કૃષિ કાયદા
ત્રણ નવા કૃષિ કાયદાઓને પડકાર આપતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં સતત બીજા દિવસે સુનાવણી ચાલી રહી છે. સુપ્રીમ કોર્ટે ત્રણેય કૃષિ કાયદાના અમલ પર પ્રતિબંધ લગાવ્યો છે. ખેડૂતો સાથે વાતચીત માટે 4 સભ્યની કમિટી બનાવવામાં આવી છે.
આ પહેલાંની ચર્ચા દરમિયાન પિટિશનર એમએલ શર્માએ કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટ તરફથી બનનારી કમિટી સામે હાજર થવાની ખેડૂતોએ ઈનકાર કરી દીધો હતો.કેન્દ્ર સરકાર દ્વારા પાસ કરવામાં આવેલા ત્રણ કૃષિ કાયદા ને લાગુ કરવા પર સુપ્રીમ કોર્ટ એ રોક લગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે મંગળવારે આ ચુકાદો આપવાની સાથે જ આ મામલાને ઉકેલવા માટે કમિટીની રચના કરી દીધી છે. આ કમિટીમાં કુલ ચાર લોકો સામેલ હશે, જેમાં ભારતીય કિસાન યૂનિયનના જિતેન્દ્ર સિંહ માન, ડૉ. પ્રમોદ કુમાર જોશી, અશોક ગુલાટી (કૃષિ વિેશેષજ્ઞ) અને અનિલ શેતકારી સામેલ છે. સરકાર અને ખેડૂતોની વચ્ચે લાંબા સમયથી ચાલી આવી રહેલી મંત્રણાઓથી ઉકેલ ન શોધાતા સુપ્રીમ કોર્ટે આ નિર્ણય લીધી છે.
સુનાવણીની લાંબી પ્રક્રિયા બાદ અંતે સુપ્રીમ કોર્ટે મોદી સરકારના નવા કૃષિ કાયદાઓના લાગુ કરવા પર હાલ રોક લગાવી દીધી છે. CJIએ કહ્યું કે આ રોક અનિશ્ચિતકાળ માટે છે. કોર્ટે ખેડૂતોની સમસ્યાઓ અને સરકારની સાથે ગતિરોધને ઉકેલવા માટે 4 સભ્યોની કમિટી પણ બનાવી દીધી છે.
ચીફ જસ્ટિસ: અમે કાયદાના અમલને અત્યારે સસ્પેન્ડ કરવા માગીએ છીએ, પરંતુ ટેમ્પરરી બેઝ્ડ પર નહીં. અમે કમિટીમાં વિશ્વાસ કરીએ છીએ અને અમે એને બનાવીશું. આ કમિટી ન્યાયિક પ્રક્રિયાનો ભાગ બનશે. કમિટી એટલા માટે બનશે, જેથી તસવીર સ્પષ્ટ રીતે સમજી શકાય.
અમે એ દલીલ પણ સાંભળવા નથી માગતા કે ખેડૂતો આ કમિટી પાસે નહીં જાય. અમે મુદ્દાનો ઉકેલ ઈચ્છીએ છીએ. જો ખેડૂત હેતુ વગરનું આંદોલન કરવા માગે છે તો કરે, પરંતુ જે પણ વ્યક્તિ મુદ્દાનો ઉકેલ લાવવા માગે છે એ આ કમિટી પાસે જશે. કમિટી કોઈને સજા નહીં આપી શકે, ન તો આદેશ જાહેર કરી શકશે. તે માત્ર અમને રિપોર્ટ આપશે. આ રાજકારણ નથી. રાજનીતિ અને જ્યુડિશિયરીમાં ફરક છે. તમારે કો-ઓપરેટ કરવાનું રહેશે.
ખેડૂતોની દલીલ
- કોર્ટ જ અમારી અંતિમ ઉમ્મીદ છે
- ત્રણેય કૃષિ કાયદા રદ કરવા જોઇએ
- બેઠકમાં PM મોદી કેમ નથી આવતા?
- વૃદ્ધ, મહિલા અને બાળકો આંદોલનમાં ભાગ નહીં લે
- ખેડૂત કાલની જગ્યાએ આજે જ મરવા તૈયાર છે
- કાયદો રદ કરવામાં આવે, અમે કમિટીની સામે નથી જવા માગતા
- જમીન કોર્પોરેટને આપવાની તૈયારી થઇ રહી છે
કોર્ટે શું કહ્યું?
- અમે સાંભળ્યુ કે ગણતંત્ર દિવસમાં અડચણ લાવવાની તૈયારી કરી રહ્યો છો
- કાયદાના અમલને સ્થગિત કરવું અમારા હાથમાં છે
- કૃષિ મંત્રીનો વિભાગ છે, અમે PM મોદીને ન કહી શકીએ કે તેઓ બેઠકમાં ભાગ લે
- અમે તમારું નિવેદન રેકોર્ડ પર લઇ રહ્યાં છીએ
- અમે આ કેસને જીવન અને મૃત્યની રીતે નથી જોઇ રહ્યા
- અમારી સામે કાયદાની વૈધતાનો સવાલ, બાકી મુદ્દા કમિટીના સામે
- અંતરિમ આદેશમાં કહીશું કે જમીનને લઇ કોઇ કોન્ટ્રાક્ટ નહીં થાય
બધાની નજર કોર્ટ પર છે :
સોમવારે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ઠપકો આપ્યો હતો, સાથે સાથે ખેડૂત આંદોલનનું જે પ્રકારનું સરકાર સંચાલન કર્યું હતું તેના પર નારાજગી વ્યક્ત કરી હતી. આવી સ્થિતિમાં કોર્ટે કહ્યું છે કે હવે તેઓ તેનો નિર્ણય લેશે, એટલે જ પાછલા દિવસે નામોની સમિતિ માટે માંગવામાં આવી હતી. સમિતિ કોઈ નિર્ણય નહીં આપે ત્યાં સુધી કાયદો લાગુ થતાં અટકાવવામાં આવશે. જો કે, ખેડૂતોએ કોઈ પણ સમિતિ સમક્ષ હાજર થવાની ના પાડી દીધી છે. આવી સ્થિતિમાં, દરેકની નજર સુપ્રીમ કોર્ટના નિર્ણય પર છે.
સંવાદદાતાં વિપુલ મુંજાણી
સુરત ગુજરાત
ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો
અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો
વોટ્સએપ 1 : Whatsapp
વોટ્સએપ 2 : Whatsapp
વોટ્સએપ 3 : Whatsapp
વોટ્સએપ 4 : Whatsapp
વોટ્સએપ 5 : Whatsapp
વોટ્સએપ 6 : Whatsapp
વોટ્સએપ 7 : Whatsapp
ફેસબુક પેજ – Facebook
ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317
લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ