- આ શહાદત નહીં ભૂલાય
- શહીદ જવાનને સલામ
- જમ્મૂ કશ્મીરમાં BSFના જવાન થયા શહીદ
- વતન મેમદપુરમાં શહીદ જવાનની અંતિમયાત્રા નીકળી,
- શહીદ જવાનને ગાર્ડ ઓફ ઓનર પાઠવી નશ્વર દેહની અંતિમ ક્રિયા કરાઈ
બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના મેમદપુર ગામના બીએસએફ રિટાયર્ડ જવાનજી રાઠોડ જમ્મુ કાશ્મીરમાં ફરજ દરમિયાન શહીદ થયા છે. બનાસકાંઠા જિલ્લાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં યુવાનો આર્મી અને BSF સહિત સેનામાં ફરજ બજાવી રહ્યાં છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના મેમદપુર ગામના જશવંતસિંહ રાઠોડ વર્ષ 2011માં બેંગ્લોર ત્યારબાદ નોર્થ ઇસ્ટમાં ત્રણ વર્ષ ફરજ બજાવી.
વડગામના મેમદપુરના શહીદ જવાનના પાર્થિવદેહને આજે માદરે વતન લવાયો હતો. મેમદપુરના જશવંતસિંહ જવાનજી રાઠોડ જમ્મુ-કાશ્મીર ખાતે મા ભોમની રક્ષા.કરતાં કરતાં શાહીદ થયા હતા. જવાન શહીદ થતાં તેમના પાર્થિવદેહને વતન લવાયો હતો, જ્યાં સમગ્ર ગામ સહિત આગેવાનોએ શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના મેમદપુર ગામના જસવંત સિંહ જવાનજી રાઠોડ વર્ષ ૨૦૧૧ માં બેંગ્લોર ખાતે ત્યારબાદ નોર્થ ઇસ્ટમાં ૩ વર્ષ ફરજ બજાવી જોધપુરમાં ત્રણ વર્ષ અને છેલ્લા અઢી વર્ષથી જમ્મુ કાશ્મીરના પીંછવાડામાં 17 રાષ્ટ્રીય રાયફળ બટાલિયન આર્મીમાં ફરજ બજાવતા હતા. કાશ્મીર ના પીંછવાડા ગામે ફરજ બજાવતા જવાન નું ભેખડ ઘસી પડતા શહીદ થયો હતો. જો કે શનિવારે મોડી રાત્રે ફરજ દરમિયાન શહીદ થયાના સમાચાર મળતાં જ પરિવાર સહિત સમગ્ર ગામમાં ગમગીની પ્રસરી ગઈ હતી. જોકે બે દિવસ બાદ એટલે કે આજે તેમના નશ્વર દેહ માદરે વતન લવાતા વહેલી સવારથી જ મેમદપુર ગામ સહિત આસપાસના ગામના લોકો નશ્વર દેહનાં દર્શન અર્થે ઉમટી પડયા હતા. જ્યાં શહીદ જવાનને ગાર્ડ ઓફ ઓનર પાઠવી નશ્વર દેહની અંતિમ ક્રિયા કરાઈ હતી.
પિતા સહિત ત્રણ પુત્રો દેશની સેવામાં
ગામના અગ્રણીએ જણાવ્યું હતું કે ગામની તમામ જનતા આજે શોકાતુર છે. જવાનના પાર્થિવદેહને અંતિમસંસ્કાર આપવાના છે. સમગ્ર ગામ આજે શોકમાં ડૂબ્યું છે. આજે સમગ્ર ગામ લોકોએ બંધ પાળીને વીર શહીદને શ્રદ્ધાંજલિ આપી છે. જે પરિવારથી જસવંત સિંહ શહીદ થયા છે. તેમના પિતા પણ ફોજમાં હતા અને તેમના બે ભાઈઓ પણ ફોજમાં છે, એટલે પરિવારમાં ત્રણ દીકરા અને પપ્પા આમ ચારેચાર દેશ માટે સમર્પિત હતા. જશવંતસિંહ અમારી રાજપૂત સમાજના ઊગતા યુવાન હતા. તેમણે દેશ માટે બલિદાન આપ્યું છે.
સુરત ગુજરાત
ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો
અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો
વોટ્સએપ 1 : Whatsapp
વોટ્સએપ 2 : Whatsapp
વોટ્સએપ 3 : Whatsapp
વોટ્સએપ 4 : Whatsapp
વોટ્સએપ 5 : Whatsapp
વોટ્સએપ 6 : Whatsapp
વોટ્સએપ 7 : Whatsapp
વોટ્સએપ 8 : Whatsapp
વોટ્સએપ 9 : Whatsapp
વોટ્સએપ 10 : Whatsapp
ફેસબુક પેજ – Facebook
ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317