Farmers Protest : સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સહિત 2 રાજ્યો અને ખેડૂત સંગઠનોને ફટકારી નોટિસ,

1519
Published on: 4:45 pm, Wed, 16 December 20
ખેડૂત આંદોલન 
21મો દિવસ
ખેડૂત આંદોલનનો આજે 21મો દિવસ છે ત્યારે ચીફ જસ્ટિસ બોબડે, જસ્ટિસ એ એસ બોપન્ના અને જસ્ટિસ વી રામસુબ્રમણ્યમની બેંચે આજે આંદોલન મુદ્દે થયેલ અરજીના સંદર્ભમાં સુનાવણી દરમિયાન ખેડૂત સંગઠનો, રાજ્યોની સરકાર અને કેન્દ્ર સરકારને નોટિસ ફટકારી હતી અને આ આંદોલનનો ઝડપથી ઉકેલ લાવવા માટે સરકારને આદેશ કર્યો હતો.

મોદી સરકારના નવા કૃષિ કાયદાઓને પરત લેવા દબાણ ઊભું કરવા માટે દિલ્હીના બોર્ડર પર વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોના આંદોલનનો આજે 21મો દિવસ છે. દિલ્હીની સરહદો પર ખેડૂતોનું પ્રદર્શન ચાલુ રહેશે કે નહીં તેની પર સુપ્રીમ કોર્ટ માં સુનાવણી થઈ. ચીફ જસ્ટિસ બોબડે, જસ્ટિસ એ.એસ. બોપન્ના અને જસ્ટિસ વી. રામસુબ્રમણ્યમની બેન્ચે આ મામલા પર કેન્દ્ર સરકાર, પંજાબ અને હરિયાણાની સરકારોને નોટિસ પાઠવી છે.

Famers Protest: Why farm protests have become more frequent | India  Business News - Times of India

સાથોસાથ સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે આ મામલા પર એક કમિટીની રચના કરવામાં અવશે, જે આ મુદ્દાને ઉકેલશે કારણ કે રાષ્ટ્રીય મુદ્દો સહમતિથી ઉકેલવો જરૂરી છે. હવે આ કેસની આગામી સુનાવણી કાલે થશે. નોંધનીય છે કે, સુનાવણી દરમિયાન કેન્દ્ર તરફથી સુપ્રીમ કોર્ટને આશ્વાસન આપવામાં આવ્યું છે કે, સરકાર એવું કોઈ પગલું નહીં લે જેના કારણે ખેડૂતોના હિતને નુકસાન પહોંચે.

સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસે પૂછ્યું કે, શું તમે ઈચ્છો છો કે બોર્ડર ખોલી દેવામાં આવે. તેની પર વકીલે કહ્યું કે કોર્ટે શાહીન બાગ કેસ સમયે કહ્યું હતું કે રસ્તાઓ જામ ન થવા જોઈએ. વારંવાર શાહીન બાગનો હવાલો અપાતાં ચીફ જસ્ટિસે વકીલને ટોક્યા. તેઓએ કહ્યું કે ત્યાં કેટલા લોકોએ રસ્તો રોક્યો હતો? કાયદો અને વ્યવસ્થાના મામલામાં દાખલા ન આપી શકાય. ચીફ જસ્ટિસે સુનાવણી દરમિયાન પૂછ્યું કે શું ખેડૂત સંગઠનોને કેસમાં પાર્ટી બનાવવામાં આવી છે.

જલ્દીથી ઉકેલ લાવો નહીંતર રાષ્ટ્રીય મુદ્દો બની જશે : SC

સુપ્રીમ કોર્ટે SG તુષાર મહેતાને કહ્યું હતું કે આ મામલાને ઉકેલવા માટે જલ્દીથી એક કમિટીનું ગઠન કરો જેમાં દેશના વિવિધ ખેડૂત સંગઠનો, સરકાર અને અન્ય નિષ્ણાતો હોય. કારણ કે જો આ મુદ્દાને હાલ ઉકેલવામાં નહીં આવે તો આ રાષ્ટ્રીય મુદ્દો બની જશે અને ત્યાર બાદ સરકાર હાથમાં પરિસ્થિતિ નહીં રહે.

ખેડૂત સંગઠનો સહિત રાજ્યોની સરકાર અને કેન્દ્ર સરકારને સુપ્રીમની નોટિસ

કોર્ટે કહ્યું છે કે તેઓ ખેડૂત સંગઠનોની વાત સાંભળશે, અને સરકારને પણ પૂછ્યું હતું કે, હજી સુધી સમજૂતી કેમ થઈ નથી. હવે કોર્ટ વતી ખેડૂત સંગઠનોને નોટિસ આપવામાં આવી છે, કોર્ટનું કહેવું છે કે આવા મુદ્દાઓનું વહેલી તકે સમાધાન કરવામાં આવે. કોર્ટે સરકાર અને ખેડુતોના પ્રતિનિધિઓની કમિટી બનાવવાનું કહ્યું છે, જેથી બંને એકબીજાને આ મુદ્દે ચર્ચા કરી શકે. આ સાથે કોર્ટે પંજાબ, હરિયાણા અને કેન્દ્ર સરકારને પણ નોટિસ ફટકારી છે.

Farmers protest: Security beefed up at Chilla border- The New Indian Express

શાહિન બાગની ઘટનાનો હવાલો અપાયો

સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશે પૂછ્યું કે તમે ઇચ્છો છો કે સરહદો ખોલવામાં આવે? જેના પર વકીલે કહ્યું કે અદાલતે શાહીન બાગ કેસ દરમિયાન કહ્યું હતું કે રસ્તાઓ જામ ન થવા જોઈએ. શાહીન બાગને વારંવાર ટાંકીને મુખ્ય ન્યાયાધીશે વકીલને અટકાવતાં કહ્યું કે કેટલા લોકોએ ત્યાંનો રસ્તો અટકાવ્યો? કાયદો અને વ્યવસ્થાના કેસોમાં દાખલો આપી શકાતો નથી. મુખ્ય ન્યાયાધીશે સુનાવણી દરમિયાન પૂછ્યું કે શું આ કેસમાં ખેડૂત સંગઠનોને પક્ષકાર બનાવવામાં આવ્યા છે.

કોર્ટનું કહેવું છે કે આવા મુદ્દાઓ પર વહેલામાં વહેલી તકે સમજૂતી થવી જોઈએ. સુપ્રીમ કોર્ટે સરકાર અને ખેડૂતોના પ્રતિનિધિઓની એક કમિટી બનાવવા માટે કહ્યું છે, જેથી બંને પરસ્પર મુદ્દાઓ પર ચર્ચા કરી શકે.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ