ભરૂચ : દોઢ વર્ષ પછી દીકરી પિતાને મળવા આવી, હૈયાફાટ રૂદનનું આ દુશ્ય જોઈ તમને પણ રડવું આવી જશે..

1469
Published on: 11:33 am, Sat, 3 April 21
  • લગ્ન બાદ પુત્રી નાગપુર સાસરે હતી, કોરોના મહામારીમાં તે પિયર લાંબા સમયથી આવી ન હતી
  • દીકરી કોરોનાને કારણે દોઢ વર્ષે પિતાને મળવા આવી શકી અને આવી ત્યારે પિતાને જ કોરોના ભરખી ગયો
  • દોઢ વર્ષ બાદ ઘરે આવેલી દિકરીને પિતાના અંતિમ સંસ્કારમાં જવુ પડશે
  • કોરોનાના કારણે દિકરી ઘરે આવી શકી નહોતી

ભરૂચના કોવિડ સ્મશાન ખાતે આજરોજ લાગણી સભર દ્રશ્યો જોવા મળ્યા હતા. દોઢ વર્ષ બાદ પિતાને મળવા આવેલ પુત્રીનું હૈયાફાટ રુદન જોઇ કોવિડ સ્મશાનના કર્મચારીઓ સહિત ઉપસ્થિત સૌ કોઈને આંખોના ખૂણા ભીના થઈ ગયા હતા.

ભરૂચના સ્ટેશન રોડ પર આવેલ આર.કે. કાસ્ટા એપાર્ટમેન્ટમાં એ 503 નંબરમાં રહેતા 62 વર્ષીય કમલ કિશોર મુંદ્રા તથા તેઓના પત્ની કોરોનામાં સપડાયા હતા. જે બાદ તેઓને સારવાર અર્થે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં દિવસે દિવસે તેઓની હાલત વધારે ગંભીર બની રહી હતી . આજરોજ સવારે તેઓ કોરોના સામેનો જંગ હારી જતા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. જેઓના મૃતદેહને અંતિમવિધિ માટે ભરૂચના કોવિડ સ્મશાન ખાતે લવાયો હતો. જ્યાં કાંઈક એવું બન્યું જે જોઈ ભલભલા પથ્થર દિલ માનવી પણ હચમચી જાય.

નેહાના હૈયાફાટ રુદને કોવિડ સ્મશાનમાં સૌની આંખોના ખૂણા ભીના કરાવી દીધા.

નેહાને પિતા તો ન મળ્યા, પણ પિતાના મૃતદેહનાં પણ દર્શન ન થયાં

કોરોનાથી મૃત્યુ પામનાર કમલ કિશોર મુંદ્રાની 32 વર્ષીય દીકરી નેહાના લગ્ન નાગપુર થયા હતા. તેણે તેના પિતાના ખરાબ સ્વાસ્થ્ય અંગેના સમાચાર મળતાં તે ભરૂચ આવવા રવાના થઈ હતી, પણ ન જાણ્યું જાનકી નાથે કાલે સવારે શું થવાનું છે. નેહા ભરૂચ પહોંચે એ પહેલાં જ તેના પિતાએ દુનિયાને અલવિદા કહી દીધું હતું. વિધિની વક્રતા કહો કે કિસ્મતની કઠણાઇ, એમ નેહાને પિતા તો ન મળ્યા, પણ પિતાના મૃતદેહનાં પણ દર્શન ન થયાં.

ભરૂચમાં એક પિતાનું કોરોનાના કારણે અવસાન થતાં તેમના નશ્વર દેહને હોસ્પિટલથી સીધો સ્મશાન ખાતે લાવવામાં આવ્યો હતો. આ સમયે તેમની પુત્રીનું પણ આગમન થયું હતું. તે અભ્યાસ માટે પરિવારથી દુર રહેતી હતી. નાનપણથી પિતાના લાડકોડથી ઉછરેલી પુત્રી તેના પિતાના અંતિમ દર્શન કરવા માટે તડપતી રહી… સ્મશાનના સ્વયંસેવકો પણ તેના હૈયાફાટ રૂદન પાછળનું દર્દ સારી રીતે સમજતાં હતાં પણ તેઓ પણ મજબુર હતાં. પિતાના અંતિમ દર્શન માટે પુત્રી રડતી રહી રહતી રહી. પાવન સલિલા મા નર્મદાના શાંત નીર અને ચિત્તામાંથી ઉઠતાં ધુમાડા પણ જાણે આ દ્રશ્ય જોઇને રડી પડયાં હોય તેમ લાગતું હતું.

વિધિની વક્રતા કહો કે કિસ્મતની કઠણાઈ, એમ નેહાને પિતા તો ન મળ્યા, તેમના મૃતદેહનાં અંતિમ દર્શન પણ ન થયાં

62 વર્ષના કમલ કિશોર મુદ્રાં અને તેના પત્નીને થયા હતો કોરોના

ભરૂચના સ્ટેશન રોડ પર આવેલા કાસ્ટા એપાર્ટમેન્ટમાં 62 વર્ષના કમલભાઈ અને તેમના પત્નીને કોરોના થયો હતો. સારવાર માટે બંને વ્યક્તિ હોસ્પિટલ પણ પહોંચ્યા હતા. પરંતુ કમલભાઈની હાલતમાં કોઈ ફરક પડી રહ્યો નહોતો. તબીબોએ પણ ખૂબ મહેનત કરી તેમને બચાવવા માટે કોશિશ કરી હતી. પરંતુ ઈશ્વરની સામે તો સૌ કોઈ લાચાર છે. કોરોનાની સામે કમલ કિશોર મુંદ્રા હારી ગયા હતા. અને હોસ્પિટલમાં જ અંતિમ શ્વાસ લીધા હતા.

સંવાદદાતા વિપુલ મૂંજાણી 

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317