વિસાવદર : હુમલાની ઘટનામાં બન્ને પક્ષોએ સામ-સામે ફરિયાદ નોંધાવી, AAPના મોટા નેતા સામે પણ નોંધાઈ ફરિયાદ

2346
Published on: 4:15 pm, Thu, 1 July 21
  • કલમ 307 એટલે હત્યાના પ્રયાસનો ગુનો નોંધવામાં આવ્યો
  • ‘આપ’નેતાોની ફરિયાદ બાદ સામાપક્ષ તરફથી ફરિયાદ નોંધાવાઈ
  • આપના નેતાઓ પર હુમલાની ઘટનામાં ફરિયાદ નોંધાઈ

જૂનાગઢના વિસાવદરના લેરિયા ગામે ગઈકાલે ‘આપના નેતાઓ પર થયેલા હુમલાની ઘટનામાં પોલીસે બન્ને પક્ષોની સામસામી પોલીસ ફરિયાદ દાખલ કરી છે. આ મામલે માગણી મુજબની ફરિયાદ નોંધાવવા આપના નેતાઓએ આખી રાત પોલીસ સ્ટેશનની બહાર ધરણાં પર બેસી ગયા હતા, જેને પગલે આજે સવારે પોલીસે ફરિયાદ નોંધી હતી. તો સામાપક્ષ તરફથી પણ આપના નેતાઓ પર ફરિયાદ નોંધાવવામા આવી છે.

આપના કાર્યકર્તાઓનો પોલીસ સ્ટેશન બહાર હોબાળો
ગઈકાલે હુમલાની ઘટના બાદ આપના નેતાઓએ વિસાવદર પોલીસ સ્ટેશન બહાર હોબાળો મચાવ્યો હતો. આપ ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા, નેતા ઈસુદા ગઢવી, મહેશ સવાણી, પ્રવીણ રામ અને અન્ય કાર્યકર્તાઓ આખી રાત પોલીસ સ્ટેશનની બહાર બેસી રહ્યા હતા. ફરિયાદ ન નોંધાવાના મામલે કાર્યકર્તાઓએ વિરોધ દર્શાવ્યો હતો. ત્યારે આજે સવારે સમગ્ર ઘટનાની ફરિયાદ નોંધાવી હતી.

જૂનાગઢના વિસાવદરના લેરીયા ગામે આપના કાફલા પર હુમલાની ઘટનાને મામલે સામસામી હત્યાના પ્રયાસની પોલીસ ફરીયાદ નોંધાઇ છે. પ્રવિણ રામ અને હરેશ રાવલિયા સહિત AAP 30 કાર્યકર્તાઓ સામે પણ ફરિયાદ નોંધાઈ છે. જ્યારે સામા પક્ષે 10 શખ્સો સહીત શખ્સોના ટોળાં સામે હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાઇ છે. આપ પરના હુમલાખોરો ભાજપના હોદ્દેદારો હોવાનું ખુલ્યું છે. બન્ને પક્ષો સામે આઈપીસી 307 સહિતની ફરિયાદ નોંધાવી છે

આમઆદમી પાર્ટીના જનસંવેદના કાર્યક્રમ દરમિયાન વિસાવદરના લેરિયા ગામે થયેલી હિચકારી હુમલાની ઘટનામાં ફરિયાદ નોંધાવવા ‘આપ’ના નેતાઓ ગત રાત્રિથી જ વિસાવદર પોલીસ સ્ટેશન બહાર ધરણાં પર બેસી જઈ રામધૂન બોલાવી હતી. આ અંગે આપના નેતા ઈશુદાન ગઢવી જણાવ્યું હતું કે અમે કોઈપણ લોકો પર હુમલો કર્યો નથી. અમે ખુદ હુમલાનો ભોગ બન્યા છીએ છતાં પણ અમારી વિરુદ્ધ ફરિયાદ થશે તો અમે એનો પ્રતિકાર કરીશું. ન્યાય નહીં મળે તો દિલ્હીથી અરવિંદ કેજરીવાલ એકાદ દિવસમાં અહીં આવશે એવી ચીમકી ઉચ્ચારી હતી. ‘આપ’ના નેતા ઈશુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, ગુલાબસિંહ સહિતના નેતાઓએ વિસાવદર પોલીસ સ્ટેશનની બહાર આખી રાત જમીન પર સૂઈ રાત વિતાવી હતી.

હુમલો ક્યા અને કેવી રીતે કરાયો
વિસાવદર તાલુકાના લેરિયા ગામે ગઈકાલે આપ (AAP) દ્વારા સભાનું આયોજન કરાયું હતું. આપના જનસંવેદના યાત્રાના કાફલા પર હુમલો કરાયો હતો. જ્યાં હાજરી આપવી નેતા ઈસુદાન ગઢવી અને મહેશ સવાણી પહોંચ્યા હતા. આ દરમિયાન ચારથી પાંચ જેટલા અજાણ્યા શખ્સો તેમના પર તૂટી પડ્યા હતા. તેમની ગાડીના કાચ તોડાયા હતા અને પથ્થરમારો કરાયો હતો. આ ઘટનામાં ચારથી પાંચ ગાડીઓને નુકસાન પહોંચ્યુ છે. તેમજ બે લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઘટના બાદ લેરિયા ગામનો કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો હતો.

આપના કાર્યકર હરેશભાઈ સાવલિયા દ્વારા (1) ગીજુભાઇ વિકમા (2) ક્રૂણાલ વિકમા, (3) હિરેન મુળુભાઇ વિકમા, (4) અભી રજુભાઇ વિક્રમા, (5) જીતુભાઇ રવૈયા, (6) પાર્થિવ મુળુભાઇ વિક્રમા, (7) ઉદય મહેતા, (8) કાનાભાઇ ગોર, (9) જસ્મીન શાસ્ત્રી, (10) અભી ગૌસ્વામી, (11) જીતેન્દ્ર મહેતા, (12) દિનેશભાઇ વિકમા, (13) કિશોરભાઇ ડોબરીયા તમામ રહે. વિસાવદર પંથકના લોરીયા અને માંડાવડ તથા અન્ય અજાણ્યા શખ્‍સો સામે ફરીયાદ નોંઘાવી છે.

આપ અને ભાજપ સામસામે 
આપ દ્વારા આ હુમલો ભાજપના ઈશારે કરાયો હોવાનો આરોપ મૂકાયો છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આપની ધમાકેદાર એન્ટ્રી અને વધી રહેલા જનાધારના કારણે ભાજપ ડરી ગઈ હોવાનો દાવો આપના નેતાઓ દ્વારા કરાયો છે. તો આ અંગે ઈસુદાન ગઢવીએ કહ્યુ કે, ભાજપ પ્રેરિત ગુંડાઓએ આ હુમલો કર્યો છે. તો બીજી તરફ ભાજપ દ્વારા કહેવાયુ કે, આપ દ્વારા પ્રસિદ્ધિ માટે જાણી જોઈને હુમલો કરાયો છે. ગુજરાતના બિહાર જેવુ ચિતરવા જાતે જ હુમલો કરાવ્યો છે.

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ 10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317