હાથરસમાં વધુ એક દુષ્કર્મ: છ વર્ષની બાળકીના એવા હાલ કર્યા કે, અસહ્ય પીડા બાદ થયું દર્દનાક મોત

585
Published on: 3:13 pm, Tue, 6 October 20

હાથરસ

દુષ્કર્મ કાંડ

હાથરસ માં દીકરી સાથે બળાત્કાર કરવાનો બીજો એક બનાવ બહાર આવ્યો છે. 15 દિવસ અગાઉ સાદાબાદ ક્ષેત્રનાં મઈ જટોઈ નિવાસી 6 વર્ષની બાળકી સાથે અલીગઢ જિલ્લાનાં ઈગલાસ ગામમાં રેપનો બનાવ બન્યો હતો. બાળકીનું દિલ્હીની હોસ્પિટલમાં સારવાર ચાલતી હતી. પરંતુ બાળકી મૃત્યુ પામી છે. બનાવથી ક્રોધયુક્ત પરિવારજનો શવને રસ્તા પર રાખી રસ્તો રોક્યો છે.

દુઃખદ / હાથરસમાં વધુ એક રેપ : 6 વર્ષની બાળકીનું દુષ્કર્મ બાદ મોત, મૃતદેહ લઈ રસ્તા પર બેઠા પરિવારજનો, કહ્યું.

પરિવારજનોની માંગ છે કે, જ્યાં સુધી અપરાધી પકડાઇ નહીં તેમજ ઈગલાસ પોલીસને સસ્પેન્ડ કરવામાં ન આવે ત્યાં સુધી તેઓ બાળકીનું અંતિમ સંસ્કાર નહીં કરે. બનાવ સ્થળે મોટા પ્રમાણમાં પોલીસ ફોર્સ હાજર છે. આ કેસમાં પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી છે, પરંતુ પરિવારનો આક્ષેપ છે કે, પોલીસ દ્વારા યોગ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી નથી.

બાળકીનાં પિતા દ્વારા કહેવામાં આવ્યું છે કે, ત્રણ માસ અગાઉ મારી બે દીકરીઓને તેની માસી પોતાનાં ઘરે લઇ ગઇ હતી. ત્યારે ત્યાં માસીનાં દીકરાએ મારી દીકરી સાથે રેપ કર્યો. મારી માંગ છે કે, પોલીસ મારી મોટી દીકરીને ઘરે પાછી લાવે તેમજ યોગ્ય આરોપીને ધરપકડ કરે. હાલ પોલીસ દ્વારા ખોટા છોકરાને પકડવામાં આવ્યા છે. જે યોગ્ય નથી.

બાળકીનાં પિતાએ ઈગલાસનાં SO ઉપર બેદરકારી કરવાનો આક્ષેપ લગાવ્યો છે. મારું કોઈ પણ સાંભળતા નથી. મારી માંગ એ છે કે, સાચા આરોપીને પકડવામાં આવે તેમજ ઈગલાસનાં SOને સસ્પેન્ડ કરવામાં આવે. પિતા દ્વારા એ ફરિયાદ કરવામાં આવી છે કે, જિલ્લા પ્રશાસનને તેમની કોઈ પણ પરવાહ નથી.

ઈન્સપેક્ટર સસ્પેન્ડ કરવામાં આવ્યા
આ બાબતમાં સાબાબાદનાં DSP બ્રમ્હમ સિંહ દ્વારા કહેવામાં આવ્યું છે કે, બાળકીની માતાનું મૃત્યુ થયું હતું. ત્યાર બાદ બાળકી પોતાની માસીને ત્યાં રહેતી હતી. માસીનાં દીકરાએ બનાવને અંજામ આપ્યો છે. ઈગલાસનાં ઈન્સપેક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમજ આ બાબતની તપાસ ચાલુ છે. બનાવ સ્થળે અલીગઢનાં ASP પણ મોજૂદ છે.

હાથરસની દલિત યુવતીના ગેંગરેપની ઘટનાને પગલે દેશમાં આક્રોશ છે. રાજકારણ ગરમાયું છે.  ઉલ્લેખનીય છે કે પોલીસે પરિવારની ગેરહાજરીમાં અડધી રાતે પરિવારની મરજી વિરુદ્ધ પીડિતાનો અંતિમ સંસ્કાર કરી દીધો હતો. જેને પગલે દેશમાં રોષ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે UPના હાથરસમાં યુવતી પર ગેંગરેપના મામલામાં પીડિતાનું સફદરજંગ હોસ્પિટલમાં અવસાન થયું છે.

બાળકીના પિતાએ કહ્યું હતું કે ત્રણ માસ પહેલાં મારી બે પુત્રીઓને એમની માસી પોતાને ઘેર લઇ ગઇ હતી. માસીના દીકરાએ નાની દીકરી પર રેપ કર્યો હતો. પોલીસ મારી મોટી દીકરીને ત્યાંથી પાછી લાવી આપે અને અસલી ગુનેગારની ધરપકડ કરે. અત્યારે પોલીસે જેને પકડ્યો છે એ છોકરો તો માનસિક બીમારીથી પીડાય છે. એને આ કેસ સાથે કશી લેવાદેવા નથી. બાળકીના પિતાએ પોલીસ પર બેદરકારીનો આક્ષેપ મૂક્યો હતો અને કહ્યું હતું કે મારી વાત પોલીસ સાંભળતી નથી. જિલ્લા વહીવટી તંત્ર અમારી વાતને ધ્યાનમાં લેતું નથી.

આ અંગે સાદાબાદના ડીએસપી બ્રહ્મસિંઘે મિડિયાને કહ્યું કે છોકરીઓની માતાનું અવસાન થઇ ગયું હતું એટલે માસી આ બંને બહેનોને સાથે લઇ ગઇ ઙતી. માસીના છોકરાએ રેપ કર્યો હતો. અમે સંબંધિત પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરી દીધા હતો. કેસની તપાસ ચાલુ હતી. અલીગઢના એએસપી પણ ઘટનાસ્થળે હાજર હતા.

અમારી ન્યૂઝ સાથે બન્યા રહો. વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો.

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatapp

વોટ્સએપ   3 :    Whatapp

વોટ્સએપ  4 : Whatapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ