ગુજરાત : રાજ્યના 4 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ આટલા દિવસ લંબાવાયું , રાજ્ય સરકારની જાહેરાત..

1145
Published on: 9:43 pm, Tue, 30 March 21
  • 15 એપ્રિલ સુધી 4 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુ લંબાવાયો
  • 4 મનપામાં રાત્રે 9 થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યુ રહેશે
  • રાજ્યમાં કોરોના ગાઇડલાઇન અમલ 30 એપ્રિલ સુધી લંબાવાયો
  • ચાર મહાનગરોમાં 23 નવેમ્બરથી અમલમાં છે રાત્રિ કર્ફ્યૂ

સરકાર દ્વારા આજે ગાંધીનગરથી જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત મુજબ આગામી 15મી એપ્રિલ સુધી ચાર મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂનો અમલ યથાવત રહેશે. ગૃહવિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે આ અંગેની વિગતો આપી છે

ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમારે આ અંગેની વિગતો આપતાં જણાવ્યું કે, કોરોના સંક્રમણના વ્યાપને ધ્યાનમાં લેતાં રાજ્ય સરકારે કેન્દ્ર સરકારની કોરોના કોવિડ-19 સંક્રમણ નિયંત્રણ માર્ગદર્શિકા આગામી તા.30 એપ્રિલ સુધી યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં કોરોના વાયરસના 2220 કેસ નોંધાયા છે. મુખ્યમંત્રી રૂપાણીએ અગાઉ કહ્યું હતું કે હજુ એક અઠવાડિયું કોરોનાના કેસમાં વધારો થશે અને ત્યારબાદ કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. આજે રાજ્યમાં 1988 દર્દી સાજા થયા છે જ્યારે કુલ 10 દર્દીનાં મોત પણ થયા છે. અત્યારસુધીમાં રાજ્યમાં કુલ 2,88,565 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે જ્યારે રાજ્યનો રિકવરી દર 94.51 ટકા છે.

રાજ્યના 4 મહાનગરોમાં રાત્રી કર્ફ્યૂને લઈ છૂટ આપવામાં આવી | TV9 Gujarati

છેલ્લા 4 દિવસથી કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે થઇ રહ્યો છે વધારો 

ઉલ્લેખનીય છે કે, છેલ્લા 4 દિવસથી રાજ્યમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. 27 માર્ચના રોજ રાજ્યમાં 2276 કેસ, 28 માર્ચે 2270 કેસ અને આજે 29 માર્ચે 2252 તો આજે 2,220 નવા કેસ નોંધાતા ચિંતામાં વધારો થયો છે

ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમારે આ અંગેની વધુ વિગતો આપતાં જણાવ્યું કે, કોરોના સંક્રમણના વ્યાપને ધ્યાનમાં લેતાં રાજ્ય સરકારે કેન્દ્ર સરકારની કોરોના કોવિડ-19 સંક્રમણ નિયંત્રણ માર્ગદર્શિકા આગામી તા.30 એપ્રિલ સુધી યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે.

રાજ્યમાં 2220 નવા કેસ અને 10ના મોત

રાજ્યમાં સતત ચોથા દિવસે 2200થી વધુ એટલે કે 24 કલાકમાં 2220 નવા કેસ નોંધાયા છે. જ્યારે 16 ડિસેમ્બર બાદ પહેલીવાર 8 લોકોના મોત થયા છે. આમ સાડા ત્રણ મહિના બાદ 10 દર્દીના મોત થયા છે. સૌથી વધુ અમદાવાદમાં 5, સુરતમાં 4 અને વડોદરામાં 1 દર્દીનું મોત થયું છે. આ સાથે મૃત્યુઆંક 4510એ પહોંચ્યો છે. જ્યારે સુરતમાં 644 અને અમદાવાદમાં 613 નવા કેસ નોંધાયા છે. તેમજ 1988 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે.

સંવાદદાતા વિપુલ મૂંજાણી 

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317