ગુજરાતમાં ધોરણ-12ની બોર્ડની પરીક્ષા રદ, જાણો રૂપાણી સરકારનો મોટો નિર્ણય..

896
Published on: 1:27 pm, Wed, 2 June 21
શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, આજે મળેલી કેબિનેટની બેઠકમાં ગુજરાત બોર્ડની ધોરણ-12ની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

માસ પ્રમોશનની પ્રક્રિયા અંગે નિર્ણય કરાશે

ગુજરાત બોર્ડની પરીક્ષા રદ કરાતા હવે ટુંક સમયમાં માસ પ્રમોસશની પ્રક્રિયા કઇ રીતે હાથ ધરવામાં આવશે તેની પણ જાહેરાત કરવામાં આવશે. આ અંગે રાજ્ય સરકાર વિશેષ રજૂઆત કરશે. જોકે, હવે લાખો વિદ્યાર્થીઓ, શાળા અને વાલીઓની ચાંપતી નજર આ જાહેરાત પર જ રહેશે.

અત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટ પછી ગુજરાત બોર્ડની ધોરણ-12ની પરીક્ષા લેવી કે નહીં, તે અંગે જાહેરાત થવાની છે. કેબિનેટ પછી શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, આજે મળેલી કેબિનેટની બેઠકમાં ગુજરાત બોર્ડની ધોરણ-12ની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

17.14L students to appear in Gujarat Secondary and Higher Secondary Education board exams from Mar 12

બીજી તરફ આજે સરકાર દ્વારા આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવે તે પહેલા જ ભાજપના નેતા દ્વારા પરીક્ષા રદ કરવાની જાહેરાત કરી દેવામાં આવી હતી. ભાજપના દિગ્ગજ નેતા અને યુવા મોરચાના પૂર્વ પ્રમુખ ઋત્વિજ પટેલે ધોરણ-12ની પરીક્ષાને લઈને ટ્વીટ કર્યું છે. તેમણે ટ્વીટમાં જણાવ્યું છે કે, કોરોનાના વર્તમાન સંજોગો પ્રમાણે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય પ્રત્યે સંવેદનશીલતા દાખવી, રાજ્ય સરકાર દ્વારા ધોરણ-12 બોર્ડની પરીક્ષા રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો. આ નિર્ણય બદલ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાનો તેમણે ટ્વીટમાં આભાર પણ માન્યો છે. જોકે, આ મુદ્દે વિવાદ થતાં અત્યારે ડો.ઋત્વિજ પટેલે ટ્વીટ ડિલિટ કરી દીધું હતું.

ગુજરાતમાં ધો.12 સાયન્સના 1.40 લાખ અને સામાન્ય પ્રવાહના 5.52 લાખ મળીને 6.92 લાખ વિદ્યાર્થી ગુજરાત માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની શાળાઓમાં અભ્યાસ કરે છે. આ વિદ્યાર્થીઓની તા.1 જૂનથી પરીક્ષા લેવાનો નિર્ણય કરી પરીક્ષા કાર્યક્રમ પણ મંગળવારે જાહેર કર્યો હતો. રાજ્યના દરેક જિલ્લામાં પરીક્ષા કેન્દ્રો છે ત્યાં પરીક્ષાની તૈયારીઓ પણ હાથ ધરવામાં આવી હતી. ત્યારે રાજ્ય સરકારે કોરોનાકાળમાં આ નિર્ણય લેતા વિદ્યાર્થીઓની સાથે વાલીઓની ચિંતા પણ દૂર થઇ છે.

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ 10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317