એક સાથે ગળે ફાંસો ખાધેલી હાલતમાં લટકતા મળ્યા પરિવારના 5 સભ્યો,જાણો ક્યાં બની ઘટના…

1085
Published on: 6:34 pm, Sat, 13 March 21
  • બિહારમાં દિલ્હીના બુરાડી જેવી ઘટના
  • એક જ પરિવારના 5 લોકોએ ગળે ફાંસો ખાધો
  • એક પરિવારના 5 લોકોએ ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી 
  •  ગત અઠવાડિયાના શનિવાર સુધી મિશ્રીલાલ પરિવારના લોકો જોવા મળ્યા હતા
  •  બાપદાદાની જમીન પણ વેચી નાંખી હતી

બિહારના સુપૌલમાં આર્થિક તંગીથી પરેશાન થઈને એક પરિવારના પાંચ લોકોએ આપઘાત કરી લીધો છે. માતા-પિતા અને ત્રણ બાળકોએ સામુહિક આપઘાત કરી લીધો છે. સમાચાર સામે આવતા જ આસપાસના લોકોમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. આ કેસ રાધોપુર પોલીસ મથક હેઠળ આવતા ગદ્દી ગામનો છે. સ્થાનિક લોકોએ જણાવ્યું કે, છેલ્લા શનિવારે આ પરિવારના સભ્યોને જોયા હતા. જે બાદમાં પરિવારનું કોઈ સભ્ય જોવા મળ્યું ન હતું. આજે અચાનક પરિવારના તમામ લોકોએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીઘાનું જાણવા મળ્યું હતું. પાંચ લોકોના સામુહિક આપઘાતની વાત જાણીને પોલીસ દોડી આવી હતી. પોલીસે જોયું તો તમામના મૃતદેહ ફાંસીએ લટકી રહ્યા હતા.

ગદ્દી ગામના મિશ્રીલાલ સાહના પરિવારના પાંચ સભ્યોએ આપઘાત કરી લીધો છે. હાલ આ મામલે પોલીસ તપાસ કરી રહી છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે એફએસએલની ટીમની તપાસ બાદ જ વધારે વિગત મળશે. એસપીએ જણાવ્યું હતું કે વિસ્તૃત તપાસ બાદ જ હકીકત સામે આવશે

 એક પરિવારના 5 લોકોએ ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી 

બિહારના સુપૌલ  જિલ્લામાં આર્થિક તંગીથી હેરાન એક પરિવારના 5 લોકોએ ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. જેમાં માતા-પિતા અને 3 બાળકો પણ છે. પોલીસને માહિતી મળતા ઘટના સ્થળે દોડી ગઈ હતી. તેમજ એફએસએલની ટીમને બોલાવવામાં આવી છે. પોલીસ અધિકારીઓના જણાવ્યાનુંસાર એફએસએલની ટીમની તપાસ બાદ વિસ્તારની જાણકારી મળશે.

મૃતકોમાં ઘરના માલિક મિશ્રીલાલ સાહ (52 વર્ષ), તેમની પત્ની રેણુ દેવી (44), મોટી દીકરી રોશન કુમારી(15), પુત્ર લલન કુમાર (14) અને નાની પુત્રી ફુલ કુમારી (8 વર્ષ) સામેલ છે.

જમીન પણ વહેચી નાખી 

રાધોપુરના ગદ્દી ગામના લોકોએ મૃતક મિશ્રીલાલ સાહ અને પરિવાર અંગે જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષથી પરિવાર કોલસો વેચીને ગુજરાન ચલાવતો હતો. આર્થિક તંગીને કારણે મિશ્રીલાલ સાહે પોતાની વડવાઓની જમીન વેચી નાખી હતી. લોકોના જણાવ્યા પ્રમાણે પરિવારના સભ્યો છેલ્લા થોડા દિવસોથી ગામના લોકો સાથે વાતચીત કરતા ન હતા. પરિવારના પાંચ સભ્યોએ એક સાથે આપઘાત કરી લેતા અનેક પ્રશ્નો ઉઠ્યા છે. ગત દિવસોમાં વડોદરામાં પણ એક સોની પરિવારે આર્થિક તંગીને કારણે આપઘાત કરી લીધો હતો.

અગાઉ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીને અડીને આવેલા બુરાડી ગામમાં એક જ પરિવારના 11 લોકોએ ગળો ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનાએ દેશભરમાં ભારે સનસનાટી મચાવી દીધી હતી. ટુંકાગાળામાં આ બીજી ઘટના બની છે.

ગત અઠવાડિયાના શનિવાર સુધી મિશ્રીલાલ પરિવારના લોકો જોવા મળ્યા હતા

લોકોએ જણાવ્યું કે ગત અઠવાડિયાના શનિવાર સુધી મિશ્રીલાલ પરિવારના લોકો જોવા મળ્યા હતા. પરંતુ એ બાદ પરિવારના એક પણ સભ્ય ગામમાં જોવા મળ્યા નહોંતા. શુક્રવારે રાતે અચાનક 5 લોકોએ આત્મહત્યા કરી હોવાના સમાચાર સામે આવ્યા હતા.

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317