શાંતિ પ્રદર્શન બન્યું હિંસક, ખેડૂતો લાલકિલ્લા પર પહોંચતા RAFની ટુકડી મોકલાઇ, ઝંડો ફરકાવવાનો પ્રયાસ..

4010
Published on: 3:02 pm, Tue, 26 January 21
નવા કૃષિ ખેડૂત આંદોલન 

નવા કૃષિ કાયદાઓના વિરોધમાં ગણતંત્ર દિવસે  ટ્રેક્ટર પરેડ  યોજવા દરમિયાન કેટલાક સ્થળે પોલીસ અને પ્રદર્શનકારી ખેડૂ તો ની વચ્ચે ઘર્ષણ પણ જોવા મળ્યું. કેટલાક પ્રદર્શનકારી લાલ કિલ્લા સુધી પહોંચી ગયા હતા. જે પૈકી કેટલાકે લાલ કિલ્લાની અંદર ઘૂસી પોતાનો ઝંડો ફરકાવવાનો પ્રયાસ કર્યો

દિલ્હીમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કરી રહેલા પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે આઇટીઓ પર ઘર્ષણ જોવા મળ્યું. આ દરમિયાન લગભગ બે ડઝન ટ્રેક્ટરમાં સવાર હજારો પ્રદર્શનકારી લાલ કિલ્લા પરિસરમાં પહોંચી ગયા અને ત્યાં પ્રદર્શન કરવા લાગ્યા. આ દરમિયાન કેટલાક પ્રદર્શનકારીઓ લાલ કિલ્લામાં ઘૂસીને ઝંડો ફરકાવવાનો પ્રયાસ કર્યો.

 દિલ્હીની સરહદે આવેલા સિંઘુ, ટિકરી અને ગાજીપુર બોર્ડર પર પ્રદર્શન કરી રહેલા ખેડૂતોના કેટલાક સમૂહ મંગળવારે પોલીસના બેરિકેડ્સને તોડીને દિલ્હીમાં પ્રવેશી ગયા. અહીં અનેક દિવસોથી કેન્દ્રના ત્રણ નવા કાયદાઓની વિરુદ્ધ ખેડૂતો પ્રદર્શન કરી રહ્યા છે. અધિકારીઓએ આપેલી જાણકારી અનુસાર સુરક્ષાકર્મીઓએ ખેડૂતોને સમજાવવાનો પ્રયાસ કર્યો અને કહ્યું કે રાજપથ પર ગણતંત્ર દિવસ પરેડને ખતમ થયા બાદ તેમને દિલ્હીમાં ટ્રેક્ટર પરેડની મંજૂરી આપવામાં આવી છે. અધિકારીએ કહ્યું કે, પરંતુ ખેડુતોના કેટલાક સમૂહ માન્યા નહીં અને પોલીસના બેરિકે્ડસ તોડીને આઉટર રિંગ રોડ તરફ આગળ વધવા લાગ્યા.

લાલ કિલ્લા ખાતે પહોંચેલા ખેડૂતોને પોલીસ સમજાવીને ત્યાંથી જવાની અપીલ કરી રહી છે. ખેડૂત લાલ કિલ્લાની બહાર પણ એકત્ર થયેલા છે. આ પહેલા લાલ કિલ્લાની પાસે આઇટીઓ ચોક પર ખેડૂતોને રોકવા માટે પોલીસે પ્રયાસ કર્યો. પરંતુ ખેડૂતો લાલ કિલ્લે જવા માટે અડગ રહ્યા. આઇટીઓ પર પોલીસ અને ખેડૂતોની વચ્ચે ઘર્ષણ થઈ રહ્યું છે.

સંજય ગાંધી ટ્રાન્સપોર્ટ નગરમાં ખેડૂતોને વિખેરવા પોલીસે ટીયર ગેસનો ઉપયોગ કર્યો હતો. સિંઘુ બોર્ડરથી ખેડુતોની ટ્રેક્ટર રેલી અહીં આવી હતી. તે જ સમયે, સિંઘુ બોર્ડરથી કિસાન મજૂર સંઘર્ષ સમિતિના અધ્યક્ષ સત્નામસિંહ પન્નુએ કહ્યું છે કે અમે શાંતિપૂર્ણ રીતે જઈશું અને પાછા આવીશું. અમારે રિંગરોડ જવું છે પણ પોલીસ અટકાવી રહી છે. 30-45 મિનિટનો સમય આપવામાં આવે છે ત્યાં સુધી આપણે અહીં બેસીને નિર્ણય કરીશું.

 બીજી તરફ, દિલ્હીના મુકરબા ચોક પર ખેડૂતોએ એક પોલીસ વાહન પર સવાર થઈને બેરિકેડિંગ હટાવતા જોવા મળ્યા. તેની સાથોસાથ ખેડૂતોએ પાંડવ નગરની પાસે દિલ્હી-મેરઠ એક્સપ્રેસવે પર પોલીસ બેરિકેડિંગને ધકેલ્યા અને પાડી દીધા.

રાષ્ટ્રીય રાજધાનીના સરહદ બિંદુઓ પર, ટ્રેકટરોનું ટોળું હતું અને તમામ ટ્રેક્ટર ઉપર ધ્વજ ફરકી રહ્યા હતા. અને તેમાં સવાર પુરુષો અને મહિલાઓ ડ્રમ્સની થપ્પી પર નાચતા હતા. રસ્તાની બંને બાજુ ઉભા રહેલા સ્થાનિકોનએ ફૂલોથી તેમનું સ્વાગત કર્યું હતું. તે જ સમયે, સુરક્ષા કર્મચારીઓ ખેડૂતને સમજાવી રહ્યા હતા કે પ્રજાસત્તાક દિનની પરેડ પૂરી થયા બાદ નિર્ધારિત સમયે રાજપથ ખાતે પરેડ કાઢે.

પોલીસ દ્વારા છોડાયા ટીયર ગેસ

પૂર્વ અને ઉત્તર પૂર્વ દિલ્હીથી મધ્ય દિલ્હી તરફ જતા તમામ રસ્તાઓ પોલીસે બંધ કરી દીધા છે. કોઈ પરિવહનની મંજૂરી નથી. તે જ સમયે, આઈટીઓ પર પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ ચાલુ છે. પોલીસ દ્વારા ટીયર ગેસના શેલ ચલાવવામાં આવી રહ્યા છે. ખેડુતો હજી ઉભા છે.

પોલીસે કર્યો લાઠી ચાર્જ

પોલીસે લાલ કિલ્લા અને ઇન્ડિયા ગેટ તરફ જતા ખેડૂતો પર લાઠીચાર્જ કર્યો છે. આ સાથે અશ્રુ ગેસના શેલ પણ સતત છોડવામાં આવી રહ્યા છે. પોલીસે હાલ ખેડુતોને પાછળ ધકેલી દીધા છે, પરંતુ ખેડુતો હજી પણ આઇટીઓ પર ઉભા છે. પ્રજાસત્તાક દિનની સુરક્ષા માટે તૈનાત પોલીસ કર્મચારી પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે. આ સાથે ખેડૂતોની સંખ્યા પણ વધી રહી છે.

ખેડૂતોની ટ્રેક્ટર પરેડ : જેનો ભય હતો તે જ થયું 

– ગાઝીપુર બોર્ડર નજીક બેરિકેડમાં તોડફોડ
– અક્ષરધામ-નોઈડા પાસે અથડામણ
– નોઈડા-અથડામણમાં બોર્ડર પર મોટી અથડામણ
– કેટલાક સ્થળે છૂટાછવાયા ઝઘડાઓનાં, ખેડૂતોએ વાહનોમાં તોડફોડ કરી
– ખેડૂતોએ એનઓસીના 37 નિયમોનું ઉલ્લંઘન કર્યું
– પોલીસ અનેક જગ્યાએ બળનો ઉપયોગ કરી રહી છે, ટીયર ગેસના શેલ પણ છોડવામાં આવ્યા
– ખેડુતો આઇટીઓ સુધી પણ પહોંચી ગયા છે

ખેડૂત આંદોલન ઘણાં દિવસોથી પૂરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે ગણતંત્ર દિવસ પર ખેડૂતોએ ટ્રેક્ટર રેલી યોજી છે અને તેમણે સમય પહેલા આવીને સિંધુ અને ટિકરી બોર્ડર પર તૈનાત બેરિકેડ્સ તોડી પાડ્યા, જેનાં લીધે હંગામો મચી ગયો છે. ખેડૂતોની આ રેલીમાં તેઓ ઘોડા પર સવાર થયેલા પણ જોવા મળ્યા. જ્યારે બેરિકેડ્સ તુટ્યા ત્યારે ખેડૂતો ઘોડા પર સવાર થઈને દિલ્હીમાં પ્રવેશ્યા હતા. જેનો એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

 નવી દિલ્હીઃ નવા કૃષિ કાયદાઓના વિરોધમાં ગણતંત્ર દિવસે (Republic Day 202) ટ્રેક્ટર પરેડ (Farmers Tractor Parade) યોજવા દરમિયાન કેટલાક સ્થળે પોલીસ (Delhi) અને પ્રદર્શનકારી ખેડૂતો (Protester Farmers)ની વચ્ચે ઘર્ષણ પણ જોવા મળ્યું. કેટલાક પ્રદર્શનકારી લાલ કિલ્લા (Red Fort) સુધી પહોંચી ગયા હતા. જે પૈકી કેટલાકે લાલ કિલ્લાની અંદર ઘૂસી પોતાનો ઝંડો ફરકાવવાનો પ્રયાસ કર્યો.

પોલીસનાં અવરોધકોને તોડી ખેડૂત દિલ્હીમાં પ્રવેશ્યા

ઉલ્લેખનીય છે કે રાજધાનીની સિંધુ અને ટિકરી બોર્ડર પર પ્રદર્શન કરી રહેલા ખેડૂતોનું સમૂહ મંગળવારે પોલીસનાં અવરોધકોને તોડીને દિલ્હીમાં પ્રવેશ્યા છે. ત્યારબાદ ખેડૂતો ઘણાં લાંબા સમય સુધી મુકરબા ચોક પર બેસી રહ્યા પણ પછી થોડી વાર રહીને તેમણે ત્યાં લગાવેલા બેરિકેડ અને સિમેન્ટનાં અવરોધોને તોડી પાડવાના પ્રયત્નો કર્યાં.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ