BIG NEWS : 46 વર્ષીય કન્નડ સુપરસ્ટાર પુનીત રાજકુમારનું વર્કઆઉટ દરમિયાન હાર્ટ-અટેકથી અવસાન..

757
Published on: 6:27 pm, Fri, 29 October 21
  • સાઉથના સુપરસ્ટારનું 46 વર્ષની વયે નિધન
  • પુનીત રાજકુમારનું હાર્ટ એટેકથી અવસાન
  • હોસ્પિટલની બહાર ઉમટી ભીડ, રાજ્યમાં અપાઈ જાહેર રજા
  • આ પહેલાં 2 સપ્ટેમ્બરના રોજ સિદ્ધાર્થ શુક્લાનું હાર્ટ-અટેકથી મોત થયું હતું
  • સોનુ સુદ અને વિરેન્દ્ર સહેવાગે આપી શ્રદ્ધાંજલિ
  • જિમમાં કસરત કરતાં આવ્યો હાર્ટ એટેક

કન્નડ ફિલ્મના લોકપ્રિય સુપરસ્ટાર પુનિત રાજકુમારને વર્કઆઉટ દરમિયાન આજે, 29 ઓક્ટોબરના રોજ હાર્ટ-અટેક આવ્યો હતો. 46 વર્ષીય પુનિત રાજકુમારને બેંગલુરુની વિક્રમ હોસ્પિટલના ICU (ઇન્ટેસિવ કેર યુનિટ) વોર્ડમાં એડમિટ કરવામાં આવ્યો હતો. જોકે ડૉક્ટર્સ તેને બચાવી શક્યા નહોતા. પુનિત રાજકુમાર એક્સર્સાઇઝ કરતાં કરતાં પડી ગયો હતો.

પુનીત રાજકુમારની તબિયતને લઈને શુક્રવારે તેમના હોસ્પિટલમાં દાખલ થવાના સમાચાર આવ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એવું કહેવામાં આવી રહ્યું છે કે પહેલા તેમને છાતીમાં દુખાવો થયો, ત્યારબાદ તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જેને હાર્ટ એટેક હોવાનું કહેવાય છે. હવે ક્રિકેટર વેંકટેશે ટ્વીટ કરીને જાણકારી આપી કે તેમનું નિધન થઈ ગયું છે. ક્રિકેટરે લખ્યું, ‘ખૂબ જ દુઃખની વાત છે કે અભિનેતા પુનીત રાજકુમાર નથી રહ્યા. તેમના પરિવાર, મિત્રો અને ચાહકો પ્રત્યે મારી સંવેદના છે.” આ સાથે, તેણે ચાહકોને શાંતિ જાળવવા અને તેમના પરિવારને ટેકો આપવા પ્રાર્થના કરી.

કન્નડ ફિલ્મોના સુપરસ્ટાર ગત વખત ફિલ્મ Yuvarathnaa કામ કરતા જોવા મળ્યા હતા. એક કન્નડ વેબસાઇટના રિપોર્ટ અનુસાર પુનીત રાજકુમાર (Puneeth Rajkumar) ના મોટા ભાઇ અને અભિનેતા શિવરાજકુમાર અને યશ પણ તે વખતે પરિસરમાં હતા જ્યારે તેમણે પોતાનો દેહ ત્યાગો. પુનીત રાજકુમાર (Puneeth Rajkumar) ના અચાનક નિધનથી ફિલ્મ જગત આધાતમાં સરી ગયું છે.

Puneeth Rajkumar Died News in Gujarati, Latest Puneeth Rajkumar Died news,  photos, videos | Zee News Gujarati

અભિનેતા પુનિથને ફેન્સ અપ્પુ કહે છે. તે દિગ્ગજ અભિનેતા રાજકુમાર અને પર્વતમ્માનો પુત્ર છે. તેણે 29 થી વધુ કન્નડ ફિલ્મોમાં કામ કર્યું છે. બાળ કલાકાર તરીકે તેની કારકિર્દીની શરૂઆત કરી હતી અને તેને શ્રેષ્ઠ બાળ કલાકારનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર પણ મળ્યો છે. તેમની ફિલ્મનું નામ ‘બેટ્ટાડા હુવુ’ હતું, જે 1985માં રિલીઝ થઈ હતી. એટલું જ નહીં, તેણે ચાલીસુવા મોડાગાલુ અને યેરાડુ નક્ષત્રગાલુમાં તેના અભિનય માટે કર્ણાટક રાજ્ય પુરસ્કારમાં શ્રેષ્ઠ બાળ કલાકારનો એવોર્ડ જીત્યો.

પબ્લિકમાં લોકોને ખબર પડી કે પુનીતને હાર્ટ એટેક આવ્યો છે ત્યારથી ફેન્સ ચિંતામાં પડી ગયા છે. વિક્રમ હોસ્પિટલ બહાર ફેન્સની ભીડ જમા થઇ ગઇ છે. તેના માટે લોકો પ્રાર્થના કરી રહ્યાં છે. પોલીસે ઓફિશ્યલી દવાખાના બહાર સિક્યોરીટી લગાવી દીધી છે. કર્ણાટકના મુખ્યમંત્રી યશ અને અન્ય સિતારા પણ હોસ્પિટલ લઇ રહ્યાં છે.

Puneeth Rajkumar (1975-2021): Celebrities mourn the demise of Kannada  superstar - UAE Bulletin

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ 10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે વોટ્સએપ કરો  : +9198247 23317