ખેડૂત આંદોલન 71 દિવસ : ગાઝીપુર બોર્ડર પરથી ખિલ્લાબંધી હટાવાઈ, વીડિયો વાઈરલ થયા પછી દિલ્હી પોલીસે કરી આ ચોખવટ

1064
Published on: 6:27 pm, Thu, 4 February 21
ખેડૂત આંદોલન 71 દિવસ
  • વાઈરલ વીડિયોમાં એક વ્યક્તિ ખીલ્લા હટાવી રહેલો દેખાતો હતો 
  • ખિલ્લાઓ હટાવાઈ રહયાં નથી પરંતુ તેને ફરી ગોઠવવામાં આવી રહ્યાં છે- ડીસીપી દિપક યાદવ 
  • લોકોની સલામતી માટે અમે ખીલ્લાઓ ત્યાંથી હટાવીને બીજે ઠેકાણે લગાડી રહ્યાં છીએ. 

આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થયા બાદ દિલ્હી પોલીસને ખુલાસો પણ આપવો પડ્યો હતો.

દિલ્હી ઈસ્ટ ઝોનના ડીસીપી દિપક યાદવે જણાવ્યું કે ખિલ્લાઓ હટાવાઈ રહયાં નથી પરંતુ તેને ફરી ગોઠવવામાં આવી રહ્યાં છે. બોર્ડર પર સ્થિતિ પહેલા જેવી જ છે. તેમાં કોઈ ફેરફાર કરાયો ન થી. તેમણે કહ્યું કે સોશિયલ મીડિયા પર વીડિયો અને ફોટો શેર કરાઈ રહ્યાં કે ગાઝીપુર બોર્ડર પરથી ખિલ્લા હટાવાઈ રહ્યાં છે પરંતુ તે સત્ય નથી. ખિલ્લાઓને વ્યવસ્થિત કરાઈ રહ્યાં છે. ગાઝીપુરના રસ્તા પર ખિલ્લાઓ વાળવાનો પણ એક વીડિયો વાઈરલ થયો હતો.

લોકોની સલામતી માટે ખિલ્લા હટાવીને બીજે લગાડ્યા- દિલ્હી પોલીસ 

ડીસીપી યાદવે કહ્યું કે અગાઉ જે સ્થળે ખિલ્લા લગાડાયા હતા ત્યાં લોકો ભાગ્યેજ જતા હતા. પરંતુ હવે ત્યાં લોકો ભેગા થઈ રહ્યાં હોવાનું જણાઈ રહ્યું છે, અમને ડર લાગે છે કે ખિલ્લા તેમને માટે મોટી મુસીબત સર્જી શકે છે. તેથી લોકોની સલામતી માટે અમે ખીલ્લાઓ ત્યાંથી હટાવીને બીજે ઠેકાણે લગાડી રહ્યાં છીએ.

ખેડૂત આંદોલનના 71માં દિવસે દિલ્હી પોલીસ અને લાલ કિલ્લા પર હિંસા ભડકાવવામાં સામેલ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાંચે ગુરૂવારે જણાવ્યું કે ધરપકડ કરવામાં આવેલો ધર્મેન્દ્રસિંહ હરમન 26 જાન્યુઆરીએ ટ્રેક્ટર પરડે દરમિયાન પોતાની કારમાં બેસી ખેડૂતોને ઉશ્કેરી રહ્યો હતો. તે દિલ્હીના અર્જુન નગરનો રહેવાસી છે અને શાહીન બાગના પ્રદર્શન સમયે પણ ઘણો જ સક્રિય હતો.

આ દરમિયાન ગાઝીપુર બોર્ડ પર આજે પણ કડક સુરક્ષા વ્યવસ્થા છે. જોકે દિલ્હી પોલીસે ખિલ્લા અને કાંટાળી તારની લાઈનો ઢીલી કરવાની શરૂઆત કરી દીધી છે. દિલ્હી પોલીસનું કહેવું છે કે, આ ફરીથી લગાવવામાં આવશે. એટલે કે હવે સ્પષ્ટ નથી કે ગાજીપુર બોર્ડરની સુરક્ષા વ્યવસ્થા ઓછી કરવામાં આવશે કે નહીં. જોકે દિલ્હી પોલીસ સૂત્રોનું કહેવું છે કે, અમુક જગ્યા પર ખિલ્લાની રિ-પોઝીશનિંગ કરવામાં આવશે.

Image result for farmers protest latest pic

ખેડૂત નેતા બોલ્યા- હવે મંત્રીઓ સાથે વાત નહીં કરીએ, PM આગળ આવે
કિસાન આંદોલન તેજ કરવા માટે બુધવારે હરિયાણાના જીંદ જિલ્લાના કંડેલા ગામમાં બુધવારે કિસાન મહાપંચાયત મળી હતી. જેમાં ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા રાકેશ ટિકેતે કહ્યું હતું, ‘હવે કૃષિ મંત્રી કે પછી કોઈ અન્ય મંત્રી સાથે વાતચીત નહીં કરીએ. હવે વડાપ્રધાન અને ગૃહ મંત્રીને વાતચીત માટે આગળ આવવું પડશે.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ