તારાપુર અકસ્માતમાં થયો મોટો ખુલાસો, ફરાર થયેલો ડ્રાઈવર ઝડપાયો, તારાપુર અકસ્માતમાં નવનો ભોગ લેવાયો હતો..

1985
Published on: 4:20 pm, Fri, 18 June 21
અકસ્માત સમયે ચાલક મુસ્તફા હતા જે માલેગાવ છોકરી જોવા ગયા હતા. અને આ પરિવાર ત્યાંથી પાછો ફરી રહ્યો હતો.

આણંદના તારાપુર વટામણ હાઇવે ઉપર બુધવારના રોજ થયેલા ગોઝારા અકસ્માતમાં ભાવનગરના 9 વ્યક્તિના મોત નિપજ્યા હતા. કેન્દ્ર કક્ષાએ ગાજેલા આ કિસ્સામાં પોલીસે ફરાર આરોપી ટ્રક ડ્રાઈવરની ધરપકડ કરી લીધી છે. આ અકસ્માતની ગંભીરતાને લઈ આરોપી ઉપર ગફલતભરી રીતે ગાડી ચાલવી જીવલેણ અકસ્માત સર્જવાની ફરિયાદમાં પોલીસે ધરપકડ માનવવધનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.ડ્રાઈવરની પ્રાથમિક તપાસમાં તેમને ઝોકું આવી જતા આ અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે.

બુધવારે એક ગોઝારો અકસ્માત થયો હતો. જેમાં એકસાથે આવી રહેલા 9 વ્યક્તિઓનાં મોત નીપજ્યા હતા. બુધવારે સવારે સાડા છ વાગ્યે ભાવનગરના વરતેજ આદમજીનગરના મુસ્લિમ પરિવારને તારાપુર-વટામણ હાઈવે ઉપર અકસ્માત નડ્યો હતો. આમાં કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં કારનો બુકડો બોલી ગયો હતો અને કારમાં જ લાશોનાં ખડકલા થયા હતા. બીજી બાજુ અકસ્માત સર્જનાર ટ્રક મધ્ય પ્રદેશનો હોવાનું નંબર પ્લેટ પરથી માલુમ પડ્યું છે. જ્યારે ઈકો કાર પેસેન્જર કાર તરીકે નોંધાયેલી છે. અકસ્માત સર્જનાર ટ્રકનો નંબર MP09HF 9642 છે. જ્યારે ઇકો કાર જામનગર આરટીઓમાં નોંધાયેલી છે. જેનો નંબર GJ10TV 0409 છે.

 આણંદ: બુધવારે એક ગોઝારો અકસ્માત (Accident) થયો હતો. જેમાં એકસાથે આવી રહેલા 9 વ્યક્તિઓનાં મોત નીપજ્યા હતા. બુધવારે સવારે સાડા છ વાગ્યે ભાવનગરના (Bhavnagar) વરતેજ આદમજીનગરના મુસ્લિમ પરિવારને તારાપુર-વટામણ હાઈવે (Tarapur Vataman highway accident) ઉપર અકસ્માત નડ્યો હતો. આમાં કાર અને ટ્રક (Eco car and truck accident) વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં કારનો બુકડો બોલી ગયો હતો અને કારમાં જ લાશોનાં ખડકલા થયા હતા. બીજી બાજુ અકસ્માત સર્જનાર ટ્રક મધ્ય પ્રદેશનો હોવાનું નંબર પ્લેટ પરથી માલુમ પડ્યું છે. જ્યારે ઈકો કાર પેસેન્જર કાર તરીકે નોંધાયેલી છે. અકસ્માત સર્જનાર ટ્રકનો નંબર MP09HF 9642 છે. જ્યારે ઇકો કાર જામનગર આરટીઓમાં નોંધાયેલી છે. જેનો નંબર GJ10TV 0409 છે.

અકસ્માત સર્જનાર ડ્રાઈવર પેટલાદ પાસેથી ઝડપાયો
તારાપુરના વટામણ હાઈવે ઉપર ઇન્દ્રણજ પાસે ટ્રક અને ઇકો ગાડી વચ્ચે ધડાકાભેર જીવલેણ અકસ્માત થયો હતો. જેમાં મહારાષ્ટ્રથી ભાવનગર જઈ રહેલા 9 વ્યક્તિઓના ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યા હતા. આ અકસ્માતની ગંભીરતા અને સંવેદના એટલી ઉછળી કે કેન્દ્રસરકારે પણ નોંધ લેવી પડી હતી. મહત્વનું છે કે આ જીવલેણ અકસ્માત સર્જી આરોપી ટ્રક ડ્રાઈવર ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. પોલીસ દ્વારા હ્યુમન ઇન્ટેલિજન્સ અને અન્ય સ્ત્રોત દ્વારા આરોપી ટ્રક ડ્રાઈવર રાજેશ સીતારામ બેગલ (રહે. કોવલીપુરા તા.મનાવર, જી. ધાર (મધ્યપ્રદેશ)ને પટેલાદ રૂરલ પોલીસ સ્ટેશનની હદમાંથી દબોચી લેવામાં આવ્યો છે.

અકસ્માત સર્જી ફરાર થયેલો ડ્રાઈવર ઝડપાયો

આ કમકમાટીભર્યા અકસ્માતના સમાચાર મળતા રાષ્ટ્રપતિ રામનાથ કોવિદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, સીએમ વિજય રૂપાણી, સાંસદ શક્તિસિંહ ગોહિલ, ભાવનગરના ધારાસભ્ય વિભાવરીબહેન દવે, જીતભાઇ વાઘાણી સહિતના હસ્તીઓએ આ અકસ્માત અંગે શોકની લાગણી પ્રગટ કરી હતી. આ મામલે સીએમ વિજય રૂપાણીએ ટ્વીટ કર્યું હતું. CMએ લખ્યું છે કે, “આણંદ જિલ્લાના તારાપુરના ઇન્દ્રણજ ગામ નજીક ગમખ્વાર અકસ્માતથી થયેલા મૃત્યુથી શોકગ્રસ્ત છું. અકસ્માતનો ભોગ બનેલા લોકોને ત્વરિત અને યોગ્ય મદદ પુરી પાડવા તંત્રને તમામ સૂચનાઓ આપી છે. પ્રભુ મૃતકોના આત્માને સદ્ગતિ અર્પે અને પરિવારને આ દુ:ખ સહન કરવાની શક્તિ બક્ષે એ જ પ્રાર્થના. ૐ શાંતિ…” આ ઉપરાંત વડાપ્રધાન પીએમ મોદીએ મૃતકોને રૂ.2 લાખ અને મુખ્યમંત્રી રૂપાણીએ પણ મૃતકોને રૂ.2-2 લાખની સહાયની જાહેરાત કરી હતી.

 મૃતકોના નામ -1.) રહીમભાઈ સૈયદ (60, 2.) મુસ્તુફા ડેરૈયા (22), 3.) સીરાજભાઈ અજમેરી (40), 4.) મુમતાજબેન અજમેરી (35), 5.) રઈશ સીરાજભાઈ (04), 6.) અનીસાબેન અલ્ત‍ાફભાઈ (30), 7.) અલ્ત‍ાફભાઈ (35), 8.) મુસ્કાન અલ્તાફભાઈ (06), 9.) રાઘવભાઈ ઉર્ફે ઉકાભાઈ ગોહેલ, ઇકોના ડ્રાઇવર (સિદસર)

ડ્રાઈવરનું એક ઝોકું 9 લોકોના મોતનું કારણ બન્યું
આરોપી ટ્રક ડ્રાઈવર રાજેશ સીતારામ બેગલની પોલીસ દ્વારા કરવામાં આવેલી સઘન પૂછપરછમાં તેણે કબૂલ્યું કે સવારના સમયે ઝોકું આવી જતા ગાડી ઉપરનો કાબુ ગુમાવી દીધો હતો. જે દરમ્યાન સામેથી આવતી ઇકો ગાડીને ધડાકાભેર અથડાતા તે ડરી ગયો હતો અને ઘટના સ્થળ છોડી ભાગી સંતાઈ ગયો હતો.

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ 10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317