રાજાઓ જેવું જીવન જીવે છે માયા ભાઈ આહીરનો પુત્ર, તસવીરો જોઈ ભલભલા હીરોને ભૂલી જશો…..

4388
Published on: 3:14 pm, Thu, 11 March 21

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે માયા નામ આવે એટલે સૌ કોઈને એક વસ્તુ તો યાદ આવીજ જાય કે હવે હસી હસી ને પેટે પાટા આવી જવાના છે. માયાભાઈ આવે એટલે આપણે સૌ નેખબર છે કે ડાયરામાં રોનક આવી જાય પોતાની મધુર વાણી ને ચલતે માયા ભાઈ આખી રાત ડાયરો કરે અને સાંભળનાર ને ખબર પણ ના પડે કે હવે સવાર થવા આવ્યું છે. માયાભાઈ ની વાણી માં જાણે જાદુ છે.

આજે ભલે માયા ભાઈ એક વૈભવી જંદગી જીવતા હશે પરંતુ આ સુધી પોહચતાં પોહચતાં તેમને જેટલું સંઘર્ષ કર્યું છે તે જાણ્યા બાદ તમને થશે કે ભગવાન એ તેમને આટલું બધું આપ્યું તે તેમની મહેનત પ્રમાણે બરાબર છે. તો આવો મિત્રો જાણીએ માયા ભાઈ આહીર એટલેકે આપડા આતા ના સંઘર્ષ ભર્યા જીવન વિશે.

ભાવનગરમાં થયો હતો જન્મ.માયાભાઈ આહીર નો જન્મ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાનું એક નાનકડું ગામ કુંડવી ખાતે થયો.તેમના પરિવાર નું મૂળ વતન બોડવી ગામ છે જે કુંડવી ની નજીક જ આવેલ છે. માયાભાઈ ના પિતા અને મામા એ જમીન જ કુંડવી ખાતે લીધી હતી જેથી એ કુંડવી ગામ માં જ રહેતા હતા, તેમના પિતા ને લોકો ભગત તરીકે જ ઓળખતા હતા, કુંડવી ખાતે કોઈ સાધુ- સંત આવે ત્યારે એમનો ઉતારો માયાભાઈ આહીર ના ત્યાં જ હોઈ.માયાભાઈ આહીર ના પિતાજી ને ધાર્મિક પુસ્તકો અને ધાર્મિક કાર્યક્રમો જોવાનો એક શોખ હતો એટલે જ માયાભાઈ ને પણ ધાર્મિક પુસ્તકો વાંચવાનો શોખ થયો.

ભણવા માટે પણ મુશ્કેલીઓ થતી.માયાભાઈએ પોતાનું ધોરણ ૧ થી લઈ ને ધોરણ ૪ સુધી નું શિક્ષણ કુંડવી મા જ લીધું હતું. કુંડવી ગામ મા માયભાઈ વાડી વિસ્તાર મા રહેતા હતા, આ વિસ્તાર થી શાળા ૧.૫ કિલોમિટર ના અંતરે આવતી હતી અને ત્યાં સુધી પહોંચવાનો માર્ગ કાંટાળો અને ખૂબ જ ખરાબ હતો. તેમ છતાં આવી સ્થિતિ મા પણ માયાભાઈ ચાલી ને શાળાએ જતા હતા. ત્યાર બાદ તેમણે ધોરણ ૫-૯ સુધી ની શિક્ષા આ ગામ ની બાજુ મા આવેલા બોરડા ગામ મા લીધું હતું.

ત્યાર બાદ તેમણે કક્ષા ૧૦ સુધીનો અભ્યાસ ભાવનગર જિલ્લા ની આલ્ફ્રેડ હાઈસ્કૂલ મા પૂર્ણ કર્યો હતો.માયાભાઈ જ્યારે પ્રાથમિક શાળા મા શિક્ષણ પ્રાપ્ત કરતા હતા ત્યારે તેઓ ગાયો ચરાવતા અને ખેતી ના વિવિધ કાર્યો મા પણ સહાયતા કરતા હતા. આ સમયગાળા દરમિયાન તેઓ ગાયો ને વગડા મા ચરાવવા ની સાથોસાથ પોતાની ગાયન ની કળા ને પણ ધારદાર બનાવતા હતા.

સાહિત્ય ને બનાવ્યો જીવન સાથી.માયાભાઈએ ચાર દિવાલો ની મધ્ય મા રહેલા શિક્ષણ ને વધુ પડતું નિખારવા માટે સાહિત્ય ની દુનિયા મા ઝંપલાવ્યું અને પોતાના સંસ્કારો ના પાઠ ભણાવવા ના શરૂ કર્યા હતા.એક રીતે જોવા જઈએ તો તેમને લોકસાહિત્ય વારસામા પ્રાપ્ત થયેલું છે. ઘર મા બાળપણ થી જ લોકસાહિત્ય નો માહોલ બનેલો રહેતો હતો, જેની તેમના પર ખૂબજ ગહેરી અસર થઈ હતી. માયાભાઈએ કક્ષા-૪ મા ૯ વર્ષ ની ઉંમર મા એક કાર્યક્રમ મા ‘જૂનું તો થયું રે દેવળ મારું’ ભજન જાહેર મા ગાયું હતું. જે બધા ને ખૂબ પસંદ આવ્યુ હતું.

સખ્ત મહેનત બાદ મળ્યા પરિણામો.આ કાર્યક્રમો દરમિયાન લોકો અને કલાકારો પણ તેમને સ્ટેજ પર બોલાવીને તેમને તેમની વિશિષ્ટ આવડત દર્શાવવા માટે જણાવતા હતા.આ કાર્યક્રમો ટૂંક સમય મા જ લોકો ને ખૂબ પસંદ પાડવા મળ્યા હતા.માયાભાઈ પોતાના અંગત જીવન મા ફક્ત બે જ બાબતો ને ટર્નિંગ પોઈન્ટ તરીકે દર્શાવે છે.માયાભાઈ પોતાના અંગત જીવન મા ફક્ત બે જ બાબતો ને ટર્નિંગ પોઈન્ટ તરીકે દર્શાવે છે.

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317