ગારિયાધાર તાલુકા ના પાલડી ગામે તળાવમાં ન્હાવા પડેલ બે બાળકો ડૂબી જતા મોત નીપજ્યું

601

બ્રેકીંગ

ગારિયાધાર તાલુકા ના પાલડી ગામે તળાવમાં ન્હાવા પડેલ
બે બાળકો ડૂબી જતા મોત નીપજ્યું

ગારિયાધારના પાલડી ગામે રહેતા અને તળાવમાં ન્હાવા પડેલ યુગ રાજુભાઈ બારડ ઉંમર વર્ષ. 14. અને નયન મુકેશ ભાઈ હરિયાણા ઉંમર વર્ષ. 12. નામના બે બાળકો ઉંડા પાણીમાં ગરકાવ થઈ જતા લોકો દોડી ગયેલ અને તરવૈયાઓએ શોધખોળ બાદ હાથ ધરી હતી ઘટનાની જાણ થતાં પોલીસ અને 108. સહિત કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો સ્થાનિક તરવૈયાઓ ભારે શોધખોળ બાદ બંને બાળકોના મૃતદેહ મળી આવ્યા હતા નાના એવા પાલડી ગામ અને ગારિયાધાર પંથકમાં ડૂબી જવાથી બે બાળકોના મોત નિપજ્યા હોવાની વાત પ્રસરતા અરેરાટી સાથે ગમગીની પ્રસરી જવા પામી હતી.

એક સાથે 2 બાળકો ના મોત ના સમાચાર સાંભળી ગારીયાધાર નું પાલડી ગામ માં શોક ની લાગણી છવાઈ ગઈ છે , એક જ ગામ એકસાથે 2 બાળકો ની અર્થી એક સાથે ઉઠશે,

આ પ્રકાર ની ધટના વારવાર સામે આવી રહી છે છતાં લોકો માં બેદરકારી જોવા મળે છે, અજાણી જગ્યાએ નદી કે તળાવ માં નાહવા પડતા પહેલા તળાવ કે નદી ની જાણકારી મેળવી લેવી જોઈએ અથવા તો અજાણી જગ્યાએ ન્હાવા ન જવું જોઈએ.

તળાવ માંથી એક સાથે 2 બાળકો ની લાશ મળતા જ ગારીયાધાર પોલીસ ઘટના સ્થેળ પર પહોચી ને આગળ ની તપાસ હાથ ધરી છે.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહો

વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatapp

વોટ્સએપ   3 :    Whatapp

વોટ્સએપ  4 : Whatapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ