ખેડૂત આંદોલન : કરનાલ માં આજવા ખેડૂતો ની મહાપંચાયત ,નજીક ના જિલ્લાઓ માં ઈન્ટરનેટ ની સેવા કરાઈ બંધ…

1549
Published on: 9:58 am, Tue, 7 September 21

ખેડૂત આંદોલન

ખેડૂતો કૃષિ કાયદાની વિરુદ્ધ આંદોલન કરી રહેલા ખેડૂત અનેક જગ્યાઓ પર ખેડૂત મહાપંચાયતનું આયોજન કરી રહ્યા છે. ખેડૂતો હરિયાણાના કરનાલમાં 7 સપ્ટેમ્બરે મહાપંચાયત બોલાવી છે. જો કે આની પહેલા કરનાલ અને તેની આસપાસના ચાર જિલ્લામાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. ગૃહ વિભાગ તરફથી જારી આદેશ અનુસાર આ જિલ્લામાં મોબાઈલ ઈન્ટરેનેટ સેવાઓ સોમવારે બપોરે 12.30 વાગ્યાથી લઈને મંગળવારે અડધી રાત સુધી બંધ રહેશે.

કરનાલ જિલ્લામાં શાંતિ અને સાર્વજનિક વ્યવસ્થાની કોઈ પણ ગડબડીને રોકવા માટે જારી કરવામાં આવેલા આદેશમાં રહેવામાં આવ્યું છે કે મોબાઈલ ઈન્ટનેટ સેવાઓ એસએમએસ સેવા, ડોંગલ સેવા પ્રતિબંધિત રહેશે. આદેશમાં રહેવામાં આવ્યું છે કે … અને જિલ્લાધિકારી કરનાલ દ્વારા 6 સપ્ટેમ્બરથી અમલમાં લાવવામાં આવ્યું છે કે 7 સપ્ટેમ્બરે ખેડૂત મહાપંચાયતને આહ્વાનને ધ્યાનમાં રાખીને કરનાલ જિલ્લામાં લોક સુરક્ષા અને કાયદા વ્યવસ્થા પર પ્રતિકુળ પ્રભાવ પડી શકે છે તથા વિરોધના તેજ થવાના આસાર છે.

સવારથીજ મુજફ્ફરપુરના રસ્તાઓ પર આજે ખેડૂતોજ દેખાઈ રહ્યા છે. હજારો ખેડૂતો જીઆઈસી મેદાનમાં હાજર રહ્યા છે. જ્યા મહાપંચાયત થવાની છે તેના કરતા વધારે ખેડૂતો રોડ રસ્તાઓ ઉપર દેખાઈ રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે ખેડૂતો એવું ઈચ્છે છે કે સરકાર ત્રણેય કૃષિ કાયદાઓ રદ કરે અને MSP પર કાયદો લાવે. બીજી તરફ સરકારનું કહેવું છે કે તેઓ કૃષિ કાયદા રદ નહી કરે જો ખેડૂતો ઈચ્છે તો તેઓ તેમના હિસાબે આ વિષય પર સંશોધન કરી શકે છે.

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ 10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317