સુરત : ડુમસ વિસ્તારમાં એક ગરબા ગ્રુપે ગરબા કરી સોશિયલ ડિસ્ટન્સના લીરે લીરા ઉડાવ્યાં, પોલીસે કરી ધરપકડ…

1144
Published on: 2:17 pm, Tue, 3 August 21

• માસ્ક પહેર્યા વગર જાહેર સ્થળોએ યુવકોએ કોરોના ગાઈડલાઈનનો ભંગ કર્યો
ત્રીજી લહેરને આમંત્રણ,’ ભીડના ચિંતાજનક દૃશ્યો

સુરતના ડુમસ દરિયા કિનારે લોકોને વીક એન્ડમાં ફરવા માટે થોડો દિવસો અગાઉ જ પરમિશન મળી હતી. કોરોનાના કારણે બંધ રહેલો દરિયાકિનારો પ્રવાસીઓ માટે ખુલતા જ મોટી સંખ્યામાં લોકો ફરવા માટે પહોંચી રહ્યાં છે. જો કે અમૂક લોકો ગ્રુપમાં પહોંચીને કોરોનાની ગાઈડલાઈનના ધજાગરા ઉડાવતા જોવા મળી રહ્યાં છે. વાઈરલ થઈ રહેલા વીડિયો મુજબ ડુમસના દરિયા કિનારે એક ગરબાના ગ્રુપે માસ્ક વગર કે ચોક્કસ અંતર જાળવ્યાં વગર જ બોલીવૂડના ફિલ્મી ગીતો પર વેસ્ટર્ન ગરબા કરીને નિયમોના લીરેલીરા ઉડાવ્યાં હતાં. વાઈરલ થઈ રહેલા વીડિયો અંગે તપાસ કરી પગલાં લેવાશે તેમ ડુમસ પોલીસે જણાવ્યું હતું.

 કિર્તેશ પટેલ, સુરત : સુરતના (Surat) સુરતીઓ જાણે કોરોનાની ત્રીજી લહેરને (coronavirus Third Wave) આમંત્રણ આપતા હોય તે પ્રકારની ઘટનાઓ સતત સામે આવી રહી છે. ગઈકાલે રવિવારે હોવાને લઈને સુરતી લાલાઓ સુરતના ડુમસ કિનારે મોટી સંખ્યામાં ઉતરીને ગરબા ગાવા સાથે કોરોનાની ગાઇડ લાઇન (corona Guideline)ના ધજાગરા ઉડાડ્યા હતા. ત્યારે બીજી બાજુ આજે સેવાસેતુ કાર્યક્રમમાં પણ મોટી સંખ્યામાં લોકો પહોંચીને કોરોના ની ગાડી લઈન તોડતા પણ જોવા મળ્યા હતા.

ડુમસ ખાતે આવેલા બીચ પર એક ગરબા ગ્રુપે ફિલ્મી ગીતો પર ગરબા કર્યા હતા. જેમાં કોઈ પણ જાતનું શોશ્યલ ડીસ્ટન્ટ જળવાયું ન હતું. એટલું જ નહી હાજર એક પણ વ્યક્તિએ માસ્ક પણ પહેર્યું ન હતું. આ વિડીઓ વાયરલ થયા બાદ પોલીસ હરકતમાં આવી છે. ડુમસ પી.આઈ.એ જણાવ્યું હતું કે વાયરલ વિડીયોની તપાસ કરવામાં આવશે. અને તપાસ બાદ આ મામલે કાર્યવાહી કરવામાં આવશે.

સ્થાનિકોએ રોષપૂર્વક જણાવ્યું હતું કે, ગરબાનો વાઇરલ વીડિયો એ ખૂબ જ દુઃખની વાત છે. જવાબદાર અને સમજદાર વ્યક્તિઓ જ જો આવી ભૂલ કરી સોશિયલ ડિસ્ટન્સિંગ વગર ગરબા રમી રહ્યા છે. એ પણ જાહેરમાં બીચ ઉપર એ દુઃખની વાત છે. જોકે આ એક તપાસનો વિષય પણ કહેવાય છે. ચોક્કસ પોલીસ અને પાલિકાએ વીડિયોની ખરાઈ કરી કોરોનાકાળ દરમિયાન થતાં આ પ્રકારનું કરનાર પર પગલાં લેવા જોઈએ.

 આજના તમામ જુગના સેવાસેતુ કાર્યક્રમમાં લોકોની ભારે ભીડ ભેગી થઇ રહી છે. જેમાં માસ અને લોકોઍ પહેર્યા ન હોવાનું જાવા મળી રહ્નાં છે. આટલું જ નહીં પરંતુ નાની જગ્યામાં મોટા લોકો ભેગા થઇ જતાં સોશિયલ ડિસ્ટન્સ જળવાતું નથી. જેના કારણે હાલ ઘટી રહેલું સંક્રમણ વધી જાય તેવી શક્યતા નકારી શકાતી નથી.

ઉલ્લેખનીય છે કે સુરતમાં કોરોનાની બીજી લહેર દરમ્યાન ૨ હજારથી વધુ કોરોનાના કેસો સામે આવી રહ્યા હતા. અને એક તબક્કે બેડની અછત પણ સર્જાઈ હતી. જેને લઈને વિવિધ વિસ્તારોમાં કોવીડ કેર સેન્ટર પણ શરુ કરવામાં આવ્યા હતા. પરંતુ હવે સંક્મ્રણ ઓછુ થતા જ લોકો બેદરકાર બન્યા છે.અને આવી રીતે કોરોનાના નિયમની ધજીયા ઉડાવી જાણે ત્રીજી લહેરને આમંત્રણ આપતા હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે લોકોની આવી બેદરકારી ફરી એક વખત સંક્મ્રણ વધારી શકે છે.

અંકિત સોમૈયા (ડુમસ પીઆઇ) એ જણાવ્યું હતું કે, મારા ધ્યાન પર નથી. વીડિયો ચેક કરી તપાસ કરીશ. જો ડુમસ બીચ પર આવા કોઈ ગરબા રમી નિયમો તોડવામાં આવ્યા હશે, તો ચોક્કસ જે તે ગ્રૂપ ને શોધીને પગલાં ભરવામાં આવશે.હાલમાં કોરોના ની બીજી લહેર પૂર્ણ થઇ છે ત્યારે લોકોને જે પ્રકારે સરકારે છૂટછાટ આપી જે આ છૂટછાટ સુરતના લોકો બેફામ રીતે દુરઉપયોગ કરી રહ્યા છે અને જાણે કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ આપી રહ્યા છે. કોરોનાની બીજી લહેરમાં પોતાને પડેલી મુશ્કેલીઓની સુરતના સુરતીઓ ભૂલી ગયા હોય તેવું દેખાઈ રહ્યું છે.

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ 10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317