ખેડૂત આંદોલન 36મો દિવસ
કૃષિ કાનૂનોનો (Farm Laws) છેલ્લા એક મહિનાથી વધારે સમયથી વિરોધ કરી રહેલા ખેડૂતો અને કેન્દ્ર સરકાર વચ્ચે છઠ્ઠા રાઉન્ડની બેઠક ખતમ થઈ ગઈ છે. હવે બંને પક્ષો વચ્ચે આગામી બેઠક 4 જાન્યુઆરીએ થશે. આ બેઠકમાં સરકારે ખેડૂતો નેતાઓને ત્રણ કૃષિ કાનૂન વિશે કિસાનોની માંગણી પર વિચાર કરવા માટે એક સમિતિ બનાવવાનો પ્રસ્તાવ રાખ્યો છે. આ સાથે સરકારે એ પણ કહ્યું કે કાનૂનો પાછો ખેંચાશે નહીં. સરકારે ખેડૂતોને કહ્યું કે તેમને જે પણ નિયમો પર આપત્તિ છે તેના પર વિચાર કરવા માટે સરકાર તૈયાર છે.
ખેડૂતોને મનાવવા માટે સરકારનું જે કામ પત્રો અને મીટિંગ હોલની પ્રેઝેન્ટેશન ન કરી શકી, તે બે મીઠા બોલે કરી દીધું. બુધવારે મીટિંગ દરમિયાન લંચ બ્રેકમાં ખેડૂત હંમેશાની જેમ લંગરથી લાવેલું જમવાની તૈયારી કરી રહ્યાં હતા.
કિસાન નેતાઓએ કહ્યું કે સરકાર ત્રણેય કાનૂન રદ કરે. અમે સંશોધન નહીં કાનૂન રદ કરાવીને જ પાછા જઈશું. સૂત્રોના હવાલાથી સમાચાર મળ્યા છે કે સરકારે ખેડૂતોને એ વાતનો વિશ્વાસ આપ્યો છે કે દિલ્હી-એનસીઆરનું વાતાવરણ સાફ રાખવા માટે ઓર્ડિનેન્સમાં ખેડૂતોને બહાર રાખવામાં આવશે. આ ઓર્ડિનેન્સમાં ખેડૂતોને પરાલી સળગાવવા પર 1 કરોડ સુધીનો દંડ રાખવામાં આવ્યો હતો. આ સિવાય વિજળી એક્ટને લઈને પણ સરકારે ખેડૂતોને વિશ્વાસ અપાવ્યો છે કે તેને લાગુ કરવામાં આવશે નહીં.
બેઠક પછી કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું કે ચારમાંથી બે માંગણી અમે માની લીધી છે અને બાકી પર ખુલ્લા મનથી વિચાર કરવામાં આવશે. આ બેઠક સારા માહોલમાં થઈ છે. પરાલી અને વિજળી એક્ટ પર સહમતી બની છે. કૃષિ મંત્રીએ ફરી પોતાની વાત દોહરાવી કે ન્યૂનતમ સમર્થન મૂલ્ય ચાલું છે અને આગળ પર ચાલું રહેશે. કાનૂન પાછા લેવામાં આવશે.
કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું કે ઇલેક્ટ્રિસિટી એક્ટ જે હાલ આવ્યો નથી તેમને લાગે છે કે આ એક્ટ આવશે તો ખેડૂતોને નુકસાન થશે. સિંચાઇ માટે જે વિજળની સબસિડી આપવામાં આવે છે અને રાજ્ય સરકાર જે પ્રમાણે આપે છે તે આપતી રહે તે પ્રમાણે જ ચાલવું જોઈએ. તેના પર સરકાર અને કિસાન યૂનિયનો વચ્ચે સહમતી બની ગઈ છે.
આ 2 માગ પર સહમતિ બની
1. પરાલી સળગાવવા માટે કેસ નહીં થાય- હાલ 1 કરોડ રૂપિયાનો દંડ અને પાંચ વર્ષની સજાની જોગવાઈ છે. સરકાર તેને હટાવવા માટે રાજી
2. વીજળી અધિનિયમમાં ફેરફાર નહીં-ખેડૂતોને આશંકા છે કે આ કાયદાથી વીજળી સબ્સિડી બંધ થશે. હવે આ કાયદો નહીં બને.
2 માંગ પર 4 જાન્યુઆરીના રોજ બેઠક
1. ત્રણ કાયદાને રદ્દ કરવાની માંગ
2. MSP પર અલગ કાયદો બનાવવાની માંગ
આંદોલન ખતમ થવાની આશા વધી
ખેડૂતોને આશા છે કે આગામી મીટિંગમાં પણ સરકારનું વલણ આવું જ રહેશે, જેવું બુધવારે હતું. ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે, સરકાર સાથે વાતચીત પોઝિટીવ રહી. હરપાલ સિંહ બેલ્લારીએ કહ્યું કે, સરકાર વીજળી અધિનિયમ અને પરાલીના મામલામાં અમારી માગ પર આદેશ જાહેર કરવા માટે રાજી થઈ ગઈ છે. કૃષિ કાયદાને પાછઆ લેવા અને MSPની ગેરંટી અંગે 4 જાન્યુઆરીએ ચર્ચા થશે.
સંવાદદાતાં વિપુલ મુંજાણી
સુરત ગુજરાત
ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો
અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો
વોટ્સએપ 1 : Whatsapp
વોટ્સએપ 2 : Whatsapp
વોટ્સએપ 3 : Whatsapp
વોટ્સએપ 4 : Whatsapp
વોટ્સએપ 5 : Whatsapp
વોટ્સએપ 6 : Whatsapp
વોટ્સએપ 7 : Whatsapp
ફેસબુક પેજ – Facebook
ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317
લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ