ખેડૂત આંદોલન: ગુજરાતના ખેડૂતોને દિલ્હી જતા રોકવા ગુજરાત સરકારે આગેવાનોને કર્યા નજરકેદ

2283
Published on: 12:54 pm, Sun, 13 December 20
ખેડૂત આંદોલન
ખેડૂતોને દિલ્હી ખેડૂત આંદોલનમાં જતા રોકવા અને વિરોધ પ્રદર્શન ન કરવા દેવા ગુજરાત સરકારે કોંગ્રેસના નેતાઓ અને ખેડૂત આગેવાનોને નજર કેદ કર્યા હોવાનો ગણગણાટ.

નવા કૃષિ કાયદાથી નારાજ ખેડૂતોનું આંદોલન વઘુ ઉગ્ર બન્યું છે. સંયુક્ત ખેડૂત આંદોલનના નેતા કમલ પ્રીત સિંહ પન્નૂએ કહ્યું કે આજેસવારે 11 વાગ્યાથી રાજસ્થાનના શાહજહાંપુરથી ટ્રેક્ટર માર્ચ કરશે અને જયપુર દિલ્હી સડકને પણ બ્લોક કરશે. આ સાથે તેઓએ કહ્યું કે અમારા રાષ્ટ્રીય સ્તરના આહ્વાન બાદ હરિયાણાના દરેક ટોલ પ્લાઝા પર આજે શુલ્ક લેવાશે નહીં.

રાજકોટ જિલ્લાના કોંગ્રેસ અને ખેડૂત સંગઠનોના આગેવાન નજરકેદ કરવામાં આવ્યા છે. આજે દિલ્હી ચલોનું ખેડૂત નેતાઓ દ્વારા આહ્વાન આપવામાં આવ્યું છે. ત્યારે ગુજરાતના ખેડૂતો સમર્થનમાં ન જાય તે માટે ગુજરાત સરકાર એડી ચોટીનું જોર લગાવતી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.

મોદી સરકાર ખેડૂતોને મનાવવા એડીચોટીનું જોર લગાવ્યું

કૃષિ કાયદા પર ચાલી રહેલા આંદોલનની વચ્ચે મોદી સરકાર પોતાનો પક્ષ જોરશોરથી મૂકી રહી છે કે તે વાતચીત માટે તૈયાર છે.  કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરની સાથે રેલ મંત્રી પીયુષ ગોયલ મામલો સંભાળી રહ્યા છે અને આ દરમિયાન રાજનાથ સિંહ પણ એક્ટિવ થયા હોય તેવું દેખાઈ રહ્યું છે.

શું છે સરકારની રણનીતિ

એક તરફ જ્યાં ખેડૂતો પોતાની માંગ પર અડગ છે ત્યાં બીજી તરફ મીડિયાનાં માધ્યમથી મોદી સરકારના વિવિધ નેતાઓએ જાણે અભિયાન છેડી રાખ્યું છે. ખેડૂતો સાથે વાતચીત કરવા માટે સરકાર તૈયાર છે તેના પર વ્યાપક પ્રચાર કરવામાં આવી રહ્યો છે. આ સિવાય મંત્રીઓ ખેડૂતોની સાથે જોડાયેલા અન્ય સંગઠનો પર હુમલા કરી રહ્યા છે.

ખેડૂત નેતાઓને કરવામાં આવ્યા નજરકેદ

કોંગ્રેસ નેતા વિનુ ધડુક, ભાવેશ ભાસા સહિતના આગેવાન નજરકેદમાં રાખવામાં આવ્યા છે જ્યારે  લોધિકા, જેતપુર, ધોરાજી, ઉપલેટા સહિતના ખેડૂત નેતાઓ નજરકેદ રખાયા છે.

કૃષિ કાયદાના ફાયદા જણાવવા માટે ભાજપ 700 જગ્યાઓ પર વ્યવસ્થા કરશે જ્યાંથી કૃષિ કાયદાના ફાયદા ગણાવવામાં આવશે. બિહારના બખ્તિયારપુરથી કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ આ કાર્યક્રમનો શુભારંભ કરશે. બિહાર ભાજપના અધ્યક્ષ સંજય જાયવાલે જણાવ્યું કે પાર્ટી બિહારના તમામ 243 વિધાનસભા પર કાયદાના ફાયદા જણાવવા માટે વ્યવસ્થા ઉભી કરશે.

આજે હાઈવે ચક્કાજામ કરાશે

રવિવારે સવારે 11 વાગ્યે રાજસ્થાનના શાહજહાંપુરના ખેડૂતો જયપુર-દિલ્હી નેશનલ હાઈવે દ્વારા દિલ્હી ચલો માર્ચ શરુ કરશે. સંયુક્ત ખેડૂત આંદોલનના નેતા કમલ પ્રીત સિંહ પન્નૂએ શનિવારે જણાવ્યું કે,આજે  11 વાગ્યે  રાજસ્થાનનથી જયપુર-દિલ્હીવાળો જે રોડ છે તેને રોકવા માટે હજારોની સંખ્યામાં ખેડૂત ટ્રેક્ટર માર્ચ કરશે.’

14 તારીખે ઉપવાસ પર બેસશે ખેડૂત

કૃષિ કાયદાની વિરોધમાં ખેડૂતો 14 ડિસેમ્બરે ઉપવાસ પર પણ બેસવાના છે. ખેડૂતો સોમવારે સવારે 8 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી ભૂખ હડતાલ કરશે. સંયુક્ત ખેડૂત આંદોલનના નેતા  આ વિશેની જાણકારી આપીને કહ્યું છે, ‘તમામ ખેડૂત સંગઠનોના પ્રતિનિધિ અને અધ્યક્ષ સ્ટેજ પર 14 તારીખે ઉપવાસ પર બેસશે. અમે અમારી માતાઓ અને બહેનોને આ આંદોલનમાં જોડાવવા માટે આહ્વાન કરી રહ્યા છીએ. તેમની રહેવાની અને ટોઈલેટની વ્યવસ્થા કર્યા બાદ તેમને આંદોલનમાં જોડીશું.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ