ખેડૂતોએ તો હવે રસ્તા પર ઊભો કરી દીધો મોલ, તસવીરો જોઈને દંગ રહી જશો, આક્રોશ અંબાણી સુધી

2113
Published on: 7:26 pm, Fri, 25 December 20

ખેડૂત આંદોલન

કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હીમાં છેલ્લા એક મહિનાથી આંદોલન કરવામાં આવી રહ્યું છે ત્યારે આંદોલનના સ્થળ પર જ હવે મોલ પણ બનાવી દેવામાં આવ્યો છે.

કૃષિ કાયદાને લઈને દેશભરમાં આંદોલન થઈ રહ્યા છે અને કેન્દ્ર સરકાર સાથે વિવાદ વધી રહયો છે ત્યારે દિલ્હીની હાડ થિજવતી ઠંડીની વચ્ચે ખેડૂતો અડગ છે અને એક મહિનાથી આ આંદોલન ચાલી રહ્યો છે. એવામાં ખેડૂતોનું આંદોલન સારી રીતે ચાલે તે માટે ઘણા બધા સંગઠનો દ્વારા મદદ કરવામાં આવે છે ત્યારે આવી ઘણી તસવીરો દેશભરમાં વાયરલ થઈ હતી.

ખેડૂતોના રહેવા અને જમવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે ત્યારે હવે એક સંસ્થા દ્વારા તો હવે કિસાન મોલ શરૂ કરવામાં આવ્યો છે. આ મોલની ખાસ વાત છે કે તેમાં ખેડૂતોને જરૂરી સમાન મળી રહેશે અને તે પણ મફતમાં.

બુધવારે જ આ કિસાન મોલ શરૂ કરવામાં આવ્યો છે અને પહેલા જ દિવસે અહિયાં સાડા ત્રણ ખેડૂતો પહોંચ્યા હતા. આ સંસ્થાના ડાયરેક્ટર અમરપ્રીત સિંહે આ મોલ સવારે 9થી 5 સુધી ખુલ્લુ રહેશે અને અહિયાં ટુથબ્રશ, ટુથપેસ્ટ, સાબુ, તેલ શેમ્પૂ, વેસલીન, મફલર, થર્મલ સૂટ, સાલ અને ધાબળા જેવી વસ્તુ આપવામાં આવી રહી છે. આ મોલમાં મળતી બધી જ વસ્તુઑ મફતમાં આપવામાં આવે છે.

નોંધનીય છે કે આ મોલમાં હજુ પણ વસ્તુઓ વધારવામાં આવે તે માટે લોકોની સલાહ લેવામાં આવી રહી છે અને મહિલાઑ માટે વસ્તુઑ મંગવવાની તૈયારી કરવામાં આવી છે. આ સિવાય આ પહેલા વિવિધ સંસ્થાઑ દ્વારા ખેડૂતો માટે ટોઇલેટ, મસાજના મશીન, રોટલી બનાવવાના મશીન પણ આપવામાં આવ્યા હતા જેની તસવીર દેશભરમાં વાયરલ થઈ હતી.

નોંધનીય છે કે કેન્દ્ર સરકાર દ્વારા 3 નવા કૃષિ કાયદા બનાવવામાં આવ્યા છે જેનો દેશના ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.  ઘણા બધા ખેડૂતો અત્યારે રસ્તા જામ કરીને બેઠા છે. દિલ્હીની થરથરતી ઠંડીમાં એક મહિનાથી આ આંદોલન કરવામાં આવી રહ્યો છે અને સરકાર સતત વાતચીત માટે આમંત્રણ આપી રહી છે. ગઈકાલે પણ ખેડૂતોને પત્ર લખીને વાતચીત માટે બોલાવવામાં આવ્યા હતા જોકે ખેડૂતો આગામી સમયમાં શું નિર્ણય લેશે તેના પર હજુ તસવીર સાફ થઈ શકી નથી.

પંજાબ અને હરિયાણાના અલગ-અલગ જિલ્લામાં રિલાયન્સ જિયોના ટાવરના વીજળી કનેક્શન કાપી નાખવામાં આવ્યા હતા. હરિયાણાના સિરસા સહિત અન્ય જિલ્લામાં ગ્રામીણ જીયો ટાવરના વીજળી કનેક્શન કાપીને વિરોધ વ્યક્ત કર્યો હતો. જો કે, આ મામલે રિલાયન્સ જીયો દ્વારા સત્તાવાર રીતે કોઇ જ ટિપ્પણી કરવામાં આવી નથી. આપને જણાવી જઇએ કે, ખેડૂત આંદોલનને કારણે જીયો સામે પડકાર વધ્યો છે.

જીયોએ લગાવ્યો આક્ષેપ
ઉલ્લેખનીય છે કે, જીયોએ પોતાની હરીફ કંપની એરટેલ, વોડાફોન અને આઇડિયા પર ખેડૂતોને ભડકાવી રહી હોય તેવો આરોપ લગાવ્યો હતો. આરોપ પ્રમાણે એરટેલ અને વીઆઇએલ એવો દાવો કરી રહી છે કે, જીયોના મોબાઇલ નંબર તેમના નેટવર્ક પર પોર્ટ કરવો એ ખેડૂત આંદોલનને સમર્થન છે.

નવા મોબાઇલ ગ્રાહકો જોડવા મુદ્દે એકવાર ફરીથી રિલાયન્સ જીયોએ સુનિલ મીત્તલની એરટેલને પાછળ છોડી છે. આ ઘટના સતત બીજા મહિને બની છેય આ પહેલા સપ્ટેમ્બરમાં પણ એરટેલને પછાડીને જીયો આગળ નીકળ્યું હતું.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ