ખેડૂત આંદોલનનો 69મો દિવસ : સિંઘૂ, ગાજીપુર અને ટિકરી બોર્ડર પર પોલીસની કિલ્લેબંધી, રસ્તા પર ખીલ્લા પાથર્યા,

1830
Published on: 3:40 pm, Tue, 2 February 21
ખેડૂત આંદોલનનો 69મો દિવસ

ખેડૂત આંદોલન વચ્ચે દિલ્લીની સરહદો પર આકરી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. દિલ્લી હિંસાનું પુનરાવર્તન ન થાય તે માટે પોલીસ અત્યારથી જ એલર્ટ મોડ પર છે. પોલીસે દિલ્લી સરહદે સુરક્ષા વ્યવસ્થા તો મજબૂત કરી દીધી છે. બોર્ડર પર રસ્તો પણ ખોદી નાખ્યો છે. JCBથી રસ્તો ખોદવાની સાથે પોલીસે સિંધુ, ટીકરી અને ગાજીપુર બોર્ડર પર અનેક લેયરના બેરિકેડ લગાવી દીધા છે અને ટીકરી બોર્ડર પર પોલીસે રસ્તામાં અણીદાર ખીલ્લા પાથરી દીધા છે.

શિવસેના નેતા સંજય રાઉત બપોરે ગાજીપુર બોર્ડર પહોંચશે. અનેક રાજનેતાઓ ખેડૂત આંદોલનને સમર્થન આપવા ગાજીપુર બોર્ડર ગયા છે, ત્યારે હવે શિવસેના પણ ખુલ્લી રીતે ખેડૂત આંદોલનને સમર્થન કરી રહી છે. આજે સંસદમાં ખેડૂતોના મુદ્દા પર હોબાળો થઇ શકે છે. વિપક્ષ તરફથી કૃષિ કાયદાઓ, દિલ્લી હિંસા સહિત અનેક મુદ્દાઓ ઉઠાવવામાં આવી શકે છે.

કૃષિ કાયદા વિરુદ્ધ પ્રદર્શન કરતા ખેડૂતોની નારાજગી ઓછું થવાનું નામ નથી લેતી. મંગળવારે એટલે કે 2જી ફેબ્રુઆરીએ ખેડૂત સંગઠન અને સરકાર વચ્ચે 13મા તબક્કાની વાતચીત થવાની છે. 12 વખત થયેલી વાતચીતમાં કોઈ પરિણામ આવ્યું નથી. ખેડૂતો કાયદો પરત લેવાની જીદ પર અડ્યા છે.

દિલ્હી સીમા: રસ્તાઓ પર ખિલ્લા પાથર્યા, સિમેન્ટની દીવાલો ઊભી કરી
કૃષિ કાયદાના વિરોધમાં અલગ-અલગ રાજ્યોથી ખેડૂતો રોજ દિલ્હી સીમાઓ પર પહોંચી રહ્યા છે. પ્રદર્શનકારીઓ દિલ્હીમાં ઘૂસી ન શકે એ માટે પોલીસ ઘણી વ્યવસ્થા કરી રહી છે. સિંધુ, ટીકરી બોર્ડર પર બેરિકેડિંગ કરવામાં આવી રહ્યું છે. દિલ્હી-હરિયાણાને જોડતા સિંધુમાં 4 લેયર બેરિકેડિંગ સાથે સિમેન્ટની દીવાલો વચ્ચે લોખંડના સળિયા પણ લગાવવામાં આવ્યા છે.

બીજી બાજુ, ખેડૂત સંગઠને જાહેરાત કરી દીધી છે કે 6 ફેબ્રુઆરીએ નેશનલ અને સ્ટેટ હાઈવેને જામ કરવામાં આવશે. ભારતીય કિસાન મોર્ચાના નેતા બલવીર સિંહ રાજેવાલે કહ્યું છે કે શનિવારે બપોરે 12થી 3 વાગ્યા સુધીમાં નેશનલ અને સ્ટેટ હાઈવેને બ્લોક કરવામાં આવશે. આ દરમિયાન સંયુક્ત કિસાન મોર્ચા (SMU)એ કહ્યું છે કે 128 લોકોની દિલ્હી પોલીસે ધરપકડ કરી છે, તેમની કાયદાકીય મદદ માટે કમિટી બનાવવામાં આવી છે.

હરિયાણામાં સાંજે 5 વાગ્યા સુધી ઈન્ટરનેટ બંધ
હરિયાણાની ખટ્ટર સરકારે 2 ફેબ્રુઆરીએ કોઈ ગરબડ થવાની શક્યતાએ 7 જિલ્લામાં સાંજે 5 વાગ્યા સુધી ઈન્ટરનેટ, SMS અને ડોંગલ સર્વિસ બંધ રાખવાની જાહેરાત કરી છે. જે જિલ્લામાં ઈન્ટરનેટ બંધ હશે તેમાં કૈથલ, પાનીપત, જિંદ, રોહતક, ચરખી દાદરી, સોનીપત અને જઝ્ઝર સામેલ છે.

રસ્તાઓ પર ખિલ્લા પાથર્યાસિમેન્ટની દીવાલો ઊભી કરી

કૃષિ કાયદાના વિરોધમાં અલગ-અલગ રાજ્યોથી ખેડૂતો રોજ દિલ્હી સીમાઓ પર પહોંચી રહ્યા છે. પ્રદર્શનકારીઓ દિલ્હીમાં ઘૂસી ન શકે એ માટે પોલીસ ઘણી વ્યવસ્થા કરી રહી છે. સિંધુ, ટીકરી બોર્ડર પર બેરિકેડિંગ કરવામાં આવી રહ્યું છે. દિલ્હી-હરિયાણાને જોડતા સિંધુમાં 4 લેયર બેરિકેડિંગ સાથે સિમેન્ટની દીવાલો વચ્ચે લોખંડના સળિયા પણ લગાવવામાં આવ્યા છે.

ખેડૂતોને પગે ચાલતા રોકવા માટે કાંટવાળા તાર લગાવવામાં આવ્યા

દિલ્હી હરિયાણા સીમા પર રાજમાર્ગના એક અન્ય ભાગમાં જામ કરી દેવામાં આવ્યો છે અને ત્યાં સિમેન્ટની અસ્થાયી દિવાલ ઉભી કરવામાં આવી છે. દિલ્હી – ઉત્તર પ્રદેશની સીમા પર ગાજીપુરમાં વાહનોની અવરજવર રોકવા માટે અનેક સ્તરીય બેરીકેડ લગાવવામાં આવ્યા છે. ખેડૂતોને પગે ચાલતા રોકવા માટે કાંટવાળા તાર લગાવવામાં આવ્યા છે.

ઘણી સંખ્યામાં ખેડૂતો અહીં પહોંચી રહ્યા 

ભારતીય ખેડૂત યુનિયનના સભ્યો અને તેમના નેતા રાકેશ ટિકૈતે ગાજીપુર યુપી ગેટ પર અડેવા રહેવા અને ટિકેતની ભાવનાત્મક અપીલ બાદ રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડથી ઘણી સંખ્યામાં ખેડૂતો અહીં પહોંચી રહ્યા છે. પ્રદર્શનકારીઓઓ નવેમ્બરથી દિલ્હી- મેરઠ રાજમાર્ગના એક હિસ્સા પર કાબિજ છે.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ