ગાંધીનગર : સિવિલના સિનિયર ડોક્ટરે હોસ્પિટલના ગેટ પાસે રૂમાલ વેચતી મહિલાને થેલા સહિત 50 ફૂટ ઢસડી…

812
Published on: 6:33 pm, Fri, 27 August 21
  • ગાંધીનગર સિવિલના ડોક્ટરનું અમાનુષી વર્તન
  • રૂમાલ વેચતી મહિલાને ડોક્ટરે 50 ફૂટ ઢસડી
  • મહિલાએ ડોક્ટર સામે નોંધાવી ફરિયાદ
  • ગાંધીનગર સિવિલના સિનિયર ડોક્ટરે મહિલાને થેલા સહિત 50 ફૂટ ઢસડી

શહેરની સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં પાથરણુ પાથરીને હાથ રૂમાલ, મોઝા અને નાના બાળકોના બાળોતીયા જેવા કપડા વહેંચતી એક વિધવા મહિલા સાથે સિવિલનાં તબીબોએ કરેલું અમાનવીય વર્તન જોઇને કોઇ પણ સામાન્ય માણસ થથરી જાય. હાલ આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. તબીબ જેવા ભણેલી ગણેલ વ્યક્તિના આવા વર્તનથી લોકો ફિટકાર વરસાવી રહ્યા છે. ડોક્ટરનું નિવેદન લઇને આગળની કાર્યવાહી હાથ ધરાઇ છે.

ગાંધીનગરમાં એક ડોક્ટરે મહિલા સાથે અમાનુષી કૃત્યુ કર્યાનું સામે આવ્યું છે. ગાંધીનગર સિવિલના ગેટ પાસે રૂમાલ વેચતી મહિલાને ગાંધીનગર ફરજ બજાવતા સિવિલના ડોક્ટર વિકી પારીખે મહિલાને રોડ પર ઢસડી હતી મહિલાને રોડ પર 40 ફૂટ સુધી ઢસડવામાં આવતા મહિલાને ઘાયલ થઈ હતી.

ગાંધીનગર GEB કાચા છાપરામાં રહેતા ઝરીનાબેન સુભાન કટિયા નામની વિધવા મહિલા સિવિલ ખાતે પાથરણું પાથરી હાથ રૂમાલ અને અન્ય કપડાઓ વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે. 21 ઓગસ્ટે પણ ઝરીના બહેન પોતાની દિનચર્યા અનુસાર અહીં આવીને પોતાનું પાથરણું લગાવ્યું હતું. સિવિલ હોસ્પિટલમાં વેપાર ધંધો કરવા પર પ્રતિબંધ છે. સિવિલ હોસ્પિટલ ઓર્થોપેડિક વિભાગના હેડ ડૉ.વિકી પરીખ આવ્યા હતા. મહિલા સાથે માથાકુટ કરી થેલો ફેંકવાનો પ્રયાસ કર્યો હતો. જો કે ઝરીનાબેન પોતાનો થેલો પકડી રાખતા ડોક્ટર વિકી પરીખે થેલા સાથે ઝરીનાબેનને 50 ફુટ સુધી ઢસડ્યા હતા. ડોક્ટરનું આ કૃત્ય જોઇને આસપાસ હાજર લોકો પણ થોડા સમય માટે ડઘાઇ ગયા હતા.

ગાંધીનગરમાં સિવિલમાં ઓર્થોપેડિક વિભાગમાં હેડ તરીકે ફરજ બનાવતા ડૉ. વિકી પરીખે મહિલા સાથે અમાનવીય વર્તન કર્યું ભોગ બનનાર મહિલાએ પોતાની આપવીતી જણાવતા કહ્યું કે સિવિલના દરવાજે બેસીને વેપાર કરું છું. મારા પતિ અવસાન પામ્યા છે, કોઇ સંતાન નથી. શનિવારે સામાન્ય વરસાદ પડતો હોવાથી ગેટની બિલકુલ નીચે બેઠી હતી. ત્યારે ડોક્ટર વિકી પરીખ આવ્યા હતા અને ગાળો બોલતા મારો સામાનનો થેલો ફેંકી દીધો હતો બાદમાં મારો થેડો ઉપાડી ફેંકવા જઇ રહ્યા હતા. હું સામાનની સાથે ઢસેડાઇ રહી હતી, છતા તેમણે મારો થેલો છોડ્યો ન હતો અને 40 ફૂટ જેટલી મને ઢસેડી નાખી હતી.

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ 10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317