ગિરનાર ‘રોપ વે’નું આવતીકાલે PM મોદીના હસ્તે થશે ઈ-લોકાર્પણ, જાણો ટીકીટના ભાવ

396

જૂનાગઢના ગિરનાર

ગુજરાત સહિત સમગ્ર દેશનાં લોકો જેની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યાં હતાં એ ક્ષણ હવે ખુબ નજીક આવી ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ આવતીકાલે એટલે કે, (24 ઓક્ટોબર વર્ષ 2020નાં રોજ ગિરનાર રોપ-વે નું લોકાર્પણ થવા માટે જઈ રહ્યું છે.

જૂનાગઢના ગિરનારમાં રોપ-વે પ્રોજેક્ટનું આવતી કાલે પીએમ મોદીના હસ્તે ઈ-લોકાર્પણ થવાનું છે.અનેક કઠિનાઈઓ અને અવરોધોને પાર કરી આખરે રોપવે પ્રોજેક્ટ કાગળ પરથી વાસ્તવિક રીતે તૈયાર થઈ ગયો છે.  આ  રોપવે એશિયાનો સૌથી લાંબો અને મોટો રોપવે છે. નોંધપાત્ર છે કે ગિરનાર રોપ-વે પ્રોજેકટ તૈયાર થઈ ગયો છે.

સાથે સાથે અન્ય એજન્સીના સુરક્ષા અધિકારીઓ દ્વારા લોકાર્પણ સ્થળનું સુરક્ષાની દ્રષ્ટીએ નિરિક્ષણ કરવામાં આવ્યું હતું, ગુજરાતમાં પાવાગઢ ખાતે 763 મીટરનો રોપવે, અંબાજી ખાતે 363 મીટરનો રોપવે અને પાવાગઢમાં પ્રાઈવેટ રોપવે કાર્યરત છે. જ્યારે ગિરનારનો રોપ-વે ગુજરાતનો ચોથો રોપ-વે બનશે. નોંધનીય છે કે આ રોપવેની લંબાઈ 2320 મીટર છે, ઉંચાઈ 900 મીટર છે. રાજ્યનો ગિરનાર રોપ-વે દેશનો સૌથી ઉંચો રોપ-વે બનશે, તે ગુજરાત માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.

કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને PM મોદીનાં હસ્તે ઇ- શુભારંભ કરવામાં આવશે. આ અવસર પર ગિરનાર ખાતે રાજ્યના CM વિજય રૂપાણી હાજર રહેશે. પહેલી ટ્રોલીમાં CM રૂપાણી બેસીને અંબાજી માતાના દર્શન કરશે. ટ્રોલીમાં પ્રવાસન મંત્રી જવાહર ચાવડા પણ બેસશે.

ઊર્જામંત્રી સૌરભ પટેલ પણ અંબાજીની આરાધના કરશે. આની સાથે જ સાંસદ રાજેશ ચુડાસમા પણ હાજર રહેશે. આવતીકાલે ગિરનાર રોપ-વેનું ઈ-શુભારંભ થવાનું હોવાને લીધે રોપ-વેની ટ્રોલીઓને ફૂલહારથી શણગારવામાં આવી રહી છે. આપને જણાવી દઈએ કે, ગુજરાતમાં હાલમાં કુલ 3 જગ્યાએ રોપ-વે કાર્યરત રહેલાં છે.

હવે ગિરનાર રોપ-વે રાજયનો ચોથો રોપ-વે બનશે. 24 ઓકટોબરે PM મોદીના હસ્તે ઈ. લોકાર્પણ કરવામાં આવશે. રોપ-વેને સેન્ટ્રલ ઈલેકટ્રીકલ સર્ટિફિકેટ મળી ગયું છે. હાલમાં લોકાર્પણ માટેની તૈયારીઓ અન્તીન તબક્કામાં ચાલી રહી છે. એશિયાનો સૌથી મોટો રોપ-વે જૂનાગઢમાં બનીને તૈયાર થઈ ગયો છે. આ રોપ-વે નું અંતર કુલ 2.3 કિમી છે. એને બનાવવા માટે કુલ 130 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.

કંપનીએ રોપ-વે માં જવાનાં ટીકીટના ભાવ નક્કી કર્યાં:

જૂનાગઢ રોપ-વેની ટિકિટનો દર કંપની દ્વારા નક્કી કરવામાં આવ્યો છે. એશિયાનો સૌથી મોટો રોપ-વેમાં બેસવા માટે  કુલ 750 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે. બાળકો માટેની ટિકિટનો દર કુલ 350 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે તથા રોપ-વેની વન-વે ટિકિટનો દર કુલ 400 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો.

અમારી ન્યૂઝ સાથે બન્યા રહો. 

વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatapp

વોટ્સએપ   3 :    Whatapp

વોટ્સએપ  4 : Whatapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ