ગુજરાતના ખેડૂતો ડિટેઇન થવાના ડરે દિલ્હીના આંદોલનમાં ભાગ લેવા જતા નથી,500થી વધુ યુવા ખેડૂતો દિલ્હી કૂચ કરી ગયા

2347

કૃષિ બિલ વિરોધ

કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતના આંદોલનને આજે આઠમો દિવસ છે. સરકાર અને કિસાન સંગઠનોની વચ્ચે વાતચીત થઈ, જોકે અત્યારસુધીમાં કોઈ સમાધાન નીકળ્યું નથી. પોલીસે રાજધાની તરફ જવાના રસ્તાઓ બંધ કરી દીધા છે. અહીં બેરિકેડ્સની આગળ બસો પણ ઊભી રાખવામાં આવી છે. થોડા દિવસો અગાઉ ખેડૂતોએ ટ્રેકટર્સથી આ બેરિકેડ્સને હટાવી દીધાં હતાં. આ બેરિકેડિંગને કારણે હજારો લોકોને દિલ્હી જવા અને ત્યાંથી નીકળવામાં મુશ્કેલી થઈ રહી છે.

હાલ કૃષિ બિલના વિરોધમાં હરિયાણા અને પંજાબના ખેડૂતોએ દિલ્હીને ઘેરી લીધું છે. માત્ર એટલું જ નહીં, આ ખેડૂતોએ એટલું તો આક્રમક આંદોલન ઉપાડ્યું છે કે કેન્દ્ર સરકાર પણ ચર્ચા કરવા માટે તૈયાર થઈ હતી તેમજ પીએમ મોદીએ મન કી બાતમાં પણ ખેડૂતો વિશે 26 મિનિટ સુધી વાતો કરી ખેડૂતોનો રોષ શાંત કરવા પ્રયાસો કર્યાં હતા. હાલ લાખો ખેડૂતો દિલ્હીને બહારનાં રાજ્યોથી જોડતા હાઈવે પર ધામા નાખી ચૂક્યા છે. આ ખેડૂત કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદાનો વિરોધ કરી રહ્યા છે.

નવા કૃષિ કાયદાને પરત લેવા અને ન્યૂનતમ સમર્થન મૂલ્ય(MSP)ની ગેરન્ટીની માગને લઈને ખેડૂતો આંદોલન કરી રહ્યા છે.

આ વિરોધ પ્રદર્શનને શરૂ થયાને એક સપ્તાહ જેટલો સમય થઈ ચૂક્યો છે. એવામાં સવાલ એ ઊઠે છે કે પંજાબ અને હરિયાણાના ખેડૂતોમાં જે આક્રોશ છે એ ગુજરાના ખેડૂતોમાં કેમ જોવા મળતો નથી. ખેડૂત આગેવાનો મુજબ, ડિટેઈન થવાના અને સરકાર દ્વારા હેરાનગતિ થવાના ડરે સંગઠિત થઈને ખેડૂતો આંદોલનમાં ભાગ લેવા જતા નથી. જોકે હાલ અલગ અલગ ગ્રુપમાં ખેડૂતો દિલ્હી પહોંચી ગયા છે.

ખેડૂત આંદોલનના સમર્થનમાં ઊતરેલા ગુજરાતના ખેડૂતો.

ડિટેઇન થવાના ડરથી કોઈ બહાર નીકળતું નથીઃ કિસાન અધિકાર મંચ
આ અંગે કિસાન અધિકાર મંચના ભરતસિંહ ઝાલાએ DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગુજરાતનો ખેડૂત અંદર ખાને દુઃખી છે, પરંતુ 2016 પછી ગુજરાત સરકારે આંદોલનકારીઓને મનેજ કર્યા, ખોટા કેસ કર્યા અને બદનામ કરવાનું કાવતરું કર્યું જેના હિસાબે છેવાડાનો માનવી જે ક્યારેય બહાર નથી નીકળ્યો, તેને સ્ટેટ આઈબી, સેન્ટ્રલ આઈબી, પોલીસ, ગામનો સરપંચ અને ચૂંટાયેલો સભ્ય માનસિક રીતે હેરાન કરે છે.

હાલ ગુજરાતના વિવિધ જિલ્લાઓ ભાવનગર, સુરેન્દ્રનગર, બનાસકાંઠા અને જૂનાગઢમાંથી યુવા ખેડૂતો દિલ્હી જવા નીકળી ગયા છે. તેમાંના 200થી 300 ખેડૂતો રાજધાનીમાં અને આશ્રમમાં પહોંચી ગયા છે, જ્યારે સુરતમાંથી 300 જેટલા ખેડૂતો મળીને કુલ 500-600 ખેડૂતો આંદોલનમાં ગયા છે. હું અત્યારે જાહેરાત કરું કે અમે આંદોલનમાં જવાના છીએ તો મને રાતોરાત ડિટેઈન કરી લેવામાં આવે. છેલ્લી ઘડીએ સરકાર તેનું ધાર્યું જ કરે છે, જેને કારણે ખેડૂતોમાં નિરાશા છે કે કંઈ થવાનું નથી, જેથી ખેડૂતો આંદોલનમાં સામેલ થતા નથી. ખેતી અને ખેતી સાથે સંકળાયેલો વર્ગ દબાયેલો છે.

ગુજરાતના ખેડૂતોમાં આક્રોશ દબાયેલો છે
હાલ ગુજરાતમાં કેટલા ખેડૂતો આપઘાત કરે છે જેના જવાબમાં ભરતસિંહ કહ્યું, ખેડૂતો અને ખેતી સાથે સંકળાયેલા મજૂર વર્ગ સહિત વર્ષે 3000 ખેડૂતો આત્મહત્યા કરે છે. ગુજરાતના ખેડૂતો ચિંતિત છે, તેમના મનની રેખા દિલ્હી અને ગાંધીનગરના ઢાંચા પર પડેલી જ છે પણ તેમનો આક્રોશ દબાયેલો છે. જે દિવસે આ આક્રોશ બહાર આવશે ત્યારે પરિવારનો એક દીકરો દિલ્હીમાં અને એક દીકરો ગાંધીનગરમાં હશે.

ખેડૂતોને મનેજ કરવા પ્રયાસો થઈ રહ્યા છે
ભરતસિંહ ઝાલા આગળ કહે છે, આઈબી દ્વારા અને ભાજપ હાલ ખેડૂતોને મેનેજ કરવા પ્રયાસો કરી રહ્યાં છે, પરંતુ હવે સમય દૂર નથી કે ગુજરાતના એક પરિવારનો એક સભ્ય દિલ્હીમાં અને એક સભ્ય ગાંધીનગરમાં રહીને કહેશે કે ખેડૂતોના દેવાનાબૂદી માટે વિધાનસભામાં બિલ પસાર કરો, નહીંતર ગાંધીનગર ખાલી કરો.

પ્રકાશ સિંહ બાદલે પોતાનો પદ્મ વિભૂષણ પુરસ્કાર પરત કર્યો

92 વર્ષીય પંજાબના પૂર્વ CM પ્રકાશસિંહ બાદલને 2015માં સરકાર તરફથી બીજો સૌથી ઉચ્ચ પુરસ્કાર ગણાતો પદ્મ ભૂષણ એવોર્ડ મળ્યો હતો. તેઓ આ આંદોલનના સમર્થનમાં પુરસ્કાર પાછો આપનાર પ્રથમ વ્યક્તિ બન્યા છે. આ ઉપરાંત તેમણે શિરોમણી અકાલી દળનો NDA જૂથમાંથી ટેકો પાછો ખેંચી લીધો હતો અને કહ્યું હતું કે આ સરકારે ખેડૂતોને દગો દીધો છે.

ગૃહમંત્રી અમિત શાહ સાથેની બેઠક પછી કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું કે અમે આ વિવાદનો ઝડપથી ઉકેલ લાવવા ઇચ્છીએ છીએ. પંજાબના ખેડૂતોના પ્રદર્શનના કારણે રાજ્યની અર્થવ્યવસ્થા પર પણ અસર પડી રહી છે, આ સાથે જ રાષ્ટ્રીય સુરક્ષા પર પણ તેની અસર જોવા મળી રહી છે. અમે ગૃહમંત્રી અમિત શાહ સમક્ષ પોતાનો પક્ષ રજૂ કર્યો છે.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ