- LPGના ભાવમાં 1 મહિનામાં ત્રીજી વખત થયો ભાવ વધારો
- સબ્સિડી વિનાના LPG સિલિન્ડરમાં રૂ.25નો વધારો
- 3 મહિનામાં LPG સિલિન્ડરના ભાવમાં રૂ.200નો વધારો
સરકારી તેલ અને ગેસ કંપનીઓએ ફેબ્રુઆરી મહિનામાં 3જી વખત ઘરેલૂ ગેસ સિલિન્ડરની કિંમતોને લઈને ગ્રાહકોને ઝટકો આપ્યો છે. 14.2 કિલોના સબ્સિડી વિનાના સિલિન્ડરના ભાવમાં ફરીથી 25 રૂપિયાનો ભાવ વધારો કરાયો છે. જ્યારે 19 કિલોના કર્મશિયલ સિલિન્ડર પર થોડી એટલેકે 4 રૂપિયાની રાહત આપવામાં આવી છે.
LPG Gas Cylinder Price Today: રાંધણ ગેસ સિલિન્ડર (LPG) ના ભાવ ફરીથી વધ્યા છે. IOC એ ફેબ્રુઆરીમાં 14.2 કિલોગ્રામવાળા રાંધણ ગેસ સિલિન્ડરના ભાવ ફેબ્રુઆરીમાં ફરીથી વધાર્યા છે. આ અગાઉ 4 ફેબ્રુઆરી અને 14 ફેબ્રુઆરીના રોજ ભાવ વધ્યા હતા.
ફેબ્રુઆરીમાં ત્રીજીવાર વધ્યા ભાવ
ડિસેમ્બર મહિનામાં રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં બે વાર વધારો થયો હતો. 1 ડિસેમ્બરના રોજ 594 રૂપિયા રૂપિયાથી વધીને તેનો ભાવ 644 રૂપિયા કરાયો હતો અને ફરીથી 15 ડિસેમ્બરે એકવાર તેનો ભાવ 694 રૂપિયા કરવામાં આવ્યો. એટલે કે એક જ મહિનાની અંદર 100 રૂપિયાનો વધારો કરાયો. જો કે જાન્યુઆરીમાં ભાવ વધ્યા નહીં. જાન્યુઆરીમાં સબસિડી વગરના રાંધણ ગેસનો ભાવ 694 રૂપિયા હતો. ફેબ્રુઆરીની શરૂઆતમાં રાંધણ ગેસની કિંમતમાં વધારો થયો નહીં અને તે તેની જૂની કિંમત 694 રૂપિયે જ મળી રહ્યો હતો.
1 ફેબ્રુઆરીના રોજ ભાવમાં વધારો ન થયો. પરંતુ 4 ફેબ્રુઆરીના રોજ ફરીથી ભાવ વધીને 719 રૂપિયા થયા. એટલે કે 25 રૂપિયા વધારો ઝીંકાયો. 10 જ દિવસની અંદર એલપીજીના ભાવમાં 50 રૂપિયાનો ફરી વધારો થયો. અને આજે એકવાર ફરીથી ભાવ વધ્યા અને 769 રૂપિયાથી વધીને 794 રૂપિયા થઈ ગયો. એટલે કે 25 રૂપિયા ભાવ વધ્યો.
14.2 કિલોના સિલિન્ડરની કિંમત થશે 892.50 રૂપિયા થશે
હવે ગ્રાહકોએ 14.2 કિલોના ગેસ સિલિન્ડર માટે 892.50 રૂપિયા ચૂકવવાના રહેશે. પહેલાં 15 ફેબ્રુઆરીએ આ કિંમત 867.50 રૂપિયા હતી. તેમાં 25 રૂપિયાનો વધારો કરાયો છે. ઉલ્લેખનીય છે કે એક મહિનામાં 3જી વખત સિલિન્ડરના ભાવ વધ્યા છે. 3 ફેબ્રુઆરીની સરખામણીએ કિંમત 75 રૂપિયા વધી ચૂકી છે.
આ મહિને ત્રીજી વખત ભાવ વધારીને ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો
સામાન્ય રીતે મહિનાના અંતિમ દિવસે રસોઈ ગેસની સમીક્ષા કરાય છે અને કિંમતોમાં વધધટ નવા મહિનાથી લાગૂ કરાય છે. પરંતુ આ મહિને 3 વખત ભાવવધારો કરીને 75 રૂપિયા વધારી દેવાતા ગ્રાહકોની મુશ્કેલીઓ વધી છે.
ત્રણ મહિનામાં 200 રૂપિયા સુધી થયો મોંઘો
1 ડિસેમ્બરે ગેસ સિલિન્ડરનો ભાવ 594 રૂપિયાથી વધીને 644 રૂપિયા થયો હતો. 1 જાન્યુઆરીએ ફરીથી 50 રૂપિયા વધી ગયા. ત્યારબાદ 644 રૂપિયાવાળો સિલિન્ડરનો ભાવ 694 રૂપિયા થઈ ગયો. 4 ફેબ્રુઆરીના ભાવ વધારા બાદ તેની કિંમત 644થી વધીને 719 રૂપિયા થઈ ગઈ છે. 15 ફેબ્રુઆરીએ 719 રૂપિયાથી 769 રૂપિયા થઈ અને 25 ફેબ્રુઆરીએ 25 રૂપિયાના વધારાની સાથે તેની કિંમત 769 રૂપિયાથી 794 રૂપિયા થઈ ગઈ છે.
19 કિલોના કર્મશિયલ ગેસ સિલિન્ડર પર મળી રાહત
ઘરેલૂ રસોઈ ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો થયો છે અને સાથે જ 19 કિલોના કર્મશિયલ સિલિન્ડરની કિંમતમાં સામાન્ય એટલે કે 4 રૂપિયાની રાહત આપી છે. 15 ફએબ્રુઆરીએ આ સિલિન્ડરની કિંમત 1717.50 રૂપિયા હતી જે આજે ઘટીને 1713.50 રૂપિયા થઈ છે
આ રીતે ચેક કરો એલપીજીના ભાવ
રાંધણ ગેસ સિલિન્ડરની કિંમત ચેક કરવા માટે તમારે સરકારી ઓઈલ કંપનીની વેબસાઈટ પર જવું પડશે. અહીં કંપનીઓ દર મહિને નવા રેટ્સ જાહેર કરે છે. https://iocl.com/Products/IndaneGas.aspx આ લિંક પર તમે તમારા શહેરના ગેસ સિલિન્ડરના ભાવ ચેક કરી શકો છે.
સંવાદદાતાં વિપુલ મુંજાણી
સુરત ગુજરાત
ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો
અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો
વોટ્સએપ 1 : Whatsapp
વોટ્સએપ 2 : Whatsapp
વોટ્સએપ 3 : Whatsapp
વોટ્સએપ 4 : Whatsapp
વોટ્સએપ 5 : Whatsapp
વોટ્સએપ 6 : Whatsapp
વોટ્સએપ 7 : Whatsapp
વોટ્સએપ 8 : Whatsapp
ફેસબુક પેજ – Facebook
ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317