ગુજરાત : રાજ્યમાં Coronaના સંક્રમણમાં વધારો, સતત ત્રીજા દિવસે 300થી વધુ કેસ નોંધાયા..

486
Published on: 8:13 pm, Wed, 24 February 21
કોરોના
  • ગુજરાતમાં ફરીવાર કોરોનાના કેસમાં ઉછાળો
  • 24 કલાકમાં 380 નવા કેસ સાથે 296 દર્દીઓ સાજા થયાં
  • અત્યાર સુધીમાં 4407 લોકોના સારવાર દરમિયાન મોત

રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલ વિગત પ્રમાણે, 24 કલાકમાં 296 દર્દીઓ સાજા થયાં. કોરોનાને કારણે અમદાવાદમાં 1 દર્દીનું સારવાર દરમિયાન મોત થયું હોવાનું સામે આવ્યું છે. તો હાલ 33 લોકો વેન્ટિલેટર પર છે.

જરાતમાં કોરોના વાયરસના કેસ ફરી વધી રહ્યાં છે. ખાસ કરીને જે મહાનગરોમાં ચૂંટણી સમાપ્ત થઈ છે ત્યાં કેસની સંખ્યામાં અચાનક વધારો થયો છે.

 અમદાવાદ : રાજ્યના છ મહાનગરોમાં મનપાની ચૂંટણી સમાપ્ત થતા કોરોનાના કેસમાં (gujarat Corona Virsu case) વધારો જોવા મળ્યો છે. રાજ્યના અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, અને જામનગર, ભાવનગરમાં ચૂંટણીનું સમાપન થતા કેસમાં વધારો થવાની ભીતિ છે. દરમિયાન રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 380 નવા કેસ નોંધાયા છે. એક સમયે 250થી ઓછા કેસ આવી ગયા હતા ત્યારે ફરી કોરોનાએ રાતોરાત માથું ઉંચક્યું છે.

ગુજરાતમાં કોરોના  નો બીજો રાઉન્ડ શરૂ થયો હોય તેમ લાગી રહ્યું છે. એક સમયે રાજ્યમાં નવા કેસની સંખ્યા 250ની અંદર પહોંચી ગઈ હતી. પરંતુ છેલ્લા ત્રણ દિવસથી કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં સતત ત્રણ દિવસથી નવા કેસની સંખ્યા 300ને પાર પહોંચી ગઈ છે. આજે છેલ્લા 24 કલાક દરમિયાન 380 કેસ સામે આવ્યા છે. જે મહાનગરોમાં ચૂંટણી પૂરી થઈ ત્યાં કેસ ફરી વધી રહ્યાં છે. ગઈ કાલે 348 કેસ સામે આવ્યા હતા. નવા કેસની સાથે કુલ કેસોની સંખ્યા 268,147 થઈ ગઈ છે. અમદાવાદમાં કોરોનાથી વધુ એક દર્દીનું મૃત્યુ થયું છે.

મહાનગરોમાં વધી રહ્યાં છે કેસ
રાજ્યમાં ગઈકાલે જ છ મહાનગર પાલિકાની ચૂંટણીના પરિણામ જાહેર થયા હતા. આ શહેરોમાં ચૂંટણી પ્રચાર બાદ કેસની સંખ્યા વધી રહી છે. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 81 કેસ સામે આવ્યા છે. તો સુરતમાં 57 અને વડોદરામાં 70 કેસ સામે આવ્યા છે. રાજકોટ શહેરમાં 46 નવા કેસ નોંધાયા છે. આ સિવાય રાજકોટ ગ્રામ્યમાં 9, વડોદરા ગ્રામ્યમાં 10, જામનગર જિલ્લામાં 18 કેસ સામે આવ્યા છે. કચ્છમાં 7 નવા કેસ નોંધાયા છે.

 રાજ્યમાં હાલમાં કુલ 1869 એક્ટિવ કેસ છે. જ્યારે 33 દર્દીઓ વેન્ટિલેટર પર છે, કુલ 1836 દર્દીઓ સ્ટેબલ છે જ્યારે 2,61,871 દર્દીઓ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યારસુધીમાં કોરોનાના કારણે 4407 દર્દીઓનાં મોત થયા છે. રાજ્યમાં કુલ 1 દર્દીનું આજે વધુ મોત થયું છે.

રાજ્યમાં કોરોનાની આજની તારીખે સ્થિતિ
ગુજરાતમાં એક્ટિવ કેસની સંખ્યા 1869 છે. જેમાં 33 દર્દીઓ વેન્ટિલેટર પર છે. તો કોરોનાની સારવાર બાદ રાજ્યમાં અત્યાર સુધી 2,61,871 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં કોરોનાને લીધે અત્યાર સુધી 4407 દર્દીઓના મૃત્યુ થયા છે. રાજ્યનો રિકવરી રેટ 97.66 ટકા છે.

રાજ્યમાં શું છે રસીકરણની સ્થિતિ
કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે રાજ્યમાં રસીકરણ અભિયાન પણ ચાલી રહ્યું છે. ગુજરાતમાં અત્યાર સુધી 8,16,238 વ્યક્તિઓને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 74,457 વ્યક્તિઓને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.

કોરોનાની નવી પેટર્નને લઈ ડૉ.વસંત પટેલે વ્યક્ત કરી ચિંતા

ડૉ.વસંત પટેલે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં પણ કેસ વધી શકે છે. આફ્રિકા-બ્રાઝિલનો નવો સ્ટ્રેન ખતરનાક છે. ચૂંટણીના પર્વ દરમિયાન લોકોને ડૉ.વસંતે અપીલ કરી છે. ચૂંટણીમાં કાર્યકર્તાઓએ નિયમોનો ભંગ કરતા દેખાયા છે. લોકો કોવિડ ગાઇડલાઇનનું પાલન કરે તેવી અપીલ કરી.

 અત્યારસુધીમાં રાજ્યમાં કુલ 8,16, 238 વ્યક્તિને રસીનો પ્રથમ ડોઝ અને 74,457 વ્યક્તિને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. રાજ્યમાં કોરોનાના દર્દીઓનો રિકવર થવાનો દર 97.66 ટકા છે.

અમદાવાદમાં કોરોના ડોમ ફરી શરૂ કરવામાં આવ્યા

અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધતા AMC હરકતમાં આવ્યું છે. અમદાવાદ શહેરમાં કોરોના ડોમ ફરી શરૂ કરવામાં આવ્યા છે. પબ્લિક પ્લેસ પર ફરી ટેસ્ટિંગ ડોમ શરૂ કરાયા છે. અમદાવાદમાં કોરોના એક્ટિવ કેસની સંખ્યા 210 છે. ટેસ્ટિંગ ડોમ પર કોરોના રેપિડ ટેસ્ટ લોકો કરાવી રહ્યાં છે.

Medical team arrives in Italy to test stranded Indians for COVID-19 -  Rediff.com India News

રાજ્યમાં હાલમાં કુલ 1869 એક્ટિવ કેસ છે. જ્યારે 33 દર્દીઓ વેન્ટિલેટર પર છે, કુલ 1836 દર્દીઓ સ્ટેબલ છે જ્યારે 2,61,871 દર્દીઓ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યારસુધીમાં કોરોનાના કારણે 4407 દર્દીઓનાં મોત થયા છે. રાજ્યમાં કુલ 1 દર્દીનું આજે વધુ મોત થયું છે.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317