- વિરોધ પ્રદર્શનને 6 મહિના પુરા થઈ રહ્યા છે
- પ્રદર્શન કરનારા લોકોને ભેગા કરવાની પરવાનગી નથી
- કોંગ્રેસ સહિત 14 પ્રમુખ વિપક્ષી દળોનું સમર્થન
- કેન્દ્ર સરકારનું પુતળું સળગાવીશું અને કાળા ઝંડા લગાવીશુ
કૃષિ કાયદા વિરુદ્ધ ચાલતા આંદોલનને ફરી વેગ આપવા ખેડૂતોમાં એક નવો જુસ્સો ભરાઈ રહ્યો છે. કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હીની સીમાઓ પર અત્યારે પણ પ્રદર્શન અને ધરણાં ચાલી રહ્યા છે. આ દરમિયાન ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈતે જાહેરાત કરી છે કે, ખેડૂત સંગઠનો કાલે બ્લેક ડે મનાવશે.
ટિકૈતે કહ્યું છે કે, કાલે ભારત સરકારનું પુતળું સળગાવવામાં આવશે. આ સિવાય ટ્રેક્ટર અને ઘરો પર કાળા ઝંડા લગાવવામાં આવશે. આ કાર્યક્રમ સવારે 9-10 વાગ્યાથી શરૂ થશે. તેમણે વધુમાં કહ્યું છે કે, અમે માત્ર કાલે કાળા ઝંડા લગાવીશું. કોઈ ભીડ ભેગી નહીં કરીએ અને જનસભા પણ નહીં કરાય. કોઈ દિલ્હી નહીં જાય. જે જ્યાં હશે ત્યાં કાળા ઝંડા લગાવશે. હવે છ મહિના થઈ ગયા છે. તેમ છતાં સરકારે કૃષિ કાયદા પરત લીધા નથી. તેથી આવતી કાલે ખેડૂતો દ્વારા બ્લેક-ડે મનાવવામાં આવશે.
We'll put up black flags. There'll be no crowding or public meeting. Nobody is marching to Delhi. People will put up the flags wherever they are. It's been 6 months now, Govt hasn't taken back black laws: BKU leader Rakesh Tikait on "black day" being observed by farmers tomorrow pic.twitter.com/HvoAfGPpXZ
— ANI (@ANI) May 25, 2021
વિરોધ પ્રદર્શનને 6 મહિના પુરા થઈ રહ્યા છે
કોરોના મહામારીની વચ્ચે સંયુક્ત ખેડૂત મોર્ચાએ નવા કૃષિ કાયદાની વિરુદ્ધ આજે દેશભરમાં કળો દિવસ મનાવવાનું આહ્વાન કર્યુ છે. કેમ કે આજે તેમના વિરોધ પ્રદર્શનને 6 મહિના પુરા થઈ રહ્યા છે. ખેડૂતોએ તમામ દેશવાસીઓ પાસે સમર્થન માંગતા પોતાના ઘર અને વાહન પર કાળો ઝંડો લગાવવા અને મોદી સરકારના પુ
પંજાબ સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી અને કોંગ્રેસનેતા નવજોત સિદ્ધુએ ખેડૂત આંદોલન બાબતે મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહને ખુલ્લો પડકાર આપ્યો છે. સિદ્ધુએ મંગળવારે પોતાના અમૃતસર અને પટિયાલા ખાતેનાં નિવાસસ્થાને કાળો ઝંડો ફરકાવ્યો હતો. સિદ્ધુએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને દરેક લોકોને કૃષિ કાયદાના વિરોધમાં કાળા ઝંડા ફરકાવવાની અપીલ કરી હતી.
દિલ્હી પોલીસના પ્રવક્તા ચિન્મય બિસ્વાસે કહ્યુ કે અમે ખેડૂતોને અપીલ કરી છે કે જે રીતે કોરોનામાં દુર્દશા થઈ અને લોકોના જીવ ગયા છે. એટલા માટે કોઈ કાર્યક્રમ કરવો અથવા ભીડ ભેગી કરવાના કારણે તે સ્થિતિ ફરી પેદા ન થાય. પ્રદર્શન કરનારા લોકોને ભેગા કરવાની પરવાનગી નથી. તેમણે કહ્યું કે જો કોઈ વ્યક્તિ બિનકાયદેસરનું કામ કરશે અથવા કોરોનાના નિયમોને તોડવાનો પ્રયાસ કરશે તો અમે કડક કાર્યવાહી કરીશું. સીમાઓ પર એટલે કે ધરણા સ્થળ પર સુરક્ષા માટે દિલ્હી પોલીસના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત અમે સુરક્ષા વધારી છે.
ફોન પર મળી રહી છે જીવલેણ હુમલાની ધમકીઓ
નોંધનીય છે કે, થોડા સમય પહેલાં રાકેશ ટિકૈતને ફોન પર મારવાની ધમકી અને ખંડણી માંગવાની ઘટના પણ સામે આવી હતી. આરોપ છે કે, વોટ્સએપ પર ગાળો અને અશ્લીલ વીડિયો પણ મોકલવામાં આવ્યા છે. ખંડણી નહીં આપું તો વીડિયો વારયલ કરવાની ધમકી આપવામાં આવી રહી છે.
સુરત ગુજરાત
ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો
અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો
વોટ્સએપ 1 : Whatsapp
વોટ્સએપ 2 : Whatsapp
વોટ્સએપ 3 : Whatsapp
વોટ્સએપ 4 : Whatsapp
વોટ્સએપ 5 : Whatsapp
વોટ્સએપ 6 : Whatsapp
વોટ્સએપ 7 : Whatsapp
વોટ્સએપ 8 : Whatsapp
વોટ્સએપ 9 : Whatsapp
વોટ્સએપ 10 : Whatsapp
ફેસબુક પેજ – Facebook
ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317