પૂણે : સેનેટાઈઝર બનાવતી કેમિકલ પ્લાન્ટમાં લાગી ભયંકર આગ, 15 મહિલા સહિત 18 કર્મચારીનાં મોત…

348
  • પુણેની સેનેટાઈઝર બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગ લાગી
  • શોર્ટ સર્કિટને કારણે આગ લાગી 
  • આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી, આ ઘટના બન્યા બાદ ફેક્ટરીનો માલિક ભાગી ગયો
  • સેનેટાઈઝરમાં આલ્કોહોલની માત્રા હોય છે
  • તેને કારણે આગ ઝડપી ગતિએ ફેલાઈ

પુણેના પિરંગુટ MIDC વિસ્તારમાં સેનિટાઈઝર બનાવતી એક ફેક્ટરીમાં સાંજે આશરે 5 વાગ્યાની આસપાસ ભીષણ આગ લાગી હતી. આગને લીધે ફેક્ટરીમાં ફસાયેલી 37 પૈકી 15 મહિલા કર્મચારી સહિત 18 લોકોના મોત નિપજ્યાં છે. અત્યાર સુધીમાં 20 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. ફેક્ટરમાંથી નિકળેલો ધુમાડો આજુબાજુના વિસ્તારોમાં ફેલાઈ ગયો હતો.

મહારાષ્ટ્રના પુણેમાં સ્થિત કેમિકલ પ્લાન્ટમાં લાગેલી આગ અંગે માહિતી મળી રહી છે. સોમવારે બપોરે 2 વાગ્યાની આસપાસ આ આગ લાગી હતી. આ આગમાં 12 લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે પાંચ લોકો હજી પણ પ્લાન્ટમાં લાગેલી આગમાં ફસાયેલા છે. જેમને હજી સુધી શોધી શકાયા નથી. આગની બાતમી મળ્યા બાદ ફાયર બ્રિગેડના વાહનો ઘટના સ્થળે પહોંચી ગયા છે અને આગને કાબૂમાં લેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

આગ લાગતા ફેક્ટરીમાં કામ કરી રહેલી 37 મહિલાઓના 18 ગંભીર રીતે દાઝતા તેમના મોત થયા હતા. આગ લાગી ત્યારે ફેક્ટરીમાં ઘણા મજૂરો કામ કરી રહ્યાં હતા અને તેમાંના મોટાભાગની મહિલાઓ હતી. ઘણા કર્મચારીઓની હજુ સુધી ભાળ મળી નથી. આગ લાગવાને કારણે ધૂમાડાના એટલા બધા ગોટા ચડ્યા હતા દૂરદૂરના વિસ્તારો સુધી જોઈ શકાતા હતા.

ફેક્ટરીમાં ફસાયેલા શ્રમિકોને બહાર કાઢવા માટે કામગીરી ચાલી રહી છે

ઘટના સ્થળે ફાયર બ્રિગેડની 3 ગાડીઓ અને કર્મચારીઓ પહોંચી ગયા છે અને બચાવ કામગીરી હાથ ધરી છે. સેનિટાઈઝરમાં આલ્કોહોલનું પ્રમાણ હોવાથી આગ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહી છે. SVS કેમિકલ્સ નામની ફેક્ટરીમાં ધુમાડો ભરાઈ જવાને કારણે બચાવની કાર્યવાહીમાં પણ મુશ્કેલીઓ સર્જાઈ રહી છે. અનુમાન લગાવાઈ રહ્યું છે કે ધુમાડાના સંપર્કમાં આવેલો મજૂર ફેક્ટરીની અંદર બેભાન અવસ્થામાં મળી આવ્યો હતો.

ઘટના સ્થળ પર ફાયરની 8 ગાડિઓ

ઘટના અંગે માહિતી આપતાં અધિકારીઓએ જણાવ્યું હતું કે, આગ કેમિકલ પ્લાન્ટમાં બપોરે 2 વાગ્યે શરૂ થઈ હતી. માહિતી મળ્યા બાદ ફાયરના આઠ ટેન્કર સ્થળ પર મોકલાયા હતા. હાલ આગને કાબૂમાં લેવામાં આવી છે અને ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી શકે છે.

આ ઘટના પછી તરત જ મહારાષ્ટ્ર સરકારે તપાસના આદેશ આપ્યા મૃત્યુ પામેલા લોકોને પાંચ લાખ રૂપિયા વળતરની જાહેરાત કરી હતી. ગૃહમંત્રી અમિત શાહે પણ ટ્વિટ કરીને આ ઘટનામાં માર્યા ગયેલા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ 10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317