શિક્ષણમંત્રીની જાહેરાત : ગુજરાત સરકારે સ્કૂલો ખોલવાનો લીધો નિર્ણય, ધો.10 અને 12ની શાળાઓ આ તારીખથી શરૂ

1034
Published on: 3:11 pm, Wed, 6 January 21

ગુજરાત માધ્યમિક શાળા

ગુજરાતમાં બોડૅ સરકારી માધ્યમિક શાળાઓ શરૂ કરાશે માત્ર ધોરણ 10 અને 12 ના વર્ગો જ શરૂ કરવામાં આવશે, તે ઉપરાંત કોલેજના અંતિમ વર્ષમાં આ વર્ગો શરૂ થશે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે શરૂ થયા પછી વિદ્યાર્થીઓની હાજરી ફરજિયાત નથી તેમજ વાલીઓની સંમતિ લેવાની પણ જરૂર નથી.

તેમણે કહ્યું હતું કે હાલમાં ધોરણ 1 થી 8 માં પ્રમોશન આપવાનો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. તે ઉપરાંત પરીક્ષાનો કાર્યક્રમ હવે પછી જાહેર કરાશે જેટલો અભ્યાસક્રમ ભણાવાશે કેટલા અભ્યાસક્રમ ની પરીક્ષા લેવામાં આવશે. સ્કૂલોમાં ઓનલાઇન શિક્ષણ ચાલુ રહેશે એ ઉપરાંત કેન્દ્ર સરકારની એસ .ઓ. પી મુજબ સોશિયલ ડિસ્ટન્સ નું પાલન કરવાનું રહેશે સ્કૂલોએ થર્મલ ગન અને સાબુ ની વ્યવસ્થા કરવાની રહેશે.

Gujarat Schools Reopen: Schools, Colleges to Reopen in Gujarat from 23  November

ગુજરાતમાં શિક્ષણકાર્ય શરુ કરવાને લઇને રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. ધોરણ 10 અને 12માંનું શિક્ષણકાર્ય 11 જાન્યુઆરીથી શરુ કરાશે. PG અને UGના છેલ્લા વર્ષમાં શિક્ષણકાર્ય ચાલુ કરાશે.

અન્ય ધોરણો માટે આગામી સમયમાં નિર્ણય લેવાશે

શિક્ષણમંત્રીએ કહ્યું હતું કે ધો.10 અને 12 સિવાયના અન્ય ધોરણો માટે આગામી સમયમાં પરિસ્થિતિને ધ્યાનમાં લઈને નિર્ણય લેવાશે. હાલ આ બંને ધોરણો માટે સ્કૂલો શરૂ કરાશે અને કેન્દ્રના SOPના આધારે નિયમોનું પાલન કરવામાં આવશે. જો કે શાળાઓ ખુલશે છતાં પણ ઓનલાઇન શિક્ષણ ચાલુ રહેશે. જો કે વિદ્યાર્થીઓએ શાળામાં માસ્ક પહેરવું ફરજિયાત રહેશે. તેમજ કેન્દ્ર સરકારની SOPનું શાળામાં ફરજિયાત પાલન કરવાનું રહેશે.

શાળામાં વિદ્યાર્થીઓની હાજરી ફરજિયાત નથી

ગુજરાતના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ આજથી શાળા શરુ કરવાને લઇને મહત્વની જાહેરાત કરી છે. જો કે આ સાથે શાળામાં આવતા વિદ્યાર્થીઓને વાલીઓની મંજૂરી લેવાની રહેશે. શાળામાં વિદ્યાર્થીઓની હાજરી ફરજિયાત નથી.

India's New Education Policy takes the bullet out of the old, Russian  roulette-like system

માસ પ્રમોશનને લઇને શિક્ષણમંત્રીનું નિવેદન

શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ધોરણ 10 અને 12ના વર્ગો 11 જાન્યુઆરીથી શરુ કરવાને લઇને જાહેરાત કરી છે. આ સાથે શિક્ષણમંત્રીએ કહ્યું કે વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાશે નહીં, જેટલું ભણાવાશે તેટલાની પરીક્ષા લેવાશે.

કેન્દ્ર સરકારની SOP પ્રમાણે બાળકો સ્કૂલે જશે તો તેણે આ વાતોનું ધ્યાન રાખવું પડશે

ફેસ માસ્ક પહેરવું પડશે.

બે લોકો વચ્ચે 6 ફૂટનું અંતર રાખવું પડશે.

ગમે ત્યાં થૂકી નહીં શકે.

જ્યાં જરૂરી હશે ત્યાં આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવાનું કહેવામાં આવશે.

થોડી-થોડીવાર પછી હાથ ધોવા પડશે.

હાથ ગંદા ન દેખાય તોપણ એને ધોવા પડશે.

બાળકો પોતાની ઈચ્છાથી જ સ્કૂલે જશે, પરંતુ વાલીઓએ લેખિતમાં સહમતી આપવી પડશે.

સ્પોર્ટ્સ એક્ટિવિટી અને એસેમ્બ્લી પર કડક પ્રતિબંધ રહેશે.

એસી લાગેલું હશે તો એનું તાપમાન 24થી 30 વચ્ચે રહેશે.

એસીમાં હ્યુમિડિટી લેવલ 40થી 70 ટકા રાખવું.

શિક્ષકો, કર્મચારીઓને ફેસ માસ્ક, હેડ સેનિટાઈઝર, ઉપલબ્ધ કરાવવાની જવાબદારી સ્કૂલ મેનેજમેન્ટની રહેશે.

સાફ-સફાઈ સાથે સંકળાયેલા કર્મચારીને થર્મલ ગન, ડિસ્પોઝલ પેપર ટોવેલ, સાબુ, 1 ટકા સોડિયમ હાઈપોક્લોરાઈટ સોલ્યુશન આપવાનું રહેશે.

પલ્સ ઓક્સિમીટરની વ્યવસ્થા ફરજિયાત રીતે હોવી જોઈએ, જેથી એન્સિટોમેટિકના ઓક્સિજનના સ્તરની તપાસ થઈ શકે.

વિદ્યાર્થી પુસ્તકો, અભ્યાસ સામગ્રીની કોપી, પેન્સિલ, પેન, વોટર બોટલ (પાણીની બોટલ), જેવી સામગ્રી એકબીજાની સાથે આપ-લે કરી શકશે નહીં

પ્રેક્ટિકલના સમયે વિદ્યાર્થી વિવિધ સેક્શનમાં જશે. વધારે સંખ્યામાં વિદ્યાર્થીઓને એકસાથે લેબોરેટરી (પ્રયોગશાળા)માં લઈ જઈ શકાશે નહીં.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ