સુરત : શ્રાવણમાં ફરાળી વાનગી વેચતી દુકાનો પર દરોડા, સ્વામિનારાયણ ગૃહ ઉદ્યોગમાંથી બે ટન જેટલો અખાદ્ય માલ જપ્ત

886
Published on: 9:09 am, Sun, 22 August 21
  • ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ખાસ ડ્રાઈવ
  • ફરાળી વાનગીઓની ખાસ ચકાસણી
  • સ્વામિનારાયણ ગૃહ ઉદ્યોગમાંથી બે ટન જેટલો અખાદ્ય માલ જપ્ત
  • અનેક શહેરોમાંથી શંકાસ્પદ નમૂના લેવાયા
  • રક્ષાબંધન પહેલા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની સઘન કાર્યવાહી

રાજ્યમાં હાલમાં રક્ષાબંધનનો માહોલ જામ્યો છે. રાખડીથી લઈને મીઠાઈની દુકાનોમાં ભારે ભીડ જોવા મળી રહી છે. ત્યારે કોરોના કાળમાં લોકોના આરોગ્ય ઉપર ભેળસેળિયા ફરસાણથી વધુ કોઈ ખરાબ અસરના થાય તે માટે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સતર્ક બન્યું છે.

https://api.mantavyanews.in/wp-content/uploads/2021/08/shravan-3.png

ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા રાજ્યમાં ફરી એકવાર મીઠાઇની દુકાનો પર ચકાસણી હાથ ધરવામાં આવી હતી. રાજ્યમાંથી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગદ્વારા 217 નમૂના લેવામાં આવ્યા હતા. જેમાં સુરતમાંથી 38, વડોદરામાંથી 14 , અમદાવાદમાથી 5 અને રાજકોટમાંથી 11 નમૂના લેવામાં આવ્યા હતા. તે ઉપરાંત સ્વામિનારાયણ ગૃહ ઉદ્યોગમાંથી બે ટન જેટલો અખાદ્ય માલ જપ્ત કર્યો હતો.

રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ફરાળી વાનગીઓ બનાવતી અને વેચતી દુકાનો પર ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યુ હતું. શ્રાવણ માસમાં મોટા ભાગે લોકો ઉપવાસ રાખતા હોય છે ત્યારે ફરાળી વાનગીઓનું સારા એવા પ્રમાણમાં ઉપયોગમાં આવતી હોય છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા તકેદારીના ભાગરૂપે ખાદ્ય ચીજવસ્તુઓના વિક્રેતાઓને ત્યા ખાસ ચકાસણી કરવામાં આવી હતી.જેમાં અમદાવાદ,રાજકોટ,વડોદરા અને સુરતમાં તપાસ કરવામાં આવી હતી. જેમાં સુરતના સ્વામિનારાયણ ગૃહ ઉદ્યોગમાંથી બે લાખની કિંમતની અખાદ્ય વસ્તુઓને જપ્ત કરવામાં આવી હતી.

 ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ

ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ફરાળી વાનગીઓના પણ નમુના લેવામાં આવ્યા છે. સ્વામિનારાયણ  ઉધોગમાંથી સાવ બે લાખ કિંમતનો અખાદ્ય વસ્તુ જપ્ત કરી છે. કાર્યવાહી સંદર્ભે ફૂડ વિભાગના કમિશનર એચ.જી.કોશિયાએ જણાવ્યું હતું કે, લેબમાં શાકાહારી અને માંસાહારી ફૂડ પરીક્ષણ માટે પૂરતા સંસાધનો છે. શાકાહારી કે માંસાહારી ફૂડ આધારે ડીએનએ ટેસ્ટ કરવામાં આવે છે. ફૂડ ચકાસણી લેબમાં તમામ પ્રકારના સંસાધનો ઉપલબ્ધ છે. ફૂડ ચકાસણી માટે હાઈ ટેક સંસાધનો ઉપલબ્ધ છે. માંસાહારી ફૂડ માટે પણ ચકાસણી કરવામાં આવે છે.

  • ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ફરાળી વાનગી ચકાસણી
  • રાજ્યમાંથી ફરારી વનગીના શંકાસ્પદ 217 નમૂના લેવાય
  • સુરત 38, વડોદરા 14, અમદાવાદ 5, રાજકોટ 11 નમૂના લેવાયા
  • સુરત સ્વામિનારાયણ ગૃહ ઉધોગમાંથી અખાદ્ય બે ટન માલ જપ્ત કર્યો

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ 10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317