ગુજરાત ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કરી જાહેરાત ઓગસ્ટ મહિનાના તમામ તહેવારોની ઉજવણી પર પ્રતિબંધ કોરોના સંક્રમણમાં વધારો ના થાય તે માટે આ નિર્ણય લેવાયો

453
Published on: 6:13 pm, Fri, 7 August 20

ગુજરાત
કોરોના ઇફેકક્ટ્સ

ગુજરાત ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કરી જાહેરાત ઓગસ્ટ મહિનાના તમામ તહેવારોની ઉજવણી પર પ્રતિબંધ કોરોના સંક્રમણમાં વધારો ના થાય તે માટે આ નિર્ણય લેવાયો

હાલમાં સમગ્ર રાજ્યમાં કોરોનાના કેસ ખુબ જ ઝડપથી વધતા જાય છે જેને ધ્યાનમાં રાખીને રાજ્યના ગૃહમંત્રીએ ગણેશ મહોત્સવ સહિત ઓગસ્ટ માસમાં આવતા હિન્દુ અને મુસ્લિમોના તમામ તહેવારોની ઉજવણી ઉપર પ્રતિબંધ મુકવાની જાહેરાત કરી છે. જેને પગલે પહેલીવાર અંબાજીની પદયાત્રા નહીં યોજાય. વડોદરાના નજીક કંડારી ખાતે 71માં વન મહોત્સવ કાર્યક્રમમાં આવેલા રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આ અંગે ટૂંક સમયમાં રાજ્ય સરકાર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવશે.

    આવતા સમય માં ગણેશજી નું પણ આગમન થવાનું છે સરકાર દ્વારા એમાં પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. લોકો ને જાહેર માં મંડપ બનાવી ગણપતિ સ્થાપના કરવાની મનાઈ કરવામાં આવી છે અને વિસર્જન માટે પણ કુત્રિમ તળાવ નહિ બનાવવા નો આદેશ તમામ ઝોન માં આપેલ છે. લોકો એ વિસર્જન પોત પોતાની સોસાયટીમાં જ કરવામાં આવે એવી જાહેરાત કરવામાં આવી છે.
આ અંગે પ્રદીપસિંહ જાડેજાએ વધુમાં જણાવતા હતું કે, કોરોના સંક્રમણના વ્યાપને અટકાવવા માટે એક માત્ર માર્ગ સોશ્યલ ડિસ્ટન્સિંગ છે. સમગ્ર ગુજરાતના ગણેશ મંડળો, પદયાત્રા મંડળો, મુસ્લિમ સંગઠનો દ્વારા કોરોનાની મહામારીમાં આગામી દિવસોમાં આવી રહેલા ગણેશોત્સવ, તાજીયા સહિત ઓગસ્ટ માસના તમામ નાના-મોટા તહેવારો ઉજવવામાં ન આવે તેવી સરકારને રજૂઆતો કરવામાં આવી હતી. આ સાથે રાજ્ય સરકારને પણ લાગ્યું કે, તહેવારોમાં લોકો ભેગા થશે તો કોરોના સંક્રમણ વધશે. જેથી ગણેશોત્સવ સહિત ઓગસ્ટ માસમાં આવતા હિન્દુ-મુસ્લિમ તહેવારોની ઉજવણી ઉપર પ્રતિબંધ મુકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

પરિવારો ઘરમાં ગણપતિ બેસાડી શકશે અને વિસર્જન પણ ઘરમાં કરવાનું રહેશે   
હાલમાં જ પ્રદીપસિંહ જાડેજાએ વડોદરામાં પ્રેસ કોન્ફરન્સ દ્વારા જણાવ્યું કે, જે મંડળો, પરિવારને ગણપતિ બેસાડવા હોય તેઓ પોતાના ઘરમાં બેસાડે અને તેનું વિસર્જન પણ પોતાના ઘરમાં કરે. કોઇ પણ પ્રકારની શોભાયાત્રા કાઢી શકાશે નહીં. તેજ રીતે તાજીયાના પણ ઝુલુસ કાઢી શકાશે નહીં. આ ઉપરાંત કોઇપણ જાહેર તહેવારો સામૂહિક રીતે ઉજવી શકાશે નહીં. જે અંગેનું જાહેરનામું આગામી ટુંક દિવસમાં પ્રસિદ્ધ કરવામાં આવશે.

હિન્દૂ ધર્મ ના તહેવાર શરૂ થઈ રહ્યા છે એવામાં ગુજરાત સરકાર દ્વારા કેટલાક જાહેરનામા બહાર પાડ્યા છે. જેમાં આજ રોજ દશામાં ના વિસજર્ન નો દિવસ છે પરંતુ સરકાર ના જાહેરનામા ને ધ્યાન માં રાખી લોકો દશામાં નું વિસર્જન નહિ કરી શકે જેથી ભક્તો માં દુઃખ ની લાગણી છવાઈ રહી છે , લોકો માં રોષ ભરાયો છે ,લોકો કહી રહ્યા છે , અધિકારીઓ અને સત્તાધીશો ને મીટીંગ કરવા, અને ભવ્ય રેલીઓ માટે પરમિશન છે પરંતુ ધર્મ ના કામ માટે પરમિશન નથી.

રાજ્યમાં કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને રાજ્યના ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, ઓગસ્ટ માસમાં આવતા તહેવારો જેવા કે, જન્માષ્ટમી, પર્યુષણ પર્વ, શ્રાવણી અમાસનો મેળો, તરણેતરનો મેળો, ગણપતિ ઉત્સવ, રામાપીરનો મેળો, ભાદરવી પૂનમનો મેળો તેમજ તેના આનુષાંગિક પગપાળા સંઘો, પદયાત્રીકોના માર્ગમાં યોજાતા સેવા કેમ્પો અને મહોરમ-તાજીયાના જુલુસ તથા શોભાયાત્રા અને વિસર્જન વગેરે જેવા આસ્થાના પ્રતિક સમા તહેવારો અને લોકમેળાઓ યોજાતા હોય છે. આ વર્ષે કોરોનાના કપરા કાળમાં લોકોનું આરોગ્ય જળવાઈ રહે અને લોકો સ્વસ્થ રહે એ માટે આ તહેવારોમાં જાહેર ધાર્મિક કાર્યક્રમો અને ઉત્સવો ન યોજવા રાજ્ય સરકાર દ્વારા અપીલ કરાઈ છે

સંવાદદાતાં વિપુલ મુંજાણી
સુરત ગુજરાત

વોટ્સએપ  1   :   https://chat.whatsapp.com/Fv7xkju4LGzBA6w2Aj70En

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

વોટ્સએપ   2 :   https://chat.whatsapp.com/JwkLhNhBbbtIw6imTMpDN8

વોટ્સએપ   3 :      https://chat.whatsapp.com/Euky1JZneQl7tsGmEWotEi

https://www.facebook.com/gujaratupdatenews/
ફેસબુક પેજ
લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ

https://www.facebook.com/gujaratupdatenews.in/

ફેસબુક પર પેજ ફોલોવ કરો અને લાઈક કરો