હિમાચલ : ધોધમાર વરસાદથી પૂરની સ્થિતી, ધર્મશાળાના ભાગસૂમાં વાદળ ફાટ્યું, વાહનો તણાયા, જુઓ..

1655
Published on: 3:17 pm, Mon, 12 July 21
હિમાચલના આ શહેરમાં ધોધમાર વરસાદથી પૂરની સ્થિતી,

હિમાચલ પ્રદેશના પ્રસિદ્ધ પર્યટન સ્થળ મૈકલોડગંજમાં રવિવારે વાદળ ફાટવાથી જળ પ્રલય જેવું દ્રશ્ય સર્જાયું હતું. રોડ પરના વાહનો પાણીના તેજ પ્રવાહ વહી ગયા. ઉપરાંત ધર્મશાલાની ઇમારતો અને ભારે નુકસાન થયું છે. કેટલાક રસ્તાઓ પણ તૂટી ગયા છે.

હિમાચલ પ્રદેશ ના ધર્મશાળા માં વરસાદ નું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. પર્યટન ક્ષેત્ર ભાગસૂમાં સોમવાર સવારે વાદળ ફાટવાથી અચાનક પૂર આવી ગયું. જોતજોતામાં જ એક નાનું નાળું નદીમાં પરિવર્તિત થઈ ગયું. પૂરથી ભાગસૂના નાળા ઓવરફલો થઈ ગયા. આ નાળામાં પાણીના તેજ પ્રવાહને કારણે અનેક લક્ઝરી કાર તણાઈ ગઈ.

દેશમાં એક તરફ ચોમાસાની લોકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. ત્યારે બીજી તરફ હિમાચલ પ્રદેશમાં આવેલા ધર્મશાળામાં એટલો ભારે વરસાદ પડ્યો છે કે અહી પૂરની સ્થિતિનું નિર્માણ થયુ છે. જણાવી દઇએ કે, હિમાચલ પ્રદેશનાં કાંગરા જિલ્લામાં વરસાદે તાંડવ મચાવ્યું છે. ધર્મશાળામાં સ્થિત ભાગસુનાગમાં વાદળ ફાટવાના કારણે એટલુ જબરદસ્ત પૂર આવ્યુ કે રસ્તાની સાઈડ પર પાર્ક કરેલા વાહનો પણ તણાઈ ગયા હતા. પ્રકૃતિનાં આ ભયંકર સ્વરૂપને જોઈ લોકો પણ ભયભીત થઈ ગયા છે. ગત રાતથી રાજ્યભરમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે, નદીઓ તોફાને ચઢી છે.

નાળાની બંને બાજુએ હોટલો પણ આવેલી છે. વાદળ ફાટવાથી આ હોટલોને પણ નુકસાન પહોંચ્યું છે. બીજી તરફ, સ્થાનિક લોકો વાદળ ફાટવા અને ત્યારબાદ નદી-નાળાઓમાં આવેલા પાણીના પૂરના કારણે ડરની સ્થિતિમાં છે. ભાગસૂમાં પૂરના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો છે. સોશિયલ મીડિયા પર ઘટનાનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે પાણીના તેજ વહેણમાં ગાડીઓ તણાઈ રહી છે.

સવારે આઠ વાગ્યાની આસપાસ, પર્યટક સ્થળ મેક્લોડગંજનાં ભાગસુનાગથી ઉપર આવેલી નાલીનો માર્ગ બદલાઈ ગયો. નાલી ડાયવર્ટ થઇ હોવાના કારણે ભાગસુનાગ મંદિર રોડ પર સ્થિત પાર્કિંગ તરફ પાણી વહી જવા લાગ્યું હતું અને પાર્કિંગની બાજુમાં ચાર કાર અને અનેકો બાઇકો તણાઈ ગયા હતા. આ સિવાય ભાગસુનાગ સ્કૂલને પણ ભારે નુકસાન ભોગવવુ પડ્યુ છે. પાણીનાં પ્રવાહને કારણે અડીને આવેલી હોટલો પણ પાણીથી ભરાઈ ગઈ છે. ધર્મશાળામાં શિલા ચોકની પાસે ખડમાં પૂરનાં કારણે ત્રણ માળનું મકાન ધરાશાયી થયું હતું.

નોંધનીય છે કે, હિમાચલ પ્રદેશમાં વાદળ ફાટવાના સમાચારો અનેકવાર આવતા રહે છે. થોડા દિવસો પહેલા હિમાચલ પ્રદેશમાં પણ વાદળ ફાટ્યું હતું. તેનાથી ત્યાં મૂશળધાર વરસાદ પડ્યો અને વાદળ ફાટવાથી પૂરની સ્થિતિ ઊભી થઈ ગઈ હતી. રસ્તાઓ ઉપરાંત અનેક ગાડીઓ પર ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી. જોકે, કોઈ જાનમાલનું નુકસાનના અહેવાલ નહોતા.

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ 10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317