ફાસ્ટટેગ ફરજિયાત
કેન્દ્રિય માર્ગ અને પરિવહન મંત્રાલયે ફાસ્ટટેગ ફરજિયાત લગાવવાની મુદતમાં વધારો કર્યો છે. હવે વાહન ચાલકોને 15 ફેબ્રુઆરી 2021 સુધી પોાતના વાહનોમાં ફાસ્ટેગ લગાવી શકશે. આ પહેલા ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણને (NHAI) 1 જાન્યુઆરીથી ટોલ શુલ્કને રોકડ લેવડદેવડને સંપૂર્ણ પણે બંધ કરવાની જાહેરાત કરી હતી. પરંતુ હવે આ તારીખને વધારવામાં આવ્યો છે. આ સમયે ફાસ્ટેગ થકી લેનદેનનો હિસ્સો આશેર 75થી 80 ટકા સુધી થયો છે.
નોંધનીય છે કે આ પહેલા નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા NHAIએ કેશ પેમેન્ટને બદલે સંપૂર્ણ FASTagથી પેમેન્ટ કરવાનો નિર્ણય 1 જાન્યુઆરીથી લાગુ કરવાનું નક્કી કર્યું હતું. અત્યારે કુલ ટોલ ટેક્સની ચુકવણીમાં FASTagનો હિસ્સો 75-80% જેટલો છે. જો કે FASTagને ફરજિયાત કરવાની તારીખ લંબાવીને 15 ફેબ્રુઆરી કરવામાં આવી છે
NHAI સાથે થયેલી વાતચીત દરમિયાન મંત્રાલયે કહ્યું કે હાઈવે ઓથોરિટી 15 ફેબ્રુઆરીથી 100 ટકા કેશલેશ ટ્રાન્જેક્શન માટે જરૂરી નિયમ બનાવી શકે છે. ટોલ પ્લાઝા ઉપર ભીડ ખતમ કરવા અને ડિજિટલ ટ્રાન્જેક્શનને પ્રોત્સાહન આપવા માટે ફાસ્ટેગનો ઉપયોગને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. FASTAG વગર આ લેનમાં પ્રવેશ કરનાર કોઈપ વાહનને સામાન્ય ટોલ શુલ્કના બે ગણુ ચૂકવણું કરવું પડશે.
શું હોય છે FASTAG?
FASTAG એક સ્ટિકર છે જેને કારની આગળના ભાગમાં લગાવવામાં આવે છે. જ્યારે હાઈવે ઉપર ટોલ પ્લાઝા ઉપર લાગેલા સ્કેનર ગાડી ઉપર લાગેલા સ્ટીકરથી ડિવાઈસ રેડિયો ફ્રિક્વેન્સી આઈડેન્ટિફેકિશન (RFID) ટેક્નિક થકી સ્કેન કરી લે છે અને જગ્યાના હિસાબથી પૈસા આપ મેળે બેન્ક એકાઉન્ટમાંથી વસૂલ થઈ જાય છે. આ ખૂબ જ સુવિધાજનક છે. આ માધ્યમથી ગાડીને ટોલ પ્લાઝા ઉપર રોકવાની જરૂરત નથી પડતી. જો ફાસ્ટટેગ કોઈ પ્રીપેડ એકાઉન્ટ અથવા ડેબિટ કે ક્રેડિટ કાર્ડથી લિંક ન હોય તો તમારે આને રિચાર્જ કરવું પડે છે.
ક્યાંથી ખરીદી શકો છો FASTAG ?
તમે આને દેશભરમાંથી કોઈપણ ટોલ પ્લાઝા ઉપરથી ખરીદી શકો છો. આ માટે તમારે વ્હીકલના રજીસ્ટ્રેશન ડોક્યૂમેન્ટ આપવા પડશે. આ ઉપરાંત તમેરે FASTagને બેન્ક, એમેઝોન, પેટીએમ, એરટેલ પેમેન્ટ બેન્ક વગેરે ઉપરથી ખરીદી કરી શકશો. SBI, HDFC બેન્ક, ICICI, એક્સિસ બેન્ક અથવા કોટક બેન્ક પાસેથી FASTAG ખરીદી શકો છો.
કેટલા રૂપિયામાં મળે છે FASTAG ?
તમે કાર માટે પેટીએમથી FASTAG 500 રૂપિયામાં ખરીદી શકો છો. જેમાં 250 રૂપિયા રિફંડેવલ સિક્યોરિટી ડિપોઝીટ અને 150 રૂપિયા મિનિમમ બેલેન્સ મળે છે. આ ઉપરાંત ફાસ્ટ ટેગને ICICI બેન્કમાંથી ઈશ્યૂ ફીના રૂપમાં 99.12 રૂપિયા અને 200 રૂપિયા ડિપોઝિટ એમાઉન્ટ આપવાનું રહેશે અને 200 રૂપિયાનું બેલેન્સ રાખવાનું રહેશે.
સંવાદદાતાં વિપુલ મુંજાણી
સુરત ગુજરાત
ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો
અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો
વોટ્સએપ 1 : Whatsapp
વોટ્સએપ 2 : Whatsapp
વોટ્સએપ 3 : Whatsapp
વોટ્સએપ 4 : Whatsapp
વોટ્સએપ 5 : Whatsapp
વોટ્સએપ 6 : Whatsapp
વોટ્સએપ 7 : Whatsapp
ફેસબુક પેજ – Facebook
ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317
લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ