વડોદરા આપઘાત કેસ : 4 વર્ષના બાળકનો મૃતદેહ જોઈ નાના-નાની, મામા-માસીનું આક્રંદ, કહ્યું:’અમારા ફૂલ જેવા બાળકનો શું વાંક હતો’

7371
Published on: 8:12 pm, Thu, 4 March 21
વડોદરા સામૂહિક આપઘાત કેસ
  • પરિવારનો એકપણ સભ્ય હાજર ન હોવાથી હોસ્પિટલમાંથી જ અંતિમયાત્રા નીકળી
  • ખાસવાડી સ્મશાનમાં પિતા-પુત્રીની અંતિમસંસ્કાર કરાયા, પૌત્રની દફનવિધિ કરાઈ
  • બુધવારે સોની પરિવારે કરેલા સામૂહિક આપઘાતમાં 3 સભ્યોનાં મોત થયાં હતાં

વડોદરાના સમા વિસ્તારમાં આવેલી સ્વાતિ સોસાયટીમાં સામૂહિક આપઘાતમાં મોતને ભેટેલા 3 સભ્યોની અંતિમ યાત્રા આજે સયાજી હોસ્પિટલમાંથી એક સાથે નીકળી હતી. આ સમયે 4 વર્ષના બાળકને તેના મામાને હાથમાં લીધો હતો. આ સમયે બાળકના નાના-નાની, મામા અને માસીએ હૈયાફાટ રુદન કર્યું હતું. અને કહ્યું હતું કે, ‘અમારા ફૂલ જેવા બાળકનો શું વાંક હતો’. અંતિમયાત્રામાં સ્વાતિ સોસાયટીના રહીશો મોટી સંખ્યામાં જોડાયા હતા અને ખાસવાડી સ્મશાનમાં પિતા અને દીકરીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. જ્યારે 4 વર્ષના પાર્થની દફનવિધિ કરવામાં આવી હતી.

સયાજી હોસ્પિટલમાં પિતા અને પુત્રીના મૃતદેહો.

મામાએ બાળકના મૃતદેહને ઉઠાવીને એમ્બ્યુલન્સમાં મૂક્યો

વડોદરાના સમા સ્પોટ્સ કોમ્પ્લેક્સ સામે આવેલી C-13, સ્વાતિ સોસાયટીના શિવશક્તિ બંગલોમાં બુધવારે સોની પરિવારે ઝેરી દવા ગટગટાવીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં પરિવારના 3 સભ્યોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. સામૂહિક આપઘાતમાં મૃત્યુ પામેલા પરિવારના મોભી નરેન્દ્ર સોની, તેમની દીકરી રીયા અને પૌત્ર પાર્થનું સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું, ત્યાર બાદ તેમની યાત્રા નીકળી હતી. જેમાં મામાએ બાળકના મૃતદેહને ઉઠાવીને એમ્બ્યુલન્સમાં મૂક્યો હતો. આ સમયે પાર્થના માતા વૈશાલીબેન, પિતા મહેન્દ્રભાઇ, બહેન ખુશ્બૂ, ભાઇ હર્ષે હૈયાફાટ રુદન કર્યું હતું.

મહત્વની વાત એ છે કે, આર્થિક સ્થિતિ બગડતાં આ સોની પરિવારે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું હતું. જો કે, હવે આપઘાત કેસમાં નવો ખુલાસો થયો છે. જેમાં ભાવિન સોનીએ ભરત વાઘેલા નામના શખ્સને પોતાનું મકાન વેચ્યું હતું. જેને લઇને ભરત વાઘેલાએ બાના પેટે 2 લાખ રૂપિયા આપ્યા હતા. જેમાંથી એક લાખ રૂપિયાનો ચેક બાઉન્સ થયો હતો. ત્યારબાદ ભાવીન સોનીએ ભરત વાઘેલાને મકાન ન વેંચતા અન્ય કોઈ શખ્સને મકાન વેચ્યું હતું. જેના પૈસા મળતા તેણે 23 લાખમાં વાઘોડિયા ખાતે મકાન નોંધાવ્યું હતું.

સ્વાતિ સોસાયટીમાં પરિવારનો એકપણ સભ્ય હાજર ન હોવાથી હોસ્પિટલમાંથી જ અંતિમયાત્રા નીકળી હતી.

ખાસવાડી સ્મશાનમાં અંતિમસંસ્કાર કરાયા

સ્વાતિ સોસાયટી સ્થિત ઘરમાં કોઇ ન હોવાથી ત્રણેયની અંતિમયાત્રા સયાજી હોસ્પિટલમાંથી જ નીકળીને ખાસવાડી સ્મશાન ખાતે પહોંચી હતી. જ્યાં પિતા નરેન્દ્રભાઇ અને દીકરી રીયાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. જ્યારે 4 વર્ષના પાર્થની દફનવિધિ કરવામાં આવી હતી.

દીકરીએ ક્યારેય પરિવારની સ્થિતિ અંગે વાત કરી નથી

ઉર્વીનાં મમ્મી વૈશાલીબેન મહેન્દ્રભાઇ સોનીએ જણાવ્યું હતું કે મારી દીકરીએ પરિવારની આર્થિક સ્થિતિ અંગે ક્યારેય વાતચીત કરી નથી, જ્યારે પણ વાતચીત કરે ત્યારે પોતે ખૂબ ખુશ હોવાની જણાવતી હતી. લગ્ન સમયે તેમની સ્થિતિ સારી હતી, પછી શું થયું એ ખબર નથી. તેમની પાસે કાર પણ હતી.

સોની પરિવારની આર્થિક સ્થિતિ એવી કંગાળ બની હતી કે, બચતમાં એક રૂપિયા પણ વધ્યો  ન હતો | Gujarat News in Gujarati

ડેડબોડી પાસે ફોન રણકતો રહ્યો

કોઈ વિચાર સુદ્ધા ન કરે કે વડોદરાનો સોની પરિવાર આત્મહત્યાનું પગલુ ભરશે. સાંજે પાંચ વાગ્યાના અરસામાં એક સંબંધીનો પરિવારના મોભી નરેન્દ્રભાઈ પર એક ફોન આવ્યો હતો. જોકે, ત્યાં સુધી તો તેમણે દવા ગટગટાવી નાંખી હતી. તેમના મૃતદેહની પાસે ફોન રણકતો પડ્યો હતો. ફોન આવે તે પહેલા તો નરેન્દ્રભાઈના પ્રાણ જતા રહ્યા હતા.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317