઈવીએમવાળો વીડિયો સામે લાવે છે.

કરીમગંજ જિલ્લામાં એક ખાનગી કારમાંથી EVM મળી આવ્યા

EVM સાથે કોઈ ચેડા થયા નથી- ચૂંટણી પંચ 

આ સમગ્ર મામલે ચૂંટણી પંચે કહ્યું કે, “પરિવહન પ્રોટોકોલનું ઉલ્લંઘન કરવા બદલ અધિકારીઓને કારણ દર્શાવો નોટિસ જાહેર કરવામાં આવી છે. સાથે જ પીઓ અને ત્રણ અન્ય અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવાયા છે. જો કે ઈવીએમ સીલપેક મળી હતી પરતું  AC 1 રતબાડી (SC)ની ઈન્દિરા એમવી શાળા નંબર-149 પર ફરી મતદાન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

પોલિંગ પાર્ટીને રાત્રે 9:20 વાગ્યે બીજી કારમાં સવાર થયા હતા. સઘન તપાસ કર્યા પછી તે આગળ વધ્યા. ટોળાએ તેમને ઘેરી લીધા હતા અને પથ્થરમારો કર્યો હતો. બાદમાં બહાર આવ્યું હતું કે બીજુ વાહન ભાજપના ઉમેદવાર ક્રિષ્નેન્દુ પૌલનું હતું. આરોપ છે કે રાત્રે 9.45 વાગ્યે કારને લોકોએ બંધક બનાવી હતી. આ દરમિયાન ઇવીએમ સાથે ચેડા કરવામાં આવી રહ્યા હતા. 10 વાગ્યાની આસપાસ એસપી કરીમગંજ ઘટના સ્થળે પહોંચ્યા હતા. આ કેસની તપાસ કરવામાં આવી છે, કારનો કાચ તૂટી ગયો હતો. એસપીએ હવાઈ ફાયરિંગ દ્વારા ભીડને દૂર કરી. બાદમાં ઇવીએમ નિયંત્રણમાં લેવામાં આવ્યા હતા.

સંવાદદાતા વિપુલ મૂંજાણી 

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317