ગુજરાત
ગુજરાતમાં હવે લગ્નપ્રસંગ માટે ઓનલાઇન મંજૂરી લેવી પડશે. આયોજકે પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. રાજ્યના ગૃહ વિભાગે નોટિફિકેશન જાહેર કર્યું છે. રાજ્યમાં કોરોનાની સ્થિતિને લઇને ઓનલાઇન રજીસ્ટ્રેશનનો નિર્ણય લેવામાં આવ્યો છે.
હાલમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં કોરોનાના કારણે લગ્ન પ્રસંગમાં અવાર-નવાર નિર્ણયમાં ફેરફાર કરે છે અને નવા નિર્ણય લાવે છે. ત્યારે આજરોજ ફરીથી એકવાર નિર્ણય બદલવામાં આવ્યો છે. હવે લગ્ન પ્રસંગ માટે ઓનલાઈન પરવાનગી લેવી પડશે. આ મામલે રાજ્યના ગૃહ વિભાગે જાહેરનામું બહાર પાડ્યું છે.
રાજ્યમાં લગ્નપ્રસંગો માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવાનું રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. રાજ્યના ગૃહવિભાગે લગ્ન પ્રસંગોને લઈ પરિપત્ર બહાર પાડ્યો છે. જેમાં જણાવ્યા અનુસાર લગ્ન, સત્કાર જેવા પ્રસંગોમાં ખુલ્લા સ્થળો કે બંધ સ્થળોએ, સ્થળની ક્ષમતાના 50 ટકાથી વધુ નહીં પરંતુ મહત્તમ 100 વ્યક્તિઓની મર્યાદામાં પ્રસંગ આયોજનને મંજૂરી મળશે.
તેમજ આ માટે સરકારે રજિસ્ટ્રેશન માટે નવુ સોફ્ટવેર પણ બનાવ્યું છે. જોકે, લગ્ન પ્રસંગમાં 100થી વધુ લોકોને મંજૂરી નહીં જ મળે. આ પહેલાં ગૃહમંત્રીએ મંજૂરી જરૂરી ન હોવાનું કહ્યું હતું. એક તરફ ગુજરાતમાં કોરોના વાયરસે કાળો કહેર વરસાવ્યો છે તો બીજી તરફ લગ્નની મોસમ ચાલી રહી છે ત્યારે ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ એક પત્રકાર પરિષદને સંબોધન દરમ્યાન જાહેરાત કરી છે.
ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ એક પત્રકાર પરિષદને સંબોધન કરતા કહ્યું કે, લગ્ન કે અન્ય સત્કાર સમારંભોમાં 100 વ્યક્તિની મર્યાદામાં આયોજન કરવાનું રહેશે પરંતુ પોલીસની મંજૂરી લેવાની જરૂર નથી. આ પહેલાં કહેવામાં આવ્યું હતું કે લગ્નમાં વરઘોડા અને ફુલેકાને લઇને તેમણે જણાવ્યું હતું કે, લગ્ન પ્રસંગો દરમ્યાન વરઘોડા કે બેન્ડવાજા પર પ્રતિબંધ રહેશે.
લગ્નપ્રસંગ કે સમારોહ માટે પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. લગ્ન પ્રસંગોના રજીસ્ટ્રેશન માટે અલગથી સોફ્ટવેર તૈયાર કરવામાં આવ્યું છે. www.digitalgujarat.gov.in પર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. આ અરજી કર્યા બાદ આયોજકે સ્લિપ સાથે રાખવી પડશે. પોલીસ કે અધિકારી માંગે તો આોયજકે સ્લિપ સાથે રાખવી પડશે. સ્થળની ક્ષમતાના 50 ટકાથી વધુ વ્યક્તિઓને નહીં બોલાવી શકાય.
સંવાદદાતાં વિપુલ મુંજાણી
સુરત ગુજરાત
ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો
અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો
વોટ્સએપ 1 : Whatsapp
વોટ્સએપ 2 : Whatsapp
વોટ્સએપ 3 : Whatsapp
વોટ્સએપ 4 : Whatsapp
વોટ્સએપ 5 : Whatsapp
ફેસબુક પેજ – Facebook
ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317
લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ