મધ્ય પ્રદેશ : બાળકને બચાવવા ભીડ ભેગી થઈ, ભીડના વજનને કારણે કૂવો ધસી પડ્યો, અનેક લોકો ખાબક્યા, 4ના મોત..

953
Published on: 1:34 pm, Fri, 16 July 21
  • અત્યાર સુધીમાં 4 લોકોના મોત થયા 
  •  15 થી 20 લોકો હજું પણ તેમાં ફસાયા હોવાની આશંકા
  • CMએ મૃતકનાં પરિવારજનોને 5 લાખ તેમજ ઘાયલોને 50 હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી
  • દુર્ઘટના બાદ કૂવામાંથી 20 લોકોને બહાર કાઢવામાં આવ્યા
  • 50 ફૂટ ઊંડા કૂવામાં પડ્યા બે ડઝનથી વધુ લોકો
  • કોંગ્રેસ અધ્યક્ષ કમલનાથે ટ્વીટ કરી કહ્યું

મધ્ય પ્રદેશ ના વિદિશા જિલ્લામાં ગુરૂવાર રાત્રે કંપાવી દેનારી દુર્ઘટના બની છે. લાલ પઠારમાં એક કૂવા માં બાળક પડી ગયું. તેને બચાવવા માટે જ્યારે લોકો પહોંચ્યા તો કૂવો જ ધસી પડ્યો. કૂવાની આસપાસ ભારે ભીડ હતી. જેના કારણે લગભગ 40 લોકો કૂવામાં પડી ગયા. દુર્ઘટના માં ઘાયલ અને મૃતકોની સ્થિતિ હજુ પણ સ્પષ્ટ નથી થઈ શકી. ઘટનાસ્થળે રેસ્યૂસપ ઓપરેશન  હાથ ધરવામાં આવી રહ્યું છે. કૂવો ધસી જવાની ઘટનામાં અત્યાર સુધીમાં 4 લોકોના મોત થયા છે, જ્યારે 15-20 લોકો હજુ પણ ફસાયા હોવાની આશંકા છે.

MP: વિદિશામાં મોટી દુર્ઘટના, 50 ફૂટ ઊંડા કૂવામાં પડ્યા બે ડઝનથી વધુ લોકો, ચારના મોત

મધ્ય પ્રદેશના વિદિશા જિલ્લામાં ગુરુવારે રાતે હચમચાવી દેનારી  ઘટના બની છે. લાલ પઠારમાં એક કુવામાં એક બાળક પડ્યુ. તેને બચાવવા પહોંચ્યા તો આખો કુવો ધરાશાયી થયો. કુવાની આસપાસ ભારે ભીડ હતી. જેના કારણે લગભગ 40 લોકો તેમાં પડ્યા હતા. કુવો ધરાશાયી થવાની આ ઘટનામાં અત્યાર સુધીમાં 4 લોકોના મોત થયા છે. જ્યારે 15 થી 20 લોકો હજું પણ તેમાં ફસાયા હોવાની આશંકા છે. ઘટના બનતા જ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાને તેની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે. NDRFની ટીમ રાહત બચાવના કાર્યમાં જોડાયેલી છે. ઘટનાને લઈને રાજ્યના પૂર્વ સીએમ કમલનાથે ચિંતા વ્યક્ત કરી છે.

કૂવામાં પડ્યા બાદ બચાવવામાં આવેલા લોકોમાંથી બે લોકોએ કહ્યું કે કૂવામાં એક બાળકીને બચાવતી વખતે આ દુર્ઘટના ઘટી. તેને બચાવવા માટે કેટલાક લોકો કૂવામાં ઉતર્યા જ્યારે લગભગ 40થી 50 લોકોની ભીડ તેમની મદદ અને જોવા માટે કૂવા પાસે ભેગી થઈ ગઈ. આ દરમિયાન કૂવાની પાળીનો ભાગ ધસી પડ્યો અને લગભગ 25થી 30 લોકો કૂવામાં પડ્યા.

આ દરમિયાન રાત્રે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પણ વિદિશા જિલ્લામાં જ હતા. તેમણે ઘટનાસ્થળે અધિકારીઓને રવાના કરી દીધા છે. વિદિશા પ્રભારી મંત્રી વિશ્વાસ સારંગને પણ ભોપાલથી રવાના કર્યા છે. CMએ ટ્વીટ કરી ઘટનાની જાણકારી આપી છે. ઘટનાસ્થળે રાહત તેમજ બચાવકાર્ય શરૂ કરી દેવાયું છે. NDRF અને SDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.

રાજ્ય સરકારે મૃતકોના પરિવારને 4 લાખની સહાયની જાહેરાત કરી છે. તેમજ ઇજાગ્રસ્તોને રૂ.50 હજારની સહાયની જાહેરાત કરી છે.  અત્યાર સુધીમાં 19 લોકોને કઢાયા કુવાની બહાર કઢાયા છે. તો હજૂ પણ કુવામાં પડેલા કેટલાક લોકો લાપતા હોવાનું મનાઈ કહ્યું છે.

ઘટનાસ્થળે રાહત તેમજ બચાવકાર્ય શરૂ કરાયું.

આ ઘટના અંગે મધ્યપ્રદેશનાં મંજ્ઞી વિશ્વાસ સારંગે શુક્રવારે (16 જુલાઈ) સવારે કહ્યું હતું કે, વિદિશાનાં ગંજબાસૌદામાં બચાવની કામગીરી ચાલી રહી છે. 19 લોકોને બચાવવામાં આવ્યા છે. 3 મૃતદેહો બહાર કાઠવામાં આવ્યા છે. એનડીઆરએફ અને એસડીઆરએફ ટીમો પણ અહીં બચાવ કામગીરીમાં છે. અહીં જમીન ધસી હોવાની પૂરી સંભાવના છે, તે વારંવાર થઈ રહ્યું છે. કામગીરી પુરી થયા બાદ જ અહી કેટલુ નુકસાન થયુ તેના વિશે સચોટ કહી શકાય. મધ્યપ્રદેશનાં મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું છે કે, દરેક મૃતકનાં સગાને 5-5 લાખ રૂપિયાનું વળતર મળશે. વળી, પ્રત્યેક ઇજાગ્રસ્તો માટે  50,000 રૂપિયા વળતરની જાહેરાત કરવામાં આવી છે.

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ 10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317