ગુજરાતમાં રથયાત્રાને સરકારની મંજૂરી : કર્ફ્યૂ સાથે બ્રિજ તમામ બ્રિજ બંધ રહેશે, પ્રસાદ વિતરણ બંધ..

556
Published on: 7:04 pm, Thu, 8 July 21
  • રથયાત્રા નિજ મંદિર પરત નહીં ફરે ત્યાં સુધી તમામ બ્રિજ બંધ રહેશે
  • જેને પણ વેક્સિનના બે ડોઝ લીધા હશે તે ખલાસીઓને અગ્રિમતા અપાશે
  • શહેરમાં કોરાના ગાઈડલાઈન સાથે નીકળશે રથયાત્રા
  • ભગવાનની રથયાત્રાનું જીવંત પ્રસારણ જોઈ શકાશે  

લોકોની આતુરતાનો અંત આવ્યો છે. રથયાત્રા અંગે રાજ્યનાં ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જાહેરાત કરી દીધી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, રથયાત્રા નીકળશે પરંતુ સંપૂર્ણ કોરોના પ્રોટોકોલની સાથે રથયાત્રા નીકળશે. ભક્તો રથની નજીકથી દર્શન કરી શકશે નહી. આ ઉપરાંત તેમણે જણાવ્યું કે,રથયાત્રામાં પાંચ વાહનની જ પરવાનગી છે. જેમાં ત્રણ ભગવાનનાં રથ અને એક મહંતશ્રી અને ટ્રસ્ટીશ્રીનું વાહન જ રથયાત્રામાં જોડાશે. આ આખા રૂટ પર કરફ્યૂનું પાલન પણ કરવામાં આવશે. લોકો ઘરે બેસીને ટીવીનાં માધ્ય દ્વારા જ આ રથયાત્રાનાં દર્શન કરે તેવી અપીલ કરવામાં આવી છે.

Gujarat govt to deploy 25,000 cops for this year's Rath Yatra

આ અંગે આજે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું હતું કે સમગ્ર રૂટ પર કર્ફ્યૂના અમલ સાથે રથયાત્રા યોજવામાં આવશે, પણ પ્રસાદ આપવામાં આવશે નહીં. તમામ ભક્તોએ ઓનલાઈન દર્શન કરવા પડશે. પૂર્વ અને પશ્ચિમને જોડતા તમામ બ્રિજ રથયાત્રા સવારે નીકળી અને પરત નહિ આવે ત્યાં સુધી બંધ રહેશે. રૂટ પર રહેતા લોકો ઘરે મહેમાનોને બોલાવી શકશે નહીં. રથયાત્રામાં માત્ર 5 વાહન જ ઉપસ્થિત રહેશે. ખલાસીઓનો 48 કલાક પહેલાં RT-PCR ટેસ્ટ નેગેટિવ હોવો જોઈએ. જેને પણ વેક્સિનના બે ડોઝ લીધા હશે તે ખલાસીઓને અગ્રિમતા આપવામાં આવશે. એક ડોઝ લેવો ફરજિયાત છે.

રથયાત્રરાને લઈ સરકારની સત્તાવાર જાહેરાત

રથયાત્રાને લઈ રાજ્યગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું કે રથયાત્રા સાથે લોકોની આસ્થા જોડાયેલી છે,ત્યારે કોરોનાની ગાઈડ લાઈન સાથે  આ વખતે રથયાત્રા યોજવા માટે સરકારે સત્તાવાર કરી છે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પત્રકાર પરિષદ યોજી જણાવ્યું કે રથયાત્રાના રથ પરત ન આવે ત્યા સુધી કર્ફ્યૂનો અમલ રહેશે, સમગ્ર રથયાત્રા દરમિયાન તેનું લાઈવ પ્રસારણ કરવામાં આવશે તમામ ચેનલો પર તેનું પ્રસારણ કરવામાં આવનાર છે તેવું  રથયાત્રાના દિવસે મંગળા આરતી માટે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાત આવશે અને મંગળા આરતીમાં ભાગ લેશે.

The Puri Rath Yatra Chariots and Why They're Remarkable

પ્રસાદના વિતરણ પર પ્રતિબંધ

આ સાથે ગૃહમંત્રીએ જણાવ્યું કે, રથયાત્રાનાં સમગ્ર માર્ગમાં પ્રસાદના વિતરણ પર પ્રતિબંધ રહેશે. જ્યાંથી રથયાત્રા પસાર થવાની છે ત્યાંથી તંત્ર સ્થાનિક કરફ્યૂનો અમલ કરાવીને રથયાત્રા મંદિરથી પ્રસ્થાન કરીને નીજ મંદિર પરત આવે ત્યાં સુધી દર્શનાર્થીઓ રથની નજીક આવીને કોરોનાના પ્રોટોકોલનો ભંગ ન થાય તે માટે રથયાત્રાનાં રૂટ પર કરફ્યૂનો અમલ કરાવાશે.

ભક્તો રોડ પર આવીને દર્શન નહીં કરી શકે

શહેરમાં 19 કિ.મી રથયાત્રાના રૂપ પર આવતા તમામ વિસ્તારોમાં  કર્ફ્યૂ લગાડવામાં આવશે જેથી ભક્તો રોડ પર આવીને દર્શન નહીં કરી શકે તેમજ અમદાવાદની રથયાત્રા સાથે 7 પોલીસ સ્ટેશનનો વિસ્તાર સંકળાયેલો છે જેથી 7 પોલીસ સ્ટેશન વિસ્તારમાં કર્ફ્યૂ રહેશે. સવારે 4થી 5 કલાકમાં રથ નિજ મંદિર પરત ફરે ત્યાં સુધી એટલા સમય પૂરતો કર્ફ્યૂ રહેશે. સવારના 7 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી કર્ફયૂ લગાવવામાં આવશે, જેમાં સ્થાનિક પોલીસ સાથે SRPની 20 ટૂકડીઓ ડિપ્લોય કરી દેવમાં આવી છે, રથયાત્રાના રથ નિજ મંદિરમાં પરત ફરતા જ કર્ફ્યૂમાંથી મૂક્તિ આપવામાં આવશે.

Ahmedabad Rath Yatra: 140th rath yatra of Lord Jagannath commences in  Ahmedabad - The Economic Times

ગજરાજ, ટ્રકો, ભજન મંડળીઓ કે અખાડાઓને મંજૂરી નહીં

આ વખતે પારંપરિક રથયાત્રા કરતા અલગ આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં ગજરાજ, શણગારેલી ટ્રકો, ભજન મંડળીઓ કે તેમની સાથે ચાલતા અખાડાઓને મંજૂરી આપવામાં આવી નથી. હું લોકોને વિનંતી કરું છું કે, લોકો ટીવી ચેનલનાં માધ્યમથી આપણા ઘરે રહીને તેના દર્શન થાય તેવું આયોજન કરવું. રથયાત્રાની પૂર્વ સંધ્યાએ મુખ્યમંત્રી મંદિરમાં જઇ આરતી કરીને તમામ આયોજનની ચકાસણી કરશે. આ વખતે રથયાત્રાનાં રૂટમાં આવતા સાત પોલીસ સ્ટેશનનાં વિસ્તારમાં કરફ્યૂ લગાવવામાં આવશે.

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ 10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317