ખેડૂત આંદોલનનો 23મો દિવસ : વિપક્ષને હાથ જોડીને કહું છું ખેડૂતોને ભરમાવો નહીં, ખેડૂતો સાથે

2103
Published on: 5:44 pm, Fri, 18 December 20

ખેડૂત આંદોલન

પીએમ મોદીએ ખેડૂતોને સંદેશ આપતા કહ્યું કે જો કોઇ પણને આશંકા છે, તો અમે નતમસ્તક હાથ જોડીને દરેક મુદ્દા પર વાત કરવા તૈયાર છીએ. દેશના ખેડૂતો, ખેડૂતોનું હિત અમારા માટે સર્વોચ્ચ છે. પીએમ મોદીએ કહ્યું 25 ડિસેમ્બરના રોજ એકવાર ફરી દેશના ખેડૂતો સાથે સંવાદ કરીશ

ન MSP બંધ થશે ન ખતમ : PM મોદી

PM મોદીએ સંબોધન દરમ્યાન કહ્યું MSP ક્યારેય બંધ થવાની નથી કે ખતમ પણ થવાની નથી. જો MSP ખતમ જ કરવી હોત તો પછી સ્વામિનાથન કમિશન લાગુ જ કેમ કર્યુ હોત. ખેડૂતોના હિતની વાતો કરનારા લોકો, ખોટા આંસુ સારનારા લોકો કેવા છે, તેનો પુરાવો સ્વામીનાથન કમિશનનો અહેવાલ છે. આ લોકોએ આ અહેવાલ 8 વર્ષ સુધી દબાવીને બેસી રહ્યા.

અગાઉની સરકારને લાગ્યું કે ખેડૂતો પર વધારે ખર્ચ કરવો પડ્યો નથી, તેથી અહેવાલને દબાવીને રાખ્યો. અમારી સરકાર ખેડૂતોને અન્નદાતા માને છે. અમે સ્વામિનાથન કમિશનનો અહેવાલ નીકાળ્યો. ખેડુતોને દોઢ ગણું MSP આપ્યું. ખેડુતો સાથે છેતરપિંડીનું ઉદાહરણ દેવું માફીનું વચન છે.મધ્યપ્રદેશમાં ચૂંટણી પહેલા કહેવાતું હતું કે દેવુંમાફ કરી દઇશું, પરંતુ કશું થયું નહીં. રાજસ્થાનના લાખો ખેડુતો હજી પણ દેવા માફીની રાહ જોઈ રહ્યા છે. મને લાગે છે કે નિર્દોષ ખેડૂતોની સાથે આટલી હદ સુધી છળ- કપટ કેવી રીતે કરી શકે.

ત્રણ નવા ખેડૂત કાયદાના વિરોધમાં ખેડૂત આંદોલનનો આજે 23મો દિવસ છે. સરકાર ખેડૂત કાયદાને પાછા લેવાની માગ પર અડગ છે. આ બધાની વચ્ચે સરકાર અલગ અલગ રીતે ખેડૂતોને સમજાવવામાં લાગી ગઈ છે. સિંધુ બોર્ડર પર આંદોલન કરી રહેલા ખેડૂતોએ કહ્યું, વડાપ્રધાને તેમની સાથે વાત કરવી જોઈએ. કૃષિ કાયદા વિરુદ્ધ પોતાની લડાઈ નહીં છોડે.

farmer protest chipko movement leader extends support to farmers

અપડેટ્સ
ચિપકો આંદોલનના નેતા સુંદરલાલ બહુગુણાએ ખેડૂત આંદોલનને સમર્થન આપ્યું છે. બહુગુણાએ વીડિયો રિલીઝ કરીને કહ્યું- હું અન્નાદાતાઓની માગનું સમર્થન કરું છું. દેશની ખાદ્ય સુરક્ષા આપવામાં ખેડૂત દેશના અસલી હીરો છે.

દિલ્હીની સિંધુ બોર્ડર પર આંદોલન કરી રહેલા ખેડૂતોએ કહ્યું, વડાપ્રધાને ખેડૂતો સાથે વાત કરવી જોઈએ. ખેડૂત કાયદા વિરુદ્ધ પોતાની લડાઈ નહીં છોડે.

ખેડૂતોનું કહેવું છે કે તે કૃષિ કાયદા વિરુદ્ધ લાંબી લડાઈની તૈયારી કરી રહ્યા છે. ઠંડીને ધ્યાનમાં રાખીને વધુ ટેન્ટ લગાવી રહ્યા છે

ઉદ્યોગ સંગઠન FICCIએ કહ્યું હતું કે ખેડૂત આંદોલનને કારણે નોધર્ન રીઝનની ઈકોનોમીને દરરોજ 3000 કરોડ રૂપિયાનું નુકસાન થવાનો અંદાજ છે.

મોદીની અપીલ- કૃષિમંત્રીની ચિઠ્ઠી જરૂર વાંચજો
2 દિવસ પહેલાં જ કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરે ગ્વાલિયરમાં ખેડૂત સંમેલનને સંબોધિત કર્યું હતું. તેમણે કહ્યું હતું કે નવા કાયદા ખેડૂતોના ફાયદા માટે છે. તોમરે ગુરુવારે ખેડૂતોના નામે ચિઠ્ઠી પણ લખી હતી, જેમાં ન્યૂનતમ સમર્થન મૂલ્ય(MSP) સહિત અન્ય ચિંતાઓ પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. મોદીએ ખેડૂતો સાથે સાથે આખા દેશને તોમરની ચિઠ્ઠી વાંચવા માટે અપીલ કરી, એને સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી.

સુપ્રીમ કોર્ટે કહ્યું- સરકાર કાયદો હોલ્ડ કરવાનો રસ્તો વિચારે
ખેડૂતોને રસ્તા પરથી હટાવવાની અરજી અંગે સુપ્રીમ કોર્ટમાં ગુરુવારે સતત બીજા દિવસે સુનાવણી થઈ. કોર્ટે કહ્યું હતું કે ખેડૂતોને વિરોધ કરવાનો અધિકાર છે, પણ કોઈની સંપત્તિ અથવા કોઈના જીવને જોખમ ન થવું જોઈએ, સાથે જ સલાહ આપી કે વિરોધની પદ્ધતિમાં ફેરફાર કરો, કોઈ શહેરને જામ ન કરી શકાય. કોર્ટે સરકારને પણ પૂછ્યું કે આ મામલાની સુનાવણી પૂરી થાય ત્યાં સુધી શું તમે ખેડૂત કાયદાને અટકાવી શકો છો?

farmers protesting against farm laws in sambhal gets notice of fifty lakh police says will revise

રાતોરાત નથી આવ્યા આ કાયદા : PM મોદી

પ્રધાનમંત્રીએ કહ્યું કે, છેલ્લા 20-22 વર્ષથી દરેક સરકારે આ વિશે વિસ્તૃત ચર્ચા કરી છે. ઓછામાં ઓછી બધી સંસ્થાઓએ આ વિશે ચર્ચા કરી છે. દેશના ખેડૂતો, ખેડૂત સંગઠનો, કૃષિ નિષ્ણાંતો, કૃષિ અર્થશાસ્ત્રીઓ, કૃષિ વૈજ્ઞાનિકો, પ્રગતિશીલ ખેડૂતો પણ સતત કૃષિમાં સુધારો કરવાની માંગ કરી રહ્યા છે.

નવા કાયદા પછી એક પણ બજાર બંધ કરાયું નથી. તો પછી આ જૂઠ્ઠાણું કેમ ફેલાવવામાં આવી રહ્યું છે? સત્ય એ છે કે અમારી સરકાર APMCના આધુનિકીકરણ, તેમના કમ્પ્યુટરકરણ પર 500 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરી રહી છે. તો પછી  બંધ થવાની આ વાત ક્યાંથી આવી?

મને ક્રેડિટ નથી જોઈતો, હું ખેડૂતોનું ભલું ઈચ્છું છુ : PM મોદી

પીએમ મોદીએ કહ્યું કે જેઓ તેમના મેનિફોસ્ટોમાં આ સુધારાની હિમાયત કરતા હતા, પરંતુ તેનો અમલ કદી કર્યો નહીં. પીએમ મોદીએ કહ્યું કે, જો પક્ષોનો જૂનો ચૂંટણી ઢંઢેરો, કૃષિ ક્ષેત્રને સંભાળતા લોકોના પત્ર જોવામાં આવે તો નવા કૃષિ સુધારણામાં પણ આ જ કરવામાં આવ્યું છે. આજે મોદીએ તે કેમ કરી દીધું તેનાથી વિરોધીઓ પરેશાન છે.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ