ખેડૂત બિલના વિરોધનો 17મો દિવસ : વિવિધ ટોલપ્લાઝા ફ્રી કરાવ્યા, હરિયાણાથી મોટી સંખ્યામાં ખેડૂતો દિલ્હી રવાના

1780
Published on: 2:32 pm, Sat, 12 December 20

ખેડૂત બિલના વિરોધનો 17મો દિવસ

કૃષિ કાયદાને રદ કરવાની માંગ પર અડગ ખેડૂતોએ આંદોલન તીવ્ર બનાવી દીધું છે. જાહેરાત મુજબ ખેડૂતોએ ટોલ પ્લાઝા ફ્રી કરવાની શરૂઆત કરી દીધી છે. અંબાલાના શંભૂ ટોલ પ્લાઝા પર વાહનો ટોલ ચૂકવ્યા વગર પસાર થઈ રહ્યા છે. તેમણે એવું પણ કહ્યું કે, સરકાર સાથે વાતચીતના દરવાજા ખૂલ્યા છે, નિમંત્રણ આવશે તો જરૂર વાત કરીશું.

Farmers protest: SCBA president offers free legal services to agitating farmers

બીજા ખેડૂતો પણ સિંઘુ બોર્ડર તરફ રવાના

નોંધનીય છે કે સરકાર સાથે વાટાઘાટો નિષ્ફળ રહ્યા બાદ હવે વધારાના ખેડૂતો પણ દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે. હરિયાણાનાં કુરુક્ષેત્રથી ટ્રેક્ટરમાં બેસીને ખેડૂતો દિલ્હી તરફ રવાના થઇ ગયા છે અને રસ્તાઓ પર મોટી સંખ્યામાં ટ્રેક્ટર અને ટ્રક દેખાઈ રહ્યા છે અને આ બધા ખેડૂતો હવે સિંઘુ બોર્ડર પહોંચી રહ્યા છે

‘આંદોલનમાં દેશ વિરોધી ઘુસશે તો ઈન્ટેલિજેન્સ તેમને પકડશે’

ખેડૂત આંદોલનમાં દેશ વિરોધી લોકોને ઘુસવાના આરોપો અંગે ભારતીય કિસાન યૂનિયનના નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે, ઈન્ટેલિજેન્સે તેમને પકડવા જોઈએ. જો બેન ઓર્ગેનાઈઝેશન્સના લોકો આપણી વચ્ચે ફરી રહ્યાં છે તો તેમને જેલમાં નાંખી દેવા જોઈએ. અમને આવું કોઈ મળ્યું નથી, જો જોવા મળશે તો બહાર કાઢી દઈશું.

Farmer Protests Blocking Emergency Health Services: Plea In Supreme Court - Pehal News

દિલ્હી-હરિયાણાના 5 ટોલ પર 3500 પોલીસકર્મી

ખેડૂતોના ટોલ ફ્રી કરવાની ચેતવણીને ધ્યાનમાં રાખતા ફરીદાબાદ પોલીસ દિલ્હી-હરિયાણાના રસ્તામાં આવતા 5 ટોલ પ્લાઝા પર 3500 પોલીસકર્મી તહેનાત કરશે. બદરપુર, ગુરુગ્રામ-ફરીદાબાદ, કુંડલી-ગાઝિયાબાદ-પલવલ, પાલી ક્રશન ઝોન અને ધૌન ટોલ પ્લાઝા પર પ્રદર્શનકારીઓ પર વોચ રાખવામાં આવશે. પોલીસનું કહેવું છે કે દરેકનું સન્માન કરીએ છીએ, પણ કાયદો વ્યવસ્થા બગડશે તો સખત કાર્યવાહી કરવામાં આવશે.

Image

પંજાબથી 50 હજાર ખેડૂત આજે દિલ્હી પહોંચશે

આંદોલનમાં સામેલ થવા માટે પંજાબના અલગ અલગ જિલ્લાના 50 હજાર ખેડૂત શુક્રવારે દિલ્હી માટે રવાના થયા હતા. તેઓ આજે સાંજ સુધીમાં કુંડલી બોર્ડર પહોંચશે. ખેડૂત મજૂર સંઘર્ષ સમિતિ સાથે જોડાયેલા આ લોકો અમૃતસર, તરનતારન, ગુરદાસપુર, જલંધર, કપૂરથલા અને મોગા જિલ્લાના છે.

અત્યારસુધીમાં 11 ખેડૂતનાં મોત
શિયાળા અને કોરોના છતાં ખેડૂત 17 દિવસથી દિલ્હીની સીમાઓ પર આંદોલન કરી રહ્યા છે. ટીકરી અને સિંધુ બોર્ડર પર એક એક કરીને અત્યારસુધી 11 ખેડૂતનાં મોત થઈ ચૂક્યા છે. તેમનાં મોત પેટ કે છાતીમાં દુખાવાને કારણે થઈ રહ્યાં છે. શિયાળામાં આકાશ નીચે બેઠેલા ખેડૂતો સતત બીમાર પડી રહ્યા છે.

Farmers protest live updates highways toll plazas blocked farm laws agitation | India News – India TV

ખેડૂત કાયદા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી
ખેડૂતોએ શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને કહ્યું હતું કે નવા કાયદા તેમને કોર્પોરેટના વિશ્વાસે મૂકી દેશે. આ કાયદા ઉતાવળમાં લેવાયા છે. આ ગેરકાયદે અને મનમાની પ્રમાણેના છે, એટલા માટે એને રદ કરી દેવામાં આવે.

રાષ્ટ્રવિરોધી લોકો આંદોલનમાં હોવાની વાત પર ખેડૂત અગ્રણીએ આપ્યો જવાબ

નોંધનીય છે કે આરોપ લાગી રહ્યા છે કે ખેડૂત આંદોલનમાં હવે રાષ્ટ્ર વિરોધી તત્વ આવી ગયા છે જેનાં પર ભારતીય કિસાન યુનિયનનાં અગ્રણી રાકેશ ટીકેતે કહ્યું કે કેન્દ્રની સંસ્થાઓએ આવા લોકોને પકડવા જોઈએ. જો કોઈ પ્રતિબંધિત સંસ્થાના લોકો અમારી વચ્ચે ફરી રહ્યા છે તો તેમને જેલમાં નાખી દેવા જોઈએ. અમને તો અત્યાર સુધી આવું કોઈ વ્યક્તિ મળ્યું નથી અને જો મળશે તો અમે તેને હટાવી દઈશું. 

Farmers Protest in Delhi LIVE Updates: Abolish the Laws in Special Parl Session: Farmers to Govt at Meet

યુપી સરકાર અલર્ટ

ઉગ્ર આંદોલનને જોતા યુપી સરકાર પણ અલર્ટ પર છે અને 130 ટોલપ્લાઝા પર મોટી સંખ્યામાં પોલીસ અને PACને ખડકી દેવામાં આવ્યા છે. બીજી હરિયાણામાં પણ પાંચ જેટલા ટોલ પ્લાઝા પર 3500 પોલીસકર્મી તૈનાત કરી દેવાયા છે. રમખાણ વિરોધી ઉપકરણો સાથે સુરક્ષાકર્મીઓની તૈનાતી કરવામાં આવી છે. નજર રાખવા માટે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ