આણંદ : પત્નીના મોતના વિરહમાં બે સંતાનોને મોતને ઘાટ ઉતાર્યા બાદ પિતાએ કર્યો આપઘાત..

2954
Published on: 2:33 pm, Wed, 16 June 21
  • પિતાએ સંતાનોને મોતને ઘાટ ઉતારી દીધા
  • હત્યા બાદ પોતે પણ ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત 
  • પત્નીના વિયોગમાં સંતાનોને ઝેરી દવા આપી આપઘાત  કર્યો
  • સાત માસનો પુત્ર સાસુ જોડે હોવાથી તે બચી ગયો
  • હત્યા કાર્ય બાદ આપઘાત કર્યો સ્યૂસાઈડ નોટમાં થયો ખુલાસો

આણંદ શહેર પાસે આવેલા બોરસદ ચોકડી સ્થિત વેરહાઉસની પાછળ રહેતા પરિવારમાં રહેતા પિતાએ બે પુત્રીની હત્યા બાદ પોતે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આત્મહત્યા પહેલા પિતાઅે બંને દીકરીઅોને ઝેર આપીને કે ફાંસો આપીને મારી નાખી હોવાનું મનાઈ છે. આણંદ શહેર પોલીસે હાલમાં અકસ્માતે મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

પિતાએ બે બાળકીઓનું જીવન છીનવી પોતે પણ જીવન ટુંકાવ્યું

ગુજરાતના આણંદ શહેર માં કમકમાટીભરી ઘટના સામે આવી છે. આણંદ શહેરના જીટોડીયા રોડ પર આવેલા એકતાનગર વિસ્તારમાં એક પિતાએ તેની બે દીકરીઓની હત્યા કરી પોતે પણ ગળેફાંસો ખાઈને આત્મહત્યા રી લીધી છે. સમગ્ર ઘટનાની જાણ આણંદ ટાઉન પોલીસ ને થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહોનો કબજો મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી પ્રમાણે મૃતક યુવકની પત્નીનું થોડા મહિના પહેલા નિધન થયું હતું. જે બાદમાં બંને દીકરીઓની સંભાળ રાખવાની જવાબદારી યુવક પર આવી પડી હતી. યુવકનો સાત માસનો દીકરો તેના સાસરી પક્ષ પાસે છે. યુવકે સુસાઇડ નોટમાં પત્નીના વિરહમાં આપઘાત કરી રહ્યાનું લખ્યું છે.

 મળતી માહિતી પ્રમાણે આણંદ જીટોડીયા રોડ પાર એકતાનગરમાં છૂટક મજૂરી કામ કરતા ચિરંજીવી પ્રજાપતિએ તેની બે દીકરી પાંચ વર્ષીય માનસી અને ત્રણ વર્ષીય પ્રિયાંશીની હત્યા કરી પોતે પણ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી છે. પોલીસે તપાસ કરતા ચિરંજીવી પ્રજાપતિની સુસાઇડ નોટ મળી આવી છે.

મૂળ પાદરાના દૂધવાડા ગામના વતની પરંતુ છેલ્લાં દસેક વર્ષથી આણંદ શહેર સ્થિત બોરસદ ચોકડી પાસે આવેલા વેરહાઉસના મેલડી માતાના ફળીયામાં 28 વર્ષીય ચિરંજીવી ઘનશ્યામભાઈ પ્રજાપતિ રહે છે. તેમને સંતાનમાં બે પુત્રી માનસી (ઉં.વ.6) અને પ્રિયાંશી (ઉં.વ.4) અને એક પુત્ર દર્શન છે. છ માસ પહેલાં પુત્ર દર્શનના જન્મના વીસેક દિવસ બાદ પત્ની લલિતાનું કુદરતી મૃત્યુ થયું હતું. જોકે, એ સમયથી જ તેઓ વિચલિત રહેતા હતા. દરમિયાન, સોમવારે સાંજે જમી પરવારીને સાસુ સુશીલાબેનને ફળીયામાં રહેતા સાળા સુનિલના ઘરે સુવા માટે મોકલ્યા હતા અને તેઓ સુશીલાબેનના ઘરમાં બે પુત્રીઓને લઈને સુઈ ગયા હતા. મંગળવારે સવારે દૂધવાળા ભાઈએ દરવાજો ખખડાવ્યો હોવા છતાં તેઓએ દરવાજો ન ખોલતાં દૂધવાળો ભાઈ જતો રહ્યો હતો.

પોતે પણ ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત 

સવારે જયારે નિયમિત દૂધ આપવા આવતા દૂધ વાળાએ બારણું ખખડાવતા કોઈ પ્રત્યુત્તર ન મળ્યો તો તેમણે પડોસીઓને જાણ કરી હતી પડોસીઓએ આખરે દરવાજો તોડતા અંદરના દ્રશ્યો જોઈ ચોંકી ઉઠ્યા હતાબન્ને સંતાનો મૃત હાલતમાં મળ્યા હતા જયારે મૃતક ચિરંજીવી પ્રજાપતિનો મૃતદેહ દોરડા સાથે લટકતો જોવા મળતા આખરે પડોસીઓએ આણંદ શહેર પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.

 યુવકની પત્નીનું છ માસ પહેલા મૃત્યુ થયું હતું: મળતી માહિતી પ્રમાણે યુવકની પત્નીનું છ મહિના પહેલા મૃત્યુ થયું હતું. જે બાદમાં બંને દીકરીની જવાબદારી તેના પર આવી પડી હતી. યુવક મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. યુવક જ્યારે મજૂરી કામે જતો હતો ત્યારે દીકીરીઓની સંભાળ કોણ રાખે તે પણ એક પ્રશ્ન ઊભો થયો હતો. આજે વહેલી સવારે યુવકે કોઈ કારણસર બંને દીકરીની ઝેરી દવા આપી દીધી હતી અને બાદમાં પોતે પણ ગળેફાંસો ખાઈ લીધો હતો.

પીએમ રિપોર્ટ આવ્યા બાદ હત્યાનો ગુનો નોંધાશે
ગળે ફાંસો ખાઈ લેવાની ઘટનામાં પોલીસ દ્વારા બંને દીકરીઓના કરમસદ ખાતે પેનલ ડોક્ટર દ્વારા પીએમ હાથ ધરવામાં આવ્યું હતું. જેના પીએમ રિપોર્ટ બાદ જો મૃતકે હત્યા કરી હશે તો મૃતક ચિરંજીવી વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધવામાં આવશે. > અમિત શર્મા, પીએસઆઈ, આણંદ શહેર પોલીસ સ્ટેશન.

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ 10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317