ક્રિકેટર હાર્દિક અને કૃણાલ પંડ્યાના પિતાનું નિધન, વહેલી સવારે હાર્ટ અટેક આવ્યો,બંને દીકરાઓએ કાંધ આપી

14744
Published on: 3:23 pm, Sat, 16 January 21
હાર્દિક અને કૃણાલ પંડ્યા

ટીમ ઇન્ડિયાના ઑલરાઉન્ડર હાર્દિક અને કૃણાલ પંડ્યાના પિતા હિમાંશુ ભાઈનું દુ:ખદ અવસાન થયું હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. હાર્દિક અને કૃણાલ પિતાને વહેલી સવારે હ્યદય રોગનો હુમલો આવતા તેમનું નિધ થયું હોવાના અહેવાલ છે. સ્વભાવે ખૂબજ આનંદી પ્રકૃતિના હિમાંશુ ભાઈના નિધનના સમાચાર વાયુવેગે પ્રસરાઈ રહ્યા છે. અહેવાલો મુજબ કૃણાલ પંડ્યા સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં રમી રહ્યો હોય તે ઘરે જેવા માટે રવાના થયો છે. બંને ભાઈઓને ક્રિકેટર બનાવવા માટે પિતા હિંમાંશુ પંડ્યાએ લોહી-પાણી એક કર્યા હતા. પંડ્યા બ્રધર્સની સાફલ્યા ગાથામાં પિતાનો સિંહ ફાળો છે અને તે વાત સમગ્ર વડોદરા જાણતું હતું ત્યારે હાર્દિક અને કૃણાલના પરિવાર પર વજ્રાઘાત પડ્યો છે. હિમાંશુ પંડ્યાનું વડોદરા ખાતેના તેમના નિવાસમાં નિધન થયું છે.

BCAએ દુ:ખ વ્યક્ત કર્યુ

બરોડા ક્રિકેટ એસોસિએશનના CEO શિશીર હત્તાંગડીએ એએનઆઈને જણાવ્યા મુજબ બરોડા ટીમના કેપ્ટન કૃણાલના પિતાનું અવસાન થયું છે. એસોસિએશન આ અંગે દુખ વ્યક્ત કરે છે. કૃણાલ પોતાના ઘરે જવા રવાના થયો છે અને તે ટુર્નામેન્ટની આગામી મેચ નહીં રમે.

હાર્દિક પંડ્યા માતા અને પિતા સાથે.

કૃણાલ પંડ્યા ફર્યો પરત 
હાર્દિકનો ભાઇ કુણાલ સૈયદ મુસ્તાક અલી ટુર્નામેન્ટ રમવા ગયો હતો જ્યાંથી તે પરત ફર્યો છે. પરિવારમાં હાલ શોકની લાગણી છવાઇ ગઇ છે. ઘરમાં પરિવારના લોકો એકઠા થયા છે અને કૃણાલ પણ ટુર્નામેન્ટમાંથી પરત ફર્યો છે.

વહેલી સવારે થયુ અવસાન 
વડોદરામાં રહેતા ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યાના પિતા હિમાંશુ પંડ્યાનું વહેલી સવારે હાર્ટ ઍટેકના કારણે નિધન થયુ છે. કૃણાલ પંડ્યા સૈયદ મુસ્તાક અલી ટુર્નામેન્ટ છોડીને પરત આવી રહ્યો છે અને તે વડોદરાની ટીમનો કેપ્ટન હતો.

4 વાગ્યા આસપાસ અંતિમયાત્રા નીકળશે
બરોડા ક્રિકેટ એસોસિએશન મીડિયા કમિટિના ચેરમેન સત્યજીતસિંહ ગાયકવાડે જણાવ્યું હતું કે, છેલ્લા થોડા સમયથી હિમાંશુ પંડ્યાની તબિયત નાદુરસ્ત હતી. આજે સવારે 4 વાગ્યે હાર્ટ એટેક આવતા તેઓને ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં રસ્તામાં જ નિધન થયું હતું. ત્યારબાદ ઘરે લઈ આવ્યા હતા. 4 વાગ્યા આસપાસ વડોદરા વાસનાભાયલી રોડ ખાતે આવેલા ઘરેથી અંતિમયાત્રા કાઢવામાં આવશે. ત્યારબાદ વડીવાડી સ્મશાનમાં અંતિમસંસ્કાર કરવામાં આવશે. પૂર્વ ભારતીય ક્રિકેટ ટીમના વિકેટકિપેર કિરણ મોરે પણ પહોંચ્યા હતા.

પિતા સાથે હાર્દિક અને કૃણાલની તસવીર.

હાર્દિક-કૃણાલના પિતાને ક્રિકેટની રમત ખૂબ પસંદ હતી
હાર્દિકના પિતા હિમાંશુ પંડ્યા સુરતમાં ફાઇનાન્સનો વેપાર કરતા હતા. જોકે થોડા સમય બાદ 1998માં તેમના પિતા વેપાર બંધ કરીને વડોદરા જવા મજબૂર થયા હતા. એ સમયે હાર્દિક પંડ્યા માત્ર પાંચ વર્ષનો હતો. વડોદરામાં પરિવાર ભાડાના મકાનમાં રહેતો હતો. હાર્દિકના પિતાને ક્રિકેટની રમત ખૂબ પસંદ હતી. તેઓ હંમેશાં પોતાના બંને દીકરાને પાસે બેસાડી મેચ દર્શાવતા હતા તો અનેકવાર મેચ જોવા માટે સ્ટેડિયમ પણ લઈ જતા હતા.

બરોડા ક્રિકેટ એસોસિએશનના સભ્ય સહિતનાએ પરિવારને સાંત્વના પાઠવી.

હાર્દિક-કૃણાલ ભારતીય ક્રિકેટ ટીમમાં જે સ્થળે પહોંચ્યા છે તે માટે પિતાનો સિંહ ફાળો
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર કિરણ મોરેએ જણાવ્યું હતું કે, હિમાંશુભાઈ તેમના બંને પુત્રો હાર્દિક અને કૃણાલને મારી એકેડેમીમાં પ્રવેશ માટે આવ્યા હતા. બન્ને ભાઈઓ શરૂઆતથી જ મહેનતુ અને ક્રિકેટમાં આગળ વધવાની ધગશ ધરાવતા હતા. આજે તેઓ ભારતીય ક્રિકેટ ટીમમાં જે સ્થળે પહોંચ્યા છે તે માટે તેમના પિતા હિમાંશુભાઈ પંડ્યાનો સિંહ ફાળો છે. આજે તેઓનું અવસાન થયું તેનાથી હું દુઃખની લાગણી અનુભવું છું.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ