અમદાવાદ : ધારાસભ્યની દાદાગીરી, પોલીસકર્મીને કહ્યું- ઉભા રહો નહીંતર 2 મિનિટમાં સસ્પેન્ડ થઇ જશો, જુઓ વીડિયો..

1346
Published on: 1:19 pm, Wed, 10 March 21

  • ધારાસભ્યએ હાજર લોકોને પણ કહ્યું ધોવોને સાલાઓને હું બેઠો છું
  • માસ્ક વિના ધારાસભ્યએ પોલીસ કર્મીને કહ્યું ઓળખો છો મને?
  • ધારાસભ્યએ વીડિયો જાહેર કરી કહ્યું – મેં તો માત્ર એવું કેમ કરો છો તેટલું જ કહ્યું હતું
  • અમદાવાદમાં અસારવાના MLA પ્રદીપ પરમારની દાદાગીરી 
  • વાહન ટોઇંગ કરવા મામલે ધારાસભ્ય થયા લાલઘુમ
  • પોલીસકર્મીને હાથ ખેંચી 3 મિનિટમાં સસ્પેન્ડ કરવાની આપી ધમકી 

તાજેતરમાં સીએમ રૂપાણીની જાહેરસભા દરમિયાન જ તબિયત લથડતા તેઓ સ્ટેજ પર ચાલુ સભાએ પડ્યા અને બાદમાં સામાન્ય સ્વસ્થ થતા તેમના ગાર્ડ સાથે સ્ટેજ પરથી નીચે ઉતરતા હતા. ત્યારે ખુદ સીએમ રૂપાણી ને એક પોલીસ અધિકારીએ સેલ્યુટ કરતા તેમની તબિયત સારી ન હોવા છતાં પોલીસ અધિકારીની સેલ્યુટ સ્વીકારી અને સામે હાથ ઊંચો કર્યો હતો. ખુદ સીએમ પોલીસ અધિકારી કે કર્મચારીની ઈજ્જત કરી રહ્યા છે પણ ધારાસભ્ય પોતાના વિસ્તારમાં કામગીરી કરતી પોલીસને તતડાવી રોફ ઝાડતા નજરે પડયા છે અને આ વીડિયો વાયરલ થયો છે.

ધારાસભ્યએ ટ્રાફિક DCP તેજસ પટેલને ફોન લગાવ્યો અને કહ્યું કે ઉદેસિંહ નામના જમાદાર છે, 3693 બકલ નંબર છે.

ઉલ્લેખનીય છે કે, અસારવાના ધારાસભ્ય પ્રદિપ પરમાર શાહીબાગ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ટોઈંગ કરવામાં આવી રહ્યા હતા. આ દરમિયાન ધારાસભ્ય પોતાની કારમાંથી નીચે ઉતર્યા અને પોલીસકર્મી પર લાલઘૂમ થયાં હતા અને ફરજ બજાવી રહેલા પોલીસકર્મીને 2 મિનિટમાં સસ્પેન્ડ કરાવવાની ધમકી આપી હતી.

ધારાસભ્યએ જમાવ્યો રોફ 

ધારાસભ્ય પોલીસ કર્મચારીનો હાથ ખેંચીને કહે છે કે, અહીં ઉભા રહો હાથ શું બધુ પકડીશ. જાણો રોફ જમાવતા હોય તે રીતે ધારાસભ્ય કોઇને ફોન કરીને કહે છે કે, અહીં મારી સામે એક વ્યક્તિ દવા લેવા ગયો અને તેનું વાહન ટોઇંગ કરી લીધું. દિસમાં 50 વખત અહીં જ ટોઇંગ કરવા કેમ આવે છે ?

ધારાસભ્યએ ASI ઉદેસિંહનો હાથ ખેંચીને કહ્યું કે ઊભા રહો અહીંયા, ત્યારે ASIએ કહ્યું કે હાથ ના પકડો. તો ધારાસભ્યએ કહ્યું કે હાથ શું બધું પકડીશ. તે બાદ ધારાસભ્યએ પોતાની સાથે આવેલ વ્યક્તિને ASIનો ફોટો પાડવા જણાવ્યું હતું. બાદમાં ધારાસભ્યએ ધમકી આપતા કહ્યું કે હું કહું એટલે ઉભુ રહેવાનું, નહીંતર સસ્પેન્ડ થઈ જશો 2 મિનિટમાં, ઓળખો છો મને? બાદમાં લોકો ભેગા થઈ જતાં ધારાસભ્યએ ધમકી આપવાનું ચાલુ જ રાખ્યું અને કહ્યું કે આ શીખવાડ્યું છે તમને લોકોને, મારી જોડે ઊભા રહો નહીં તો યાદ કરશો ક્યાં જતાં રહેશો ખબર બી નહીં પડે.

ASIનું નામ અને બકલ નંબર વાંચી રહેલા ધારાસભ્ય પ્રદિપ પરમાર

ધારાસભ્યએ ASIને કહ્યું કે હાથ શું બધું પકડીશ

શાહીબાગ વિસ્તારમાં F ડિવિઝન ટ્રાફિકના પોલીસકર્મીઓ દ્વારા ટોઈંગ ક્રેન દ્વારા વાહન ટોઈંગ કરવામાં આવી રહ્યા હતા. આ દરમિયાનમાં રાજસ્થાન હોસ્પિટલ સામે રોડ પર પાર્ક કરેલ વાહન ટોઈંગ કરવામાં આવ્યું ત્યારે તે સમયે ભાજપના ધારાસભ્ય પ્રદીપ પરમાર પણ ત્યાંથી પોતાની કારમાં પસાર થઈ રહ્યા હતા. તેઓ આ જોઈને ઊભા રહ્યા હતા અને ટોઈંગ ક્રેનના ઇન્ચાર્જ ઉદેસિંહ પટેલને નીચે બોલાવ્યા હતા. ત્યાર બાદ પોતે ધારાસભ્ય હોવાનો રોફ જમાવ્યો હતો.

ધારાસભ્યનો બચાવ – મેં ટોઈંગના કર્મચારીને એવું કેમ કરો છો તેટલું જ કહ્યું હતું

અમદાવાદ : ધારાસભ્યની દાદાગીરી, પોલીસકર્મીને કહ્યુ- હું કહું એટલે ઊભા રહેવાનું નહીં તો સસ્પેન્ડ થઈ જશો, જુઓ વીડિયો

ધારાસભ્યએ પોલીસકર્મીને બદલી અને સસ્પેન્ડ કરાવવાં સુધીની ધમકી આપી હતી કે અંગેનો અહેવાલ પણ દિવ્યાભાસ્કરમાં પ્રસિદ્ધ થયો છે જે બાદ ધારાસભ્યએ પોતે આપેલ ધમકી મામલે લુલો બચાવ કરતા કહ્યું કે, ‘હું જઈ રહ્યો હતો અને પોલીસે એક દર્દીનું વાહન ટોઈંગ કર્યું તેથી મેં ‘કેમ ટોઈંગ કરો છો’ તેવું જ કહ્યું હતું અને આ ખરી સત્ય ઘટના છે.’ હકીકતમાં ધારાસભ્યએ ASIને તેમના DCP સાથે વાત કરાવી હતી અને ધમકી આપી હતી. બાદમાં પોલીસ સ્ટેશન પહોંચતા જ પોલીસકર્મીને તાત્કાલિક ટોઈંગની ક્રેનમાંથી ડફનાળા ચાર રસ્તા પરના ટ્રાફિક પોઇન્ટ પર હાલ બદલી કરવામાં આવી છે.

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317