ખેડૂતોનું આંદોલન કોંગ્રેસ,આપ પ્રેરીત : ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલ

974
Published on: 7:01 pm, Wed, 16 December 20

સુરત

સુરત ખાતે પહોચેલા ભાજપ પ્રદેશ અધ્યક્ષ ખેડૂતો દ્વારા થઈ રહેલા ધરણાને લઈને વિપક્ષો પર વરસ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ખેડૂતોનું આંદોલન કોંગ્રેસ, આપ અને લેફ્ટ દ્વારા પ્રેરિત છે. ખેડુતોમાં જાગૃતિ આવે તે માટે પ્રયાસો કરવામાં આવશે તે માટે કૃષિ સંમેલન આયોજીત કરીને દક્ષિણ ગુજરાતના ખેડૂતોને  માહિતી આપવામાં આવશે. તેમણે જણાવ્યું કે રાજકીય લાભ લેવા માટે જ આ વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે.

દેશના ખેડુતો રસ્તાઓ પર ઉતર્યા છે. તેઓ સંસદ દ્વારા પસાર કરાયેલા ત્રણ કૃષિ કાયદાઓને રદ્દ કરાવવા પર મક્કમ છે. વિપક્ષ પણ પોતાનો અવાજ ઉઠાવી રહ્યો છે. આ આંદોલનની વચ્ચે, કેન્દ્ર સરકારે આ વખતે શિયાળુ સત્ર નહીં બોલાવવાનું નક્કી કર્યું છે.

ઉલ્લેખનીય છે કે, સરકારના આ પગલા પર વિપક્ષે હુમલો કર્યો છે. તેઓ સરકારના આ નિર્ણયને ખેડૂત આંદોલન પર ચર્ચાના ડરની અસર ગણાવી રહ્યા છે. બીજી તરફ સરકાર કોરોનાને સત્ર ન બોલાવવા પાછળનું કારણ જણાવી રહી છે.

સંસદીય બાબતોના પ્રધાને આપ્યું નિવેદન

સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ કહ્યું છે કે, ‘કોરોના મહામારીમાં શિયાળાને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તાજેતરમાં દિલ્હીમાં કોરોના કેસમાં વધારો થયો છે. અત્યારે આપણે ડિસેમ્બરની મધ્યમાં છીએ અને ટૂંક સમયમાં કોરોના રસીની આશા રાખવામાં આવી રહી છે.

કોરોનાને કારણે નહીં યોજાય શિયાળું સત્ર

સરકારે શિયાળું સત્ર નહીં યોજવા પાછળનું મુખ્ય કારણ કોરોના મહામારી દર્શાવ્યું છે ત્યારે વિપક્ષે સરકાર પર નિશાન સાધ્યું હતું. કોંગ્રેસે કહ્યું કે, જ્યારે કોરોના કાળમાં બાકીના કામ થઇ રહ્યા છે તો સત્ર કેમ બોલાવવામાં આવી રહ્યું નથી.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ