ગુજરાતમાં લૉકડાઉન અંગે લેવાઈ શકે છે મોટો નિર્ણય, આજે કોર કમિટીની બેઠકમાં નિર્ણય લેવાશે..

1842
Published on: 6:36 pm, Mon, 19 April 21
  • રાજ્યમાં કોરોના સંક્રમણને લઇ મહત્વના સમાચાર
  • 8 મનપા વિસ્તારમાં લાગી શકે છે લોકડાઉનઃ સૂત્ર
  • સરકારમાં લોકડાઉન અંગે ચાલી રહી છે વિચારણાઃ સૂત્ર
  • ગુજરાતમાં કોરોનાની ચેન તોડવા લૉકડાઉન જ ઉપાય બની શકે, 
  • સરકારે ગંભીરતાથી સમીક્ષા શરૂ કરી,

ગુજરાતમાં વધતા જતા કોરોનાના કહેરને કાબૂમાં લેવા અન્ય રાજ્યોની જેમ લોકડાઉન લાદીને કોરોનાની ચેન તોડવાનો પ્રયત્ન કરવામાં આવે એવી શક્યતા છે. આ અંગે ગુજરાત સરકારે સમીક્ષા શરૂ કરી છે, જેમાં ઉચ્ચ અધિકારીઓ, ડોક્ટરની ટીમ, જિલ્લા, શહેરોની પરિસ્થિતિનો સંપૂર્ણ તાગ મેળવવાની સાથે વેપારી સંગઠનો સાથે પણ ચર્ચા કરવામાં આવી રહી છે, જેને આધારે કોર કમિટીની સાંજની બેઠકમાં લોકડાઉન અંગેનો આખરી નિર્ણય કરવામાં આવે એવી શક્યતા છે.

અમદાવાદના અનેક વિસ્તારોમાં સ્વૈચ્છિક લોકડાઉન.

રાજ્યમાં કોરોના સંક્રમણને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સરકાર ગુજરાતમાં પણ લોકડાઉન અંગે વિચાર કરી રહી છે જેમાં ગાંધીનગરના સૂત્રો દ્વારા એવો ગણગણાટ છે કે 8 મનપાઓમાં કડક લોકડાઉન અમલી બનશે. સરકારમાં લોકડાઉન અંગે વિચારણા અંગે ચાલી રહી છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે કોરોનાની પરિસ્થિતિના આધારે લોકડાઉન લાદવાની જે-તે રાજ્યોને છૂટછાટ આપી હતી. એટલું જ નહીં, દિલ્હી, મહારાષ્ટ્ર જેવાં કોરોનાના કહેરમાં આવેલાં રાજ્યોએ કોરોના કાબૂમાં લેવા લોકડાઉનનો માર્ગ અપનાવ્યો છે. ગુજરાતમાં પણ કોરોનાના કેસો વધતાં જે-તે શહેરો અને જિલ્લામાં સ્વૈચ્છિક લોકડાઉન કરવામાં આવી રહ્યું છે, મોટા માર્કેટથી માંડીને નાની દુકાનોના સંગઠનો સ્વૈચ્છિક લોકડાઉન કરી રહ્યા છે છતાં ક્યાંક ને ક્યાંક કોરોનાની ચેન તોડવી મુશ્કેલ બની રહી છે.

રાજ્યમાં 8 મનપા વિસ્તારમાં પરિસ્થિતિ ગંભીર જોવા મળી રહી છે. રાજસ્થાન અને દિલ્હીમાં લોકડાઉન લાગુ કરાયું છે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ સહિતની મહાનગરપાલિકાઓમાં લોકડાઉન લાગી શકે છે.

Gujarat: Experts call for 15-day self-imposed lockdown | Cities News,The  Indian Express

કોરોનાની ચેન તોડવા માટે બંધને વેપારીઓનું સમર્થન

માણેકચોક ટી મર્ચન્ટ એસોસિયેશન પણ કોરોના સામેની લડાઈ માટે સ્વયંભૂ બંધમાં જોડાયું હતું અને પોતાનાં કામકાજથી અળગું રહ્યું હતું. આ સિવાય રિલીફ રોડથી લઈને કાલુપુર સુધીના રોડ પર આવેલાં ઇલેક્ટ્રોનિક્સ બજારના વેપારીઓ પણ આ સ્વૈચ્છિક બંધમાં બે દિવસ માટે જોડાયા હતા. કાલુપુરની ટંકશાળ માર્કેટના વેપારીઓએ પણ રવિવાર સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો. મણિનગર સિંધી માર્કેટના વેપારીઓ પણ આ બે દિવસના બંધમાં જોડાયા હતા.

સુરત અને અમદાવાદમાં કોરોના બેકાબૂ 

Exodus of immigrant workers from Gujarat cities amid lockdown rumours as  COVID-19 cases spike

ગુજરાતમાં રસીકરણની કામગીરી ચાલુ હોવા છતાં બીજી તરફ પરિસ્થિતિ બેફામ છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 3641 કેસ તો અમદાવાદ ગ્રામ્યમાં 53 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 1929 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 496 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 325 કેસ, જ્યારે ગ્રામ્યમાં 184 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 683 કેસ અને ગ્રામ્યમાં 128 કેસ નોંધાયા છે.

સંવાદદાતા વિપુલ મૂંજાણી 

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

મોબાઈલ માં ન્યૂઝ મેળવવા માટે આ નંબર પર વોટ્સએપ કરો : +91 98247 23317