ગુજરાત : રાજ્યમાં સિનેમાગૃહ, મલ્ટીપ્લેક્સ અને જીમને લઈ CM રૂપાણીનો મોટો નિર્ણય..

521
Published on: 1:47 pm, Wed, 9 June 21
  • સિનેમાઘરો અને  મલ્ટીપ્લેક્સને રાહત
  • એક વર્ષ માટે પ્રોપર્ટી ટેક્સમાંથી મુક્તિ 
  • રાજ્યમાં સિનેમાગૃહ, મલ્ટીપ્લેક્સ અને જીમને લઈ સરકારે શું કરી મોટી જાહેરાત, 
  • જીમ્નેશીયમને પણ રાહત અપાઇ 
  • ગુજરાતમાં સિનેમા ઘરો-મલ્ટીપ્લેક્ષ અને જીમ્નેશીયમને પણ એક વર્ષ માટે ટેક્સ મુક્તિ

મુખ્યમંત્રી રૂપાણીએ ગુજરાતના ઉદ્યોગોને પ્રાણવાયુ મળે તે માટે 24 કલાકની અંદર બીજો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતમાં સિનેમા ઘરો- મલ્ટીપ્લેક્ષ અને જીમ્નેશીયમને રાહત આપતો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.અગાઉ મુખ્યમંત્રીએ હોટલ રિસોર્ટ અને રેસ્ટોરેન્ટ માટે એક વર્ષ ટેક્સમાંથી મુક્તિની જાહેરાત કરી હતી ત્યારે હવે વધુ એક ઉદ્યોગને રાહત આપી છે.મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી કોરકમિટીમાં લેવાયેલા આ નિર્ણય અનુસાર રાજ્યમાં તારીખ 1 એપ્રિલ 2021 થી 31 માર્ચ 2022 સુધીના એક વર્ષ ના સમય માટે સિનેમા ઘરો- મલ્ટીપ્લેક્ષ અને જીમ્નેશીયમને પ્રોપર્ટી ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી છે.

રાજ્યમાં કોરોના કહેરને લીધે છેલ્લા એક વર્ષ કરતા વધુ સમયથી સિનેમાઘર, મલ્ટીપ્લેક્સ અને જીમ્નેશીયમ બંધ છે. રાજ્ય સરકારના પ્રતિબંધોને કારણે હાલ આ તમામ વસ્તુઓ ઘણા સમયથી બંધ છે. તેવામાં રાજ્ય સરકારે સિનેમા ઘરો- મલ્ટીપ્લેક્ષ અને જીમ્નેશીયમને રાહત આપતા મહત્વનો નિર્ણય લીધો છે.

CM રૂપાણીએ લીધો મોટો નિર્ણય 

કોરકમિટીમાં લેવાયેલા આ નિર્ણય અનુસાર રાજ્યમાં તારીખ 1 એપ્રિલ 2021 થી 31 માર્ચ 2022 સુધીના એક વર્ષ ના સમય માટે સિનેમા ઘરો- મલ્ટીપ્લેક્ષ અને જીમ્નેશીયમને પ્રોપર્ટી ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે, કોર કમિટીમાં એવો પણ નિર્ણય લેવામાં આવ્યો છે કે, આવા સિનેમા ઘરો- મલ્ટીપ્લેક્ષ અને જીમ્નેશીયમને વીજબીલમાં ફિક્સચાર્જમાંથી મુક્તિ આપી ખરેખર વીજ વપરાશ થયો હોય તેના પર જ વીજ બીલ આકારી ચાર્જ વસૂલ કરવામાં આવશે.

Cinemas to have a cautious reopening tomorrow amid Covid fears and old  content

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ 10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317