જૂનાગઢમાં ઉડતા કાગડા ટપોટપ નીચે પડી મોતને ભેટ્યાં, માંગરોળમાં 70, રાજપીપળામાં 6 કાગડાના મોત

4496
Published on: 7:03 pm, Sun, 10 January 21
ગુજરાત બર્ડફ્લૂ

રાજ્યમાં બર્ડફ્લૂનો કેર આગળ વધી રહ્યો છે. શનિવારે રાજ્યમાં કુલ 130 પક્ષીના મોત થયાં હતાં. માંગરોળ હાઈવે પરથી 70 કાગળા, જૂનાગઢમાં 6 બગલા અને ડોળાસામાં 3 વિદેશી પક્ષીનાં મોત થયાં હતાં. તેવી જ રીતે રાજપીપળામાં 6 કાગડાના શંકાસ્પદ મોત થયાં છે.

ઉડતા કાગડા નીચે પડતા અને મરી જતા
અંજાર તાલુકાના ભીમાસર ગામમાં એક કૂવામાંથી 45 જેટલા રણકાગડા મૃત હાલતમાં મળી આવ્યા હતા. આજે બપોરે એક વિચિત્ર ઘટના બની હતી. ઊડતા કાગડા નીચે પડતા હતા અને પડતાં જ તે મૃત્યુ પામતા હતા. આથી વનવિભાગને જાણ કરાતાં વનવિભાગનો સ્ટાફ આવી પહોંચ્યો. પશુવાનના તબીબો પણ આવ્યા. તેઓ આવ્યા એ વખતે 70થી 80 કાગડા મરેલા હતા. ફોરેસ્ટના કર્મચારીઓ 8થી 10 કાગડાના મૃતદેહો સેમ્પલ મોકલવા માટે લઇ ગયા છે.

મહુવા(સુરત) તાલુકાના બામણિયા સુગર નજીક શંકાસ્પદ મૃત્યુ પામેલા કાગડાની તસવીર

જૂનાગઢમાંથી 6 મૃત બગલા મળ્યા
ગઇકાલે મોડી સાંજે વનવિભાગે આ સ્થળેથી 3 મૃત અને 7 બીમાર તેમજ ઊડી ન શકતા કાગડા લઇને માંગરોળ પશુ દવાખાનાને સોંપ્યા હતા. જે પૈકી વધુ એક કાગડો આજે મોતને ભેટ્યો હતો. જ્યારે જૂનાગઢ શહેરમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કચેરી આવેલી છે એ પંકજ બંગલો તરીકે ઓળખાતા સ્થળેથી આજે 6 બગલાના મૃતદેહો મળી આવ્યા હતા. આથી તેને પણ તપાસ માટે મોકલી અપાયા હતા. નાયબ પશુપાલન નિયામકે આ વાતને પણ સમર્થન આપ્યું હતું. તો કોડીનાર તાલુકાના ડોળાસા ગામે 3 વિદેશી પક્ષીઓના મૃતદેહો મળી આવ્યા છે. જેને લઇને બર્ડ ફ્લૂની આશંકા જાગી છે.

નર્મદા જિલ્લામાં 6 કાગડાના શંકાસ્પદ મોત થયાં છે. જેને લઈને પશુપાલન વિભાગ હરકતમાં આવ્યું હતું. જોકે, આ છ કાગડાના સેમ્પલ લઈને તપાસ અર્થે ભોપાલ મોકલાવ્યા છે. જેનો રિપોર્ટ હજુ આવ્યા નથી, પરંતુ સાવચેતીના ભાગ રૂપે હાલ નર્મદા જિલ્લામાં આવેલા પાંચ પોલ્ટ્રી ફાર્મમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. આરોગ્ય વિભાગ દ્વારા રાજપીપલામાં આવેલા ચિકન સેન્ટરો પર પણ તપાસ કરી જરૂરી સાવધાની રાખવાની સૂચના આપી હતી. રાજ્યનાં વિવિધ પક્ષી અભયારણ્ય પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યાં છે.

પનાવારીમાંથી મળી આવેલું એક જંગલી પક્ષી

ભીમાસર અને બન્ની વિસ્તારમાં શંકાસ્પદ બર્ડ ફ્લૂથી પક્ષીઓનાં મોત
અંજાર તાલુકાના ભીમાસરમાં એક કૂવામાં 45 જેટલા રણકાગડા મૃત મળી આવ્યા હતા તો ભુજ તાલુકાના બન્ની વિસ્તારના ગોરેવાલીમાં એક મરઘી અને પનાવારીમાં એક જંગલી પક્ષી પણ મૃત મળી આવતાં બર્ડ ફ્લૂની આશંકાએ કચ્છના પશુ પાલન વિભાગે તમામ મૃત પક્ષીઓને વધુ તપાસ અર્થે વાયા અમદાવાદ ભોપાલની લેબોરેટરીમાં મોકલી આપ્યા હતા. રિપોર્ટ આવ્યા બાદ આ પક્ષીઓના બર્ડ ફ્લૂથી મોત થયા હતા કે ઠંડી અથવા અન્ય કારણોસર તે બાબત સ્પષ્ટ થશે.

ભુજ તાલુકાના બન્ની વિસ્તારના ગોરેવાલીમાં એક મરઘી મૃત મળી આવી હતી

ગઇકાલે મોડી સાંજે વનવિભાગે આ સ્થળેથી 3 મૃત અને 7 બીમાર તેમજ ઊડી ન શકતા કાગડા લઇને માંગરોળ પશુ દવાખાનાને સોંપ્યા હતા. જે પૈકી વધુ એક કાગડો આજે મોતને ભેટ્યો હતો. જ્યારે જૂનાગઢ શહેરમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કચેરી આવેલી છે એ પંકજ બંગલો તરીકે ઓળખાતા સ્થળેથી આજે 6 બગલાના મૃતદેહો મળી આવ્યા હતા. આથી તેને પણ તપાસ માટે મોકલી અપાયા હતા. નાયબ પશુપાલન નિયામકે આ વાતને પણ સમર્થન આપ્યું હતું. તો કોડીનાર તાલુકાના ડોળાસા ગામે 3 વિદેશી પક્ષીઓના મૃતદેહો મળી આવ્યા છે. જેને લઇને બર્ડ ફ્લૂની આશંકા જાગી છે.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ